________________
૪૧
યુનીવર્સીટીએ જ્યારે જ્યારે જ્ઞાનની નવી નવી શાખાઓ દાખલ કરી ત્યારે ત્યારે તે દાખલ કરવાને માટે ઉદાર શિક્ષણને કારણે દલીલ કરવામાં આવી હતી. મારા અભિપ્રાય પ્રમાણે પંડિત અને મોલવીઓનું પરંપરાથી ચાલ્યું આવતું શિક્ષણ હજાર શિક્ષણ નથી. પંડિત યુરોપી વિદ્વાનો અને બીજાઓને ઘણું ઉપયોગી હશે, પણ તેમને ઉત્તેજન આપવું તે ઉદાર શિક્ષણને ઉત્તેજન આપવા જેવું નથી. જ્યારે તેઓએ વેપારની ફેકલ્ટી દાખલ કરી ત્યારે તે લેકેપયોગી છે એવી દલીલ કરી ન હતી. પણ વાણિજયની ઉચ્ચતર શાખાઓને અભ્યાસ એ ઉદાર શિક્ષણ છે એવી દલીલ કરી હતી. પરાપૂર્વની શિક્ષણ પદ્ધતિ ભરવાની શક્તિ ખીલવે છે, અને અસંખ્યવાર યાદદારતીનો અતિશય ઉપયોગ કર્યાની પદ્ધતિ વખોડી કાઢેલી છે. ભરડુદાસ એ કંઈ ખરા કેળવાયેલા મનુષ્યો નથી એવું ડા. ભંડારકરેજ કહ્યું છે. હવે જે એમ કહેવામાં આવે કે જીવતાં પંડિતોની યાદદાસ્તીમાં જે જ્ઞાનનો ભંડાર ભરેલું છે તે કીમતી છે, તો નવી પ્રજાને તે ભરડવાની પાછી ફરજ પાડવા કરતાં તે લખી કાઢવાને પંડીતોને ઉત્તેજન આપવું જોઈએ. તેઓને જેટલું ખબર છે તેટલું તેઓ લખી કહાડે તો તેમનું જ્ઞાન ખુટી જશે અને પરાપૂર્વની શિક્ષણ પદ્ધતિને ઉત્તેજન આપવાની જરૂર રહેશે નહિ. ઘણા પંડિતો પોતાના છોકરાઓને આધુનિક શિક્ષણ આપે છે માટે તેથી જણાય છે કે પંડિતો પિતાના શિક્ષણની કિસ્મત ઓછી ગણે છે. અને પુરાતન જ્ઞાનના હિમાયતીઓ પણ પિતાનાં બચાઓને આધુનિક પદ્ધતિ છોડી જુની પદ્ધતિ ગ્રહણ કરવાનું ઉત્તેજન આપશે નહિ પુરાતન પરાપૂર્વથી ચાલી આવેલું શિક્ષણ અને હાલનું શિક્ષણ એક બીજાને ગોઠતું આવશે નહિ. હાલના વિચારોની કસોટીમાં જુનું શિક્ષણ ટકી શકશે નહિ.”
જે વિચારવાળી કેળવણી મા. પ્રાંજપેએ લીધી છે તે જ વિચારની કેળવણી અત્યારે સામાન્યપણે સર્વત્ર લેવાય છે, અને જૈનેના સંતાનો પણ તેજ કેળવણીમાં ઉછરે છે અને ભવિષ્યમાં ઉછરવાના. જે પદ્ધતિની કેળવણીથી મી. પ્રાંજપે અત્યારે સંસ્કૃત જ્ઞાનના ફેલાવા વિરૂદ્ધ થયા છે તેવીજ પદ્ધતિ ઉપર શીક્ષણ લેતે આપણો હાલનો યુવકવર્ગ ભવિષ્યમાં, આપણું ધર્મ વિચારો સંબંધે તેવી વિરૂદ્ધતા દર્શાવે એ શું સંભવીત નથી ? અને તે સંભવ ઉભો થવા પામે તે ધર્મસાહીત્યજ્ઞાન તેઓના હાથે ઉદ્ધાર પામે એ શું સંભવીત છે ? આ રીતે અમે અત્યારના વિચારવાતાવરણની અસર ભાવમાં શું થવા ગ્ય છે તેના વિચારપૂર્વક આ કાર્ય હાથ ધર્યું છે.
સંશોધન અને ભાષાંતરની શુદ્ધ, અમને જાણીને સંતોષ થાય છે કે, ગૃહસ્થોને માટે આગમનું વાંચન સર્વથા પ્રતિબં ધમાં હોવું એ અત્યારના બદલાયેલા સંજોગોમાં લાભદાયક નથી એવી ઘણું જૈનભાઈઓની માનીનતા હવે થયેલી છે. આમ છતાં તેઓના મનને વિષે એમ રહે છે કે, આગમના સંશોધન અને ભાષાંતરોની શુદ્ધિ બરાબર રહેવી જોઈએ. આ સંબંધમાં અમે જણાવવા આજ્ઞા લઈએ છીએ કે, અમે–અમારામાં–માણસ જાતમાં જેટલી શક્તિઓ-સાધનો હેય તેટલાં કામે લગાડવામાં પછાત નહીં પડીએ. અમારી જવાબદારી (Responsibility)