Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 39
________________ અત્યારે એવા કેળવણી પામેલા માણસો મળી આવે છે કે જેઓ સાહિત્યવિષયક આદિ ધર્મ વૃત્તિઓમાં “થોડુંક ભલું ” જુએ છે અને જેમાં માનવ જાતને પ્રત્યક્ષ લાભ થાય તેવા કાર્યને વિશેષે ઈચછે છે. આ બીજા વર્ગના માણસો કરતાં જેઓ આવા પ્રકારના કાર્યને માત્ર દ્રવ્યને ગેરવ્યય ગણે છે એવાં માણસોની સંખ્ય થોડી છે. આ સંખ્યા ઘેડી છતાં તે હમેશાં વધતી જવાની, કેમકે પશ્ચિમ ભણીના દેશોમાં બુદ્ધિ ગ્રહણ કરે તેજ પ્રકારમાં સમાજનો વ્યવહાર હોય તેને ધર્મતરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકારના વાદને Rationalism કહેવામાં આવે છે. યુરોપ અને અમેરિકાની અંદર એવી અનેક સંસ્થાઓ ઉત્પન્ન થઈ છે કે જે માત્ર ધર્મ તેને કહે છે કે જે બુદ્ધિને ગ્રાહ્ય થઈ શકે. આ વિચારની ત્યાં એટલી બધી અસર થવા પામી છે કે કિશ્રીઅન આદિ કરોડો મનુષ્યોની સંખ્યા ધરાવતા ધમૅ ભયમાં પડયા છે કે આ નો વાદ, તેના (કિશ્રીઅન આદિ ધર્મોના ) પાયા હચમચાવી મૂકશે–ડામાડોળ કરી નાંખશે. આ નવા Rationalism વાદની હવા આપણા દેશમાં ક્યારની આવી પહોંચી છે. આપણા દેશના ઘણું કેળવાયેલા તરૂણો એ વાદને માન આપવા લાગ્યા છે, જ્યારે ધર્મવ દેને માત્ર ખ્યાલીવાદ (Sentimentalism) તરીકે ઓળખે છે. તે અત્યારે “ વ્યવહારૂ ભલા” (practical good) ના સંસ્કારો છે તે જ્યારે Ralionalism વાદના સહવાસી થઈ વર્ધમાન થવા માંડશે ત્યારે આપણું દેશમાં એવા ઘણા કેળવાએલા તરૂણો નીકળશે કે જે ધર્મસાહિત્યવિષયક ધર્માદા ખર્ચને “માત્ર દ્રવ્યને ગેરબૈય” ગણવાના. અત્યારે જે સ્વરૂપ આ વિચારનું જણા છે તે એક જમાના પછી વધીને કેટલું જશે તે, જેઓ “જગત વિચારોના અવલોકન કરનારાઓ” છે તે કહી શકે તેમ છે. આ અમેએ આલખેલું ચિત્ર નજરમાં રાખવાની ભલામણ કરી હવે એક બીજું ચિત્ર આલેખીએ છીએ. આપણા દેશમાં કેળવણી પામેલે વર્ગ (Educated class) બહુધા એ વિચાર ધરાવતો થયો છે કે વિચાર શુન્ય દુરાગ્રહી વિચારો ન જોઈએ. ખુદ નામદાર ગાયકવાડ સરકારે આવા ભાવમાં એક જન પરિષદને લખ્યું હતું. આગામલક ધર્મ વિચાર ન જોઈએ એવી ભાવના દિન પ્રતિદિન વધતી જાય છે; અને તે વધતી જવાની. આજ્ઞામૂલક વિચારો ન જોઈએ એથી આજ્ઞામૂલક ધર્મપરરૂચી ઓછી થવાની એ વાત બાજુએ મૂકી અત્યારે અમારે તે પ્રસંગ એટલા માટે દેરવો પડ્યો છે કે, દરામલી (Dogmatic) વિચારને નહીં સ્વીકારનાર આ કેળવાએલે વર્ગ. “આગમ પ્રકાશન થાય નહીં”, અથવા “ગૃહસ્થોથી આગમનું માત્ર શ્રવણ થઈ શકે, વાંચન થઈ ન શકે ” એવા વિચાર સ્વીકારવાની ના પાડે છે. આવા વિચારો ધરાવનાર વર્ગ એક જમાના (ત્રીશ વર્ષ ) પછી ઘણો મોટો વધી જવાને એ નિઃસંશય વાત છે. અત્યારના સંજોગો જોતાં એટલું તે તરત અનુભવમાં આવી શકે એવું છે કે આ પણે પશ્ચિમ તરફની કેળવણી લીધા વિના હવે કે રહ્યા નથી. આજે જે પ્રમાણમાં એ કેળવણી છે તે પ્રમાણુ કરતાં એક જમાના પછી તે કેળવણી ઘણી વધવાના દરેક સંભવ છે.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48