Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 44
________________ ને અમને પૂણે ખ્યાલ છે. અમે સારી પેઠે જાણીએ છીએ કે, શ્રી પ્રભુના એક વચનનું પણ અમારી બેદરકારી કે રવછંદથી અન્યથા પ્રરૂપણ થયું તે અમારે અનેક કર્મો બાંધવા પડશે અને તેનું ફળ ભોગવ્યા વિના અન્ય કોઈ ઉપાય નથી. આ સ્થળે એક વાત કહેવાની છે. સંપૂર્ણ તે શ્રી સર્વ જ છે. માણસ જાત ભૂલને પાત્ર છે; એટલે સંપૂર્ણતાને અમને ફાંકા નથી. “ સર્વોત્કૃષ્ટ સારું ” ( great et good ) કરતાં “ વધારે સારું greater good ” ના નિયમને અનુસરી અમારું કામ તૈયાર થયેલું જોવાની બુદ્ધિ રાખવા સમાજને વિનંતિ છે. બુદ્ધિની મંદતાથી કઈ દેષ થવા પામે તો નિંદજો નહીં, પણ સુધારજો. એટલું યાદ રહે કે, બીલકુલ નહીં થાય તેના કરતાં થોડું પણ થશે તે તેટલે લાભ થશે, એક વખત ભૂલ થશે તે બીજીવાર સુધરશે. આ દષ્ટિએ જોવાથી આપને નિરાશ નહીં થવું પડે. ભાષાન્તરની શુદ્ધિ માટે અમારી સર્વ શક્તિઓ કામે લગાડવાનું અમે કહ્યું છે છતાં એ દષ્ટિ રાખજો કે, જ્ઞાની અને તેમાં પણ સંપૂર્ણ જ્ઞાનીના વચનને એ પ્રભાવ હોય છે કે, તેને લાભ મળે છે. એને એક દાખલો આપીએ. પ્રોફેસર મણીલાલ નભુભાઈએ આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્ર સૂરિના “પદર્શનઅમુચ્ચય ’ ગ્રંથનું ભાષાંતર કર્યું છે. એ ભાષાન્તરમાં કેટલીક ભૂલ રહેવા પામી છે એ ખરું છે, પરંતુ તે વાંચીને ઘણું કેળવાએલા તરૂણ જૈનેને તે ચમત્કારીક પુસ્તક લાગ્યું. તે પુસ્તક ya kilahi sealidali gedich} 2404124 ( Comparative study of philoKophy ) ને લાયક લાગ્યું. આ ઉપરથી સ્વભાઈ ગાવીંદજી મેપાણીએ તેનું અંગ્રેજીમાં ભાષાન્તર કરવાનું કામ તેઓ ઈંગ્લેંડ ગયા, ત્યારે એક પાશ્ચાત્ય વિદ્વાનને એક હજાર રૂપીઆના લવાજમથી સોંપવાની ગોઠવણ કરી હતી. મી. મેપાણીના સ્વર્ગવાસ પછી તેનું શું થયું તે હજુ જાણવામાં જો કે આવ્યું નથી. જે પ્રો. મણલાલનું ભાષાન્તર ગુજરાતી ભાષામાં ન થયું હોત, તે તરૂણ જૈનને ઉપયુક્ત ચમત્કાર લાગ્યો તે લાગવાને કદાપિ પણ પ્રસંગ આવતજ નહીં. ભાષાંતરમાં નિષ્પક્ષપાતતા–સવ ગચ્છાઓ-સ્થાનકવાસી સુધાંએ નિશ્ચિંત રહેવું. આગમનાં ભાષાન્તરે કેવળ નિષ્પક્ષપાત અને મધ્યસ્થ જ થવાનાં. કોઈ પણ ગચ્છની માનીનતા દઢ કરવાની બુદ્ધિએ અથવા કોઈની માનીનતાનું ખંડન કરવાની બુદ્ધિએ ભાષાંતરો નહીંજ થાય. માત્ર સાહિત્યદષ્ટિએ ભાષાશાસ્ત્ર ( Science of languages ) અને ભાષાવિવેકશાસ્ત્ર ( Philology ) ના નિયમાનુસારજ ભાષાંતર થવાના. એટલું પણ સ્મરણમાં રહે કે, સર્વ ગચ્છોને રંજન કરવાની બુદ્ધિએ અર્થોને કૃત્રિમ બનાવવામાં નહીં આવે. ભાષાશાસ્ત્ર અને ભાષાવિવેકશાસ્ત્ર જેમ અર્થ કરવાનું ફરમાવતાં હશે તે જ પ્રમાણે ઘટાવવામાં આવશે. કોઈ પ્રસંગે એવાં હોય કે જ્યાં એક શબ્દના જૂદા જૂદા અર્થો થતાં હોય ત્યાં આગળ જુદા જુદા વિદ્વાનોના કરેલા અર્થ અભિપ્રાય સાથે તથા સંસ્કૃત, પ્રાકત, પાલીઆદિ કષોની શાખો સાથે આપવામાં આવશે. કહેવાનો મતલબ કે, માત્ર સાહિત્યદષ્ટિ ( Turely literary point of view )થીજ અર્થો ભરાશે. કોઈ ગ૭ને વિના કારણે રંજન કરવાની બુદ્ધિએ કે, કોઈ ગચ્છના ખંડનમંડનની બુદ્ધિએ અર્થે ભરાશે નહીં.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48