Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ કટ આ વાત પણ સત્ય છે કે આપણા આધેડ અને વૃદ્ધોની જગેએ ત્રીશ વર્ષ (એક જમાનો-Generation) પછી તરૂણો આવશે. એ તરૂણાના હાથમાં સમાજ અને ધર્મ અને બીજી તમામ પ્રત્તિઓનો અધિકાર જશે. અમને એમ કહેવામાં આવે છે કે, કેળવણીના પ્રતાપે દુરાગ્રહી (Dogmatic ) વિચાર ઓછા થતા હોઇ, જ્યાં સુધી મોટી સંખ્યા દુરાગ્રહી- (Dogmatic) વિચારોથી પ્રતિકૂળ વિચારો ધરાવનારી થાય ત્યાં સુધી આગમ પ્રકાશનને વિચાર કરવાની અધીજ કરવી નહીં. અમને વળી એમ કહેવામાં આવે છે કે અત્યારે આજ્ઞામૂલક વિચારેના શ્રદ્ધાળુઓ “ આગમ પ્રકાશન થાય નહીં, શ્રાવકોથી આગમનું વાંચન ન થઈ શકે-શ્રવણ માત્ર થઈ શકે.” એવા વિચારો ધરાવતા હોઈ આગમપ્રકાશનની તરફેણમાં થતાં નથી; પણ જ્યારે આવા વિચારો ધરાવનારાઓ આધેડ અને વૃદ્ધાની જગાએ તરૂણે આવશે ત્યારે આગમપ્રકાશનની બધાં તરફેણજ કરવાના; અને સરળતાથી આગમ પ્રકાશનનું કામ થઈ શકશે. માટે આવો વખત આવે ત્યાં સુધી ઢીલ કરવી. આમ કહેનારાઓને અમે એમ એમ જણાવવા માંગીએ છીએ કે એ વાત ખરી છે કે કેળવણીના કારણે “આગમ પ્રકાશન થાય નહીં, ગૃહસ્થોથી આગમનું વાંચન ન હેય-શ્રવણ માત્ર હેય ” એવા દુરાગ્રહી (Dogmatic) વિચારો જતાં રહેશે; પણ તેવા વિચારો જતાં રહે ત્યાં સ્થિતિ કેવા પ્રકારની આવીને ઉભી રહેશે ? અમે એમ કહીએ છીએ કે સ્થિતિ એવા પ્રકારની આવીને ઉભી રહેશે કે અમારા તરૂણોને આગમ પ્રકાશનને અંગે પ્રયત્ન કરવાની જ બુદ્ધિ નહીં થાય; કેમકે અમારા તરૂણો એવા સંસ્કારવાળા દિવસે દિવસે વધતા જ જવાના કે જેઓ (૧) દેશની આર્થિક નબળાઈને કારણથી (૨) વ્યવહારૂ ભલું (practical good) કરવાના અભિપ્રાયથી અને (૩) બુદ્ધિગમ્યવાદ (Rationalism)ના વિચારોની અસરથી ધર્મોને માત્ર ખ્યાલી વાદ (Sentimentalism) માની ધર્મ સાહિત્યને પ્રકટ કરવા માટેના ખર્ચને “માત્ર દ્રવ્યનો નિરર્થક વ્યય ” ગણવાના અભિપ્રાયવાળા થશે. આવા અભિપ્રાય ધરાવનાર તરૂણો–કે જે તરૂણોના હાથમાં એક જમાના ( ત્રીસ વર્ષ પછી આધેડે અને વૃદ્ધાને સર્વ વહીવટ અવશ્ય જવાને–તરફથી એવી આશા કયાંથી રાખી શકાય કે, તેઓ ધર્મસાહિત્ય ( આ સ્થળે આગમ સાહિત્યના ) પ્રકાશનની દરકાર કરશે ? ભવિષ્યની સ્થિતિ અમને આવા પ્રકારની લાગતી હોઈ અમે આ દિશામાં પ્રયત્ન કરવાનો સમય અત્યારને અનુકુળ છે એમ માન્યું છે, કારણ કે પશ્ચિમ ભણીની કેળવણીથી ઉપજતા સંસ્કારો હજુ પિતાની મર્યાદિત હદમાં છે. અત્યારે પશ્ચિમ ભણીની કેળવણી લીધેલ વર્ગ હજુ ધર્મના વિચારમાં સારી પેઠે શ્રદ્ધાળુ હોઈ Rationalism ની અસર તળે થડેજ મૂકાયો છે. બીજી તરફથી આપણો રૂઢીબદ્ધ સમાજ ( Conservative Society ) પોતાનું બળ બતાવવા પ્રયત્ન કરે છે, છતાં તેમાં કુદરતી શિથિલતા આવી ગયેલી હોઈ. આવાં પ્રયત્નને આડે આવી શકે એવા સંજોગો બહુ ઓછા થઈ ગયા છે. આ કારણથી પણ અમને આ સમય અનુકુળ લાગે છે.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48