Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ વાણીના અનંત પરાક્રમો નહીં સમજવારૂપ આપણું મૂઢતાજ ગણાય. અમે આ પ્રકારે અત્યારના જમાનાના બદલાયેલા સંજોગો જોઈનેજ આગમ પ્રકાશનનું કામ હાથ ધર્યું છે. અમે એમ માનીએ છીએ કે, અમે જે યીંચિત મહેનત કરવા પ્રેરાયા છીએ તેમાં અમારી તે જિનેશ્વરે પ્રત્યેની ભક્તિ છે. અમારી ભક્તિ એવી છે કે, તે કૃપાળુ પુરૂષોના વચનામૃત, વિપરીત રીતે અમારા તરૂણો પશ્ચિમ ભણીના લેખકેથી ન સમજે, એટલું જ નહીં; પણ અમારા તરૂણો તે પ્રભુના વચનો યથાયોગ્ય રીતે જગત આગળ મૂકી શકે તે માટે અમારાથી બની શકે તેટલે સરળ માર્ગ કરી દેવો. અમારી ભક્તિને આ પ્રકાર અમને પ્રિય લાગે છે. આ પ્રસંગ પરત્વેની અમારી દલીલોને આટલેથીજ પતાવી છેવટે એટલું જ વિનવીએ છીએ કે, “ગૃહસ્થથી આગમનું વાંચન થાય નહીં.” એવી માનીનતાને દઢપણે વળગી રહેવામાં શ્રી જિનપ્રભુના શાસનને લાભ છે કે, તે માનીનતામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી બદલાએલા સંજોગો જોઇ, અવકાશ આપવામાં લાભ છે તેને વિચાર કરી જશે, અને જે એમ ખાત્રી થાય કે તેવો અવકાશ આપવામાં લાભ છે તે અમારો ઉત્સાહ વધારવાને માટે આપનાથી બને તેટલું કરશો. આ ચર્ચા પરથી જૈનસમાજ જોઈ શકશે કે, જે શ્રી પ્રભુના મુખ વચનરૂપ આગમોનું પ્રકાશન જૈનશૈલીપૂર્વક હવે આપણે જગત સન્મુખ નહીં મૂકીએ, તો પશ્ચિમ ભણીના વિદ્વાનોથી જૈન સંબંધી લખાતા લખાણથી જૈનશાસનની હેલના થતી નહીં. અટકે. આવી હેલના થતી અટકાવવાનો એક ઉપાય આગમ પ્રકાશન કરવાને છે અને બીજો ઉપાય “ આગમનું વાંચન ગૃહસ્થથી પણ થઈ શકે.” એવી વિસ્તૃત માનીનતા કરવાનો છે. અને આવી વિસ્તૃત માનીનતા કરવામાં આપણે એટલા માટે વ્યાજબી ગણુઈશું કે, ચૈત્યવાસીઓના પ્રસંગોથી આગમ વાંચનના સંબંધમાં નિયમે, ઘડાયા હતા અને હવે ચત્યવાસીઓનો પ્રસંગ સર્વથા ગયો છે. આ કાર્ય કરવાનો વિચાર કરવામાં અમારી મુખ્ય લાગણી જૈનશાસનની હેલના થતી અટકાવવા સંબંધીનીજ છે. જૈનશાસનની થતી હેલના અટકાવવા માટે, તેમજ જૈન પ્રજા પ્રત્યે દીલજી ધરાવનાર અસાધારણ પુરૂષોના ઠપકાઓથી જૈન પ્રજાને મુક્ત કરવાના અનેક ઉપાયે માને એક ઉપાય, ગૃહસ્થને આગમના વાંચનને પ્રતિબંધ હવે બદલાયેલો સંજોગોમાં ન જોઈએ તે હોઈ અમે આવાં અભિપ્રાય પર આવ્યા છીએ. શ્રીમંત ગાયકવાડ સરકાર સર સયાજીરાવ મહારાજ જૈન પ્રજા પ્રત્યે પૂર્ણ દીલજી ધરાવનાર પુરૂષ છે. તેઓને આપણા ધર્મ અને આપણા સિદ્ધાંત પ્રત્યે બહુ પ્રેમ છે. છતાં આપણી ઉપેક્ષાઓ માટે તેઓ બહુ ખેદ ધરાવે છે. તે નામદારે જૈન પ્રજા જોગ લખેલા એક સંદેશાને નીચેનો ભાગ આપણને દિવસોજી પૂર્વક ઠપકે આપનાર છે. નામદાર મહારાજ સાહેબ લખે છે કે – ; .

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48