Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ (યુનિવર્સિટી)માં કરાવવામાં આવે છે તેથી પ્રાચીન ગ્રીક ખગોળવિદ્યાના સંબંધમાં લેકને નઠારી અસર થતી નથી. પરંતુ એથી ઉલટું, એ અભ્યાસથી તરુણે એવા સુંદર વિચાર ઉપર જતાં શીખ્યા છે કે, ઘણાં જુના સમયમાં પણ ગ્રીકે ખગોળજેવા વિષયમાં કેટલા આગળ વધવાને પરિશ્રમિત હતા. બીજા શબ્દોમાં કહીએ તે પ્રાચીન ગ્રીક ખગોળવિદ્યાની પ્રગતિ ( Progress ) જોઇને તેઓ ચકિત થઈ જાય છે. આ ખુલાસાઓમાં અન્યત્ર જિનાગમ સંબંધમાં પ્રોફેસર વેબરે જર્મન ભાષામાં જે નિબંધ લખ્યાનું. કહેવામાં આવ્યું છે. અને જે નિબંધમાં કેટલેક સ્થળે જૈનોની વિરૂદ્ધ લખ્યાનું જણાવવામાં આવ્યું છે, છતાં જે નિબંધ બહુ વિદ્વતા ભરેલ ગણી તેનો ઉત્તર આપનાર અત્યારની જૈનસમાજમાં કાઈકજ હોય એમ કહેવામાં આવ્યું છે એ નિબંધમાં છે. વેબરે જૈન ખગોળ વિદ્યાના સંબંધમાં કહ્યું છે કે “આવા પ્રકારનો વિશેષ પુરાવો મેળવવા આપણે હવે ખગોળવિદ્યા અને જ્યોતિષ સંબંધી વિચારીશું. આ શાસ-જૈનખગોળશાસ-ગ્રીક ખગોળવિદ્યાની પ્રમાણભૂત છાયાથી પ્રાચીન છે બલકે ઓછામાં ઓછી રીતે કહીએ તે સર્વ બાબતમાં ગ્રીકવિવાથી સ્વતંત્ર છે.” જૈનની ખગોળ આદિ વિદ્યાઓ, વર્તમાન વિદ્વાન પાસે મૂકાતાં તેના પૂર્વના પરિકમનો ચમત્કાર દષ્ટિગોચર થવાનો પ્રસંગ આ રીતે, આગમપ્રકાશનથી થશે. જૈનેનું સૂક્ષ્મ જંતુશાસ્ત્ર (Biology) વગેરે શાસ્ત્રોક્ત વિદ્યાઓ પ્રકાશ પામી વર્તમાન વિદ્વાનો તેનું માહામ્ય ગાતાં શીખશે. આ સઘળા લાભો ઉપરાંત જે મોટામાં મોટો લાભ થશે તે જૈન ઈતિહાસ લખવાનું મુખ્યમાં મુખ્ય સાધનજિનાગમતે વર્તમાન ઇતિહાસકારોના હાથમાં મૂકાવાથી જૈનઇતિહાસ તેના ખરા સ્વરૂપમાં મૂકાઈ શકશે. જિનાગમ કે જે અર્ધ માગધી ભાષામાં લખાએલા છે તેના ગુજરાતના અદ્વિતીય અભ્યાસી સાક્ષર શિરોમણી શ્રીયુત કેશવલાલ હર્ષદરાય ધ્રુવ જિનાગમને જૈન ઇતિહાસ લખવાનું મુખ્ય સાધન માને છે. તેઓના અમારા ઉપરના નીચેના પત્રથી તે વાત જણાશે – અમદાવાદ, તા. ૯ મી સપ્ટેમ્બર, ૧૯૧૩. ૨. રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, શ્રીજિનાગમ પ્રકાશક સભાના માનદ કાર્યભારી, - માણેકચોક. જનસાહિત્યમાં પ્રાધાન્યતા ભોગવતા ૪૫ આગમ સંસ્કૃત ટીકા અને ગુજરાતી અનુવાદ સાથે છપાવવાની તમારી વેજના આદરને પાત્ર છે. બીજા ધર્મોની પેઠે, જૈન ધર્મમાં પણ અનેક વિભાગ અને પેટા વિભાગ છે તે તરફ ઢળી ન જતાં આગમની મૂળ શુદ્ધિ અપક્ષપાતની દૃષ્ટિથી જળવાવાની કેટલી આવશ્યકતા છે તે આવાં કામ માથે લેનારની જાણબહાર ન હોવું જોઈએ. અનુવાદમાં એવી તટસ્થતા તેથી પણ વધારે અગત્ય ધરાવે છે. જૈનધર્મને સર્વમાન્ય ઇતિહાસ રચવાની સામગ્રી જૈનસાહિત્ય છે. માટે તે સમગ્ર વિશ્વાસ પાત્ર રૂપમાં બહાર પડવાની બહુ જરૂર છે. પિસ્તાળીશ આગમ એ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48