________________ શ્રી જિનાગમપ્રકાશકસભા. ખબર. આ સભા તરફથી તા. 1-8-1913 ને રોજ એક યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં શ્રી જિનાગમમાં સુપ્રસિદ્ધ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર મૂળ માગધી પાઠ, સંસ્કૃત ટીકા તથા તે બંનેના ગુજરાતી ભાષાન્તર સહિત રૂ. 30-0-0 ( પટેજ જુદું ) ની કીમતે સંવત્ 1969 ના ભાદરવા શુદ્ધ પુર્ણીમા સુધીમાં યોગ્ય ગ્રાહકસંખ્યા થશે તે તૈયાર કરાવવાનું જણાવવામાં આવ્યું હતું. અમને જાહેર કરતાં સંતોષ થાય છે કે, અમને ભગવતી સૂત્રના આ કીમતે યોગ્ય ગ્રાહક મળવાથી આ સૂત્ર તૈયાર કરાવવાના નિર્ણય ઉપર આવ્યા છીએ. જાહેર વર્તમાન પત્રો અને જાહેર તથા ખાનગી ગૃહસ્થા તરફથી અમને એવી સૂચનાઓ થઈ છે કે, ભાદરવા શુદ પુર્ણ માની મુદત ઘણી ટુકી હોઈ તે મુદત લંબાવવી. તેઓની આ સૂચનાને અનુસરી અમોએ રૂ. 30-0-0 ની કીમતથી ગ્રાહકે નોંધવાની મુદત સંવત્ 1970 ના મહા વદ અમાસ સુધી લ‘બાવી છે. માટે જેઓએ આ કીમતને લાભ લેવો હોય તેઓએ હવે તે મુદત દરમ્યાનમાં પિતાના નામ નોંધાવવાની મેહરબાની કરવી. માણેકચોક, અમદાવાદ. ) મનસુખલાલ રવજીભાઈ મેહતા. તા. 16--10--1913 ] માનદ કાર્યભારી, શ્રી જિનાગમપ્રકાશકસભા.