________________
૪૪
આફ્રિ બાબતેની તપાસ કરી પછી આવી સૂચના કરવી યાગ્ય છે કે નહી તેને વિચાર કરવા અમે સમાજને આગ્રહપૂર્ણાંક વિનવીએ છીએ. આમ છતાં અમે આ સ્થળે જાહેર કરીએ છીએ કે કાઇ પણુ મુનિ મહારાજ ભગવતીજી કે ખીજાં ગમે તેસૂત્રના સશોધનનું અને અનુવાદનું કાર્ય હાય ધરવા કૃપા કરશે તે અમે અંતઃકરણપૂર્વક ઉપકાર માની તેમ કરાવવા તૈયાર છીએ. તેઓ તરફથી કાઈ પણ મૂત્રનું સંપૂર્ણ શુદ્ધ સ ંશાધન અને ભાષાંતર કરવાનું માથે લેવામાં આવશે તે અમે દરેક જાતની તેઓશ્રી કહેશે તે સામગ્રી પાડીશું અને તૈયાર થયે છપાવી પ્રકટ કરીશું.
પૂરી
છેવટમાં નિતિ.
આ રીતે જુદા જુદા કેટલાક અભિપ્રાયાના સબંધમાં અમે અમારા વિચાર રજુ કર્યા છે. જે પ્રકારના અમારા વિચારે છે તેને અનુસરી આ કાર્ય અમે હાથ કર્યું છે. એ કહેવું આત્મશ્લાધારૂપ છે કે, આ કાર્ય અમે સમાજના હિતને દ્રષ્ટિમાં રાખીનેજ હાથ ધર્યું છે છતાં કહેવું યેાગ્ય છે કે આ મહત્વના કાર્યને અંગે અમારે જે કાંઈ ભાગ આપવે પડશે તે નજરમાં રાખી અમારા પ્રયત્ન તરફ સહાનુભૂતિ રાખવી કે નહીં તે વિચારવાનુ કામ સમાજનુ છે.
માણેકચાક,
અમદાવાદ ૧-૧૧-૧૯૧૩.
મનસુખલાલ રવજીભાઈ મેહતા.
માનદ કાર્યભારી, શ્રી જિનાઞમ પ્રકાશક સભા.
શ્રી સત્યવિત્ત્વ પ્રીન્ટીંગ પ્રેસમાં ગ્રા. સાંલચંદ હરીભાલે છાપ્યા —અમદાવાદ.