Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 41
________________ આ સમય અનુકૂળ લાગવાનું ત્રીજું કારણ અમને એ લાગે છે કે, વ્યવહારૂ સ્થિતિ ( practical situation ) આવા પ્રયનની તરફેણમાં છે. રૂઢીબદ્ધ સમાજ પોતાની પ્રતિકૂળતા ગમે તેવી રીતે વાચામાં દાખવે, પણ આટલું તે ખરું છું કે, શુદ્ધ, સરળ દેશભાષામાં ગમે તૈયાર થાય તે અમારી સમાજને તે આગમ લીધા વિના છુટકો નથી; કારણ કે રૂચિવાન સાધુઓ અને ગૃહસ્થ શુદ્ધ અને દેશ ભાષામાં તૈયાર થયેલાં ધર્મ સાહિત્યના જિજ્ઞાસુ હજુ આપણે વિષે વિદ્યમાન છે. અમે સંપૂર્ણપણે માનીએ છીએ કે આવા ધર્મસાહિત્યના જિજ્ઞાસુઓ અત્યારે જે સંખ્યામાં મળે તેમ છે તે સંખ્યામાં એક જમાના પછી મળવાનો બહુ ઓછો સંભવ છે. આ સ્થિતિને અમે વ્યવહારૂ સ્થિતિ ( practical situation ) કહીએ છીએ. ઉપર દોરેલી હકીકત પછી અમારે આગમપ્રકાશનો આગ્રહ અધીરજ વાળો નહીં લાગતા વખતસરને ( timely ) લાગશે એમ અમે આશા રાખીએ છીએ. આ ઉપરથી દર્શાવેલાં કારણો ઉપરાંત હજુ અમારી પાસે એક વિશેષ બળવાન કારણ છે. જેઓએ પાશ્ચાત્ય કેલવણીના આરંભથી તે અત્યાર સુધીના સમયનો ઈતિહાસ વિચાર્યો હશે તેઓના અનુભવમાં આવ્યું હશે કે જે સંખ્યામાં પ્રથમ મુનિરાજે ઉત્પન્ન થતા હતા, અથવા ગૃહસ્થ દીક્ષિત થતા હતા, તેટલા હાલમાં થતા નથીબીજું એ અનુભવમાં આવ્યું હશે કે સંપૂર્ણ પાશ્ચાત્ય કેળવણી લીધેલ મનુષ્યોમાંથી એક પણ મનુષ્ય દીક્ષિત થયા નથી. આ બે વાત ધ્યાનમાં રહે તે જણાવું જોઈએ કે એક જમાના પછી દીક્ષા લેનારાઓની સંખ્યા ઓછી થશે, અને કેલવણી પ્રાપ્ત વર્ગમાંથી દીક્ષા લેનારાની તે આશા જ લગભગ નહીં જેવી છે. વસ્તુતઃ સ્થિતિ આવી હોવાનો સંભવ હોઈ. અમે એમ માનીએ છીએ કે, આગમને જેવા સમજવાવાળા મુનિરાજે અત્યારે છે તેવા એક જમાના પછી મળવાનો બહુ ઓછો સંભવ છે. આમ હોઈ, આગમ પ્રકાશનને અત્યારે વિદ્યમાન મુનિરાજોના જ્ઞાનની જે સહાયતા મળે તેમ છે. તે ભવિષ્યમાં મળવાને ઓછો સંભવ છે. ધી બૅએ કૅનીકલે પણ અત્યારે વિદ્યમાન મુનિરાજની સંસ્થાનો લાભ લેવાની અમને સલાહ આપી છે તે અમને કેવળ ગ્ય લાગે છે. વળી જ્યારે વસ્તુ સાધ્ય (Inactical view ) લઈએ છીએ ત્યારે પણ અમને એમ લાગે છે કે, આગમના જાણનાર અને તેના પ્રકાશનને ઉત્તેજન આપનાર તરીકે અત્યારે જેટલા મુનિરાજો નીકળશે તેટલા એક જમાના પછી નહીં નીકળે. કારણ પશ્ચિમની કેળવણી તેવા મુનિરાજ ઉત્પન્ન કરવા દે એજ સંશયામક છે એમ અમે ઉપર બતાવ્યું છે. અમારી સન્મુખ આવા સંજોગો ઉભાં રહેતાં અમે આ સાહસ ઉપાડવાના પ્રયત્ન તરફ દયા છીએ; એટલે કે અમે માનીએ છીએ કે આગમનો ઉદ્ધાર કરવા માટે જે આ સમય અનુકળ છે તે અનુકુળ સમય ભવિષ્યમાં નહીં રહે. એવી વસ્તુ સ્થિતિ ( practical situation) અમને લાગતાં અમે આ કાર્યને અંગે આગ્રહ રાખીએ છીએ. અમારા જે મિત્રો અમને ખ્યાલી ભલું” (Sentimental good) કરવા કરતાં વ્યવહાર ભલું” (practical good) કરવાનો પ્રયત્ન શીલ થયેલા જોવા ઇચ્છે છે તેઓને અમે માનપૂર્વક જણાવીએ છીએ કે, અમને એવી પ્રતીતિ છે કે મનુષ્યજાતને “વ્યવહાર ભલું”

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48