Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ આપણું જેનિયામાંજ, આવા પ્રકારનો પિકાર ઉઠાવનાર છે એમ કાંઈ નથી. દરેક ધર્મના સાહિત્યનો ઈતિહાસ જોતાં જણાય છે કે, દરેક ધર્મમાં જ્યારે જ્યારે દેશભાષામાં તેઓના સિદ્ધાંતિક શાસ્ત્રો પલટાયાં ત્યારે ત્યારે પિકાર થયો છે. આપણું દેશમાં વેદ વેદાન્ત સાંખ્યાદિ સર્વ ધર્મોના તેમજ બેંદ્ધિધર્મના આવી માનીનતા ધરાવનાર મનુષ્યોએ આજ રીતે પિતાની નબળાઈ બતાવી છે. ખ્રીસ્તી લોકોના બાઈબલના દેશભાષામાં ભાષાંતરો થયા ત્યારે પણ આવી જ રીતે પિકાર ઉઠાયો હતો. મુસલમાનોના કુરાનનું ભાષાંતર થયું ત્યારે પણ આ પ્રમાણે જ થયું હતું. જરાસ્તના ધર્મ પુસ્તક માટે આમજ બન્યું હતું; અને એ જ રીતે બધા ધર્મોના દાખલાઓ બન્યા છે. એટલે આપણે જેનિયાએ તેથી કાંઈ વધારે આશ્ચર્યમાં પડવા જેવું કે વિચારવાનું નથી રહેતું. તે ગમે તેમ છે, પરંતુ અમારા આવી દલીલ કરનાર જન ભાઈઓને તો નિરૂત્તર કરવા માટે અમારા કલ્યાણના કરનારા પૂર્વના આચાર્ય મહારાજોએ ગુજરાતીમાં ટમ્બઓ ભરવાની જે કૃપા કરી છે તે જ અમારે ચીંધી દેવા બસ થશે, એમ અમે જરૂર જાણીએ છીએ. ભલે, જેઓ આવી માનીનતા ધરાવનારા મનુષ્યો છે તેઓ અમારા આ પ્રયત્નથી કચવાય, પરંતુ અમને ખાત્રી છે કે, માગધી અને સંસ્કૃતથી અપરિચિત સાધુ મુનિમહારાજે તો અમને છૂપા આશીર્વાદ ( શા માટે જાહેર આર્શીર્વાદે નહીં ? તેઓ તેવી રીતે જાહેર આર્શીવાદ આપવાના સંજોગોમાં બહુધા નથી) આપ્યા વિના નહીં રહે. અમો માનીએ છીએ તે પ્રમાણે, જેઓ ગુજરાતી ટમ્બાકાર પુરૂષની ટબ્બા કરવાની પ્રવૃત્તિથી દેશભાષામાં ભાષાંતરે કરવાની પ્રવૃત્તિ માટે બોલી શકે તેમ નથી તેઓ એક બીજી દલીલ કરશે કે, “ પૂર્વના આચાર્ય મહારાજેએ ગુજરાતીમાં સૂત્રના તબ્બાઓ કર્યા છે તે માત્ર મૂળ માગધી પાઠના છે, કાંઈ સમર્થ સંસ્કૃત ટીકાઓનાં ભાષાંતરો કર્યા છે ?” આવી દલીલ કરનારાઓને અને જેઓ આ વિષયમાં ઉંડા ઉતર્યા નથી તેઓને આપવાનો અમારી પાસે ખુલાસે છે: દેશભાષામાં સૂત્રના ભાષાંતર થાય જ નહીં એ વાત તે જાણે ટમ્બાકારની પ્રવૃત્તિ પછી ઉડી જાય છે, એટલે એક નિયમ તે થયો કે, દેશભાથામાં આગમના ભાષાંતરો થઈ શકે. તેમ થવામાં પૂર્વના જ્ઞાની પુરૂષોએ લેકનો ઉપકાર માન્યો છે. હવે ટીકાઓનાં ભાષાંતર કરવાના સંબંધમાં અમારું કહેવું કહીએઃ સર્વ આગમ અંગ, ઉપાંગો ઉપર ટીકા કરનારા મહપુરૂષોએ ટીકાની રચના કરતાં ટીકા રચવાને હેતુ એ જણાવ્યો છે કે, ભગવાનની ગૂઢવાણી, ટીકા કરવાથી જીવોને સરળરૂપે સમજાય તેથી અમે ટીકા કરવાની પ્રવૃત્તિ કરીએ છીએ. આ શ્રી જિનાગમ પ્રકાશક સભા તરફથી, પ્રથમ તૈયાર કરવા ધારેલ શ્રી ભગવતી સૂત્રના ટીકાકાર પુરૂષ ટીકાની રચના કરવાને પિતાનો હેતુ જણાવતાં આવા ભાવમાં પ્રકટે છે કે “ આ ગ્રંથ ( સૂત્રોનું કોઈ પણ જાતની કઠિનતા વિના જ્ઞાન થઈ શકે તેટલા માટે પૂર્વ મુનિરૂપી શિપિકાએ વૃત્તિ, ચર્ણિ, અને નાડિકા નામની ટીકાઓ લખી છે. યદ્યપિ તે ઘણાજ ઉત્કૃષ્ટ જ્ઞાનવાળી છે, પરંતુ તે સંક્ષિપ્ત હોવાના કારણે, તે મહાન જ્ઞાની પુરૂષને જ વાંછિત વસ્તુ સાધનની સમર્થક છે.” અર્થત આ ટીકાકાર પુરૂષને ઉદ્દેશ કઠિન જ્ઞાનને સરળતા પૂર્વક સમજાય તેવો કરવાનો છે, જે વસ્તુ-આ સ્થળે ટીકાઓ-મૂળને સરળ કરવા માંગે, તે વસ્તુ સ્વતઃ સરળતાદર્શક અથવા સરળ કહેવી જ જોઈએ; અને જો એમ કહેવું જ જોઈએ, તે આપણે એવી દલીલ સંગી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48