________________
અમોએ આ ચિત્ર દોર્યું છે તેને માટે કોઈ એવી દલીલ કરે કે, આવા પ્રસંગો આવી મળશે એવી કોને ખબર છે ? અને આવી મળશે ત્યારે જોઈ લેવાશે, તો તેને માટે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે, આવા પ્રસંગે હાલના જમાનામાં હમેશાં ઉભા થવાનાજ, આજથી સો વર્ષ ઉપર કાઇને કલ્પના હશે કે, જૈનના આવશ્યક સૂત્ર ઉપર એક યુરોપીયન વિદ્વાન નૈરવેરવીડનના રાજકર્તાના પ્રમુખપણ નીચે એક નિબંધ વાંચશે ? આજથી સે વર્ષ પહેલાં કોને ખબર હતી કે, ભગવતીસૂત્રનું ભાષાંતર જર્મન ભાષામાં થશે ? આજથી સો વર્ષ પહેલાં કેને કલ્પના હતી કે, જૈનના સૂત્રોના તરજામા જર્મન ઇલીયન અને ઇગ્લીશ કે રશીન ભાષાશાસ્ત્રીઓ કરશે ? આજથી ૫૦ વર્ષ ઉપર કાને સ્વપ્ન હતું કે, માગધી ભાષાને કેષ તૈયાર કરવાનું બીડું એક પાશ્ચાત્ય વિદ્વાન ઝડપશે ? આજથી ૨૫ વર્ષ ઉપર કોને ભ્રાંતિ પણ હતી કે, લંડનમાં ઇંગ્લીશમેને જૈનસાહિત્યસભા ઉભી કરી તેના આત્મા અને કર્મના સંબંધોની ચર્ચા કરશે ? અરે, આજે પણ કોને ખ્યાલ હશે કે, એક પાશ્ચાત્ય વિદ્વાન જુની ગુજરાતીઅપભ્રંશ-મારવાડી ગુજરાતી ભાષાને અથંગ અભ્યાસ કરી રહ્યા છે ?
આ બધું કેવળ અશય જેવું આજથી ૧૦૦ વર્ષ ઉપર હતું તે આજે સાક્ષાત શક્ય થયેલું અનુભવાય છે. આવા સંજોગે બદલાયેલા છે. આવા બદલાયેલા સંજોગોમાં જે ધર્મો પોતાનું અસ્તિત્વ કાયમ રાખવા માગતા હોય તેણે પિતાની જેટલી વ્યક્તિઓને up-to-date અત્ર ક્ષણ પર્યતાના જ્ઞાનથી વિભૂષિત થઈ શકે તેટલી કર્યા વિના છૂટકોજ નથી.
બદલાયેલા સંજોગોથી કહો કે, પંચમકાઈના પ્રભાવથી કહે, પણ આટલું તે સ્પષ્ટ નજરે દેખાય તેવું છે કે પશ્ચિમ ભણુની ભાષામાંથી મુનિરાજે કરતાં ગૃહસ્થ વિદ્વાને વિશેષ જ્ઞાત છે એટલે પશ્ચિમ ભણીના વિદ્વાનોના જૈન ધર્મના વિચારે પ્રત્યેના હુમલાઓનું રક્ષણ ગૃહસ્થ વર્ગદ્વારા કર્યા સિવાય છૂટકોજ નથી, અને આમ છે તે આગમનું વાંચન ગૃહસ્થને ઘટે નહીં એવું પરંપરાનું બંધન વિસ્તૃત કર્યા વિના બીજો ઉપાય પણ નથી.
આ સંબંધમાં એટલી બધી દલીલો છે કે, જે કરવા માટે પાનાઓના પાના ભરાય તેય પૂર્ણ થાય તેમ નથી. ટુંકમાં અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે, જેમ માણસોએ પોતાના નિર્વાહ-અસ્તિત્વને માટે જીવડ (Struggle for existince) કરવાની છે તેમ પોતાના દરેક વ્યવહાર-પછી તે ધર્મ સંબંધી છે કે અર્થશાસ્ત્ર સંબંધી હો કે ગમે તે હો–ને માટે જીવ તડ મહેનત કરવાની છે. આ સમય સ્પર્ધાને છે. જે સ્પર્ધામાં જયવંત થશે તેનું જીવન ટકી શકશે એટલું સૂત્ર ધ્યાનમાં રાખી પિતાના સમાજમાંથી વધારેમાં વધારે જેટલા સભ્યો તૈયાર થઈ શકે તેને તૈયાર થવા ધા-કેાઈને પણ બંધને– જે બંધને ભલે એકવાર મહા કલ્યાણકારી હોય-થી અટકાવો નહીં. જો આમ થવા પામશે તેજ આપણે-આપણો ધર્મ-જગતના મહાન ધર્મોની હરોળમાં રહેવા પામી શુંપામશે.–એટલું સ્મરણમાં રહે કે, આપણે એક નાની વાત બરાબર પચાવીશું, તે આપણું આ ગુંચવણ ભર્યા સવાલને નિવેડો આવી જશે. આ નાની વાત આ છે: એક નીતિશાસ્ત્રના લખાણથી જે નીતિની છાપ જગત ઉપર પડી શકે છે એવું આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ, તે જે સર્વજ્ઞ ભગવાનના અમૃત વચનોની અસર અમૃત જ ઉપજાવવાની છે. તેના પ્રકાશનથી પ્રતિકુળ ફળ આવવાને વિચાર કે કલ્પના કરવી એ પણ શ્રી ભગવાનની