Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ ૩૪ કુરાનને માટે દાખલા લ્યેા. તે પણ આવેાજ અનુભવ થશે. શ્રીમદ્ ભાગવત જેવાં માત્ર કલ્પનાની મૂર્તિરૂપ લાગતાં પુરતા વાંચીને લેાકેા ક્રમ અશ્રદ્ધાળુ થવાને બદલે 'કિમચંદ્ર અને બાબુ સિંહ જેવા પુરૂષો ઉત્પન્ન કરે છે કે જે શ્રીમદ્ ભાગવતનું ખરૂં સ્વરૂપ સમજાવી જગત્ને ચકિત કરી દે છે ? પોતપોતાના ધર્મવાળા આવા પુસ્તામાં શ્રદ્ધાથી રહે છે એટલુંજ નહીં, પરંતુ ખીજાં દર્શને અને ધર્માંવાળાં, પ્રાચીન ગ્રંથેાની સાદી અને કલ્પનાએ ભરેલી રચના લાગે છતાં તેના જે મૂળ પુરૂષ તેના પ્રત્યે મેટાં માન અને શ્રદ્ધાથી જુએ છે. જુએ. આજે યુરોપ અમેરિકામાં એકલા ખાઇબલના પ્રણેતા પુરૂષ જીસસ ક્રાસ્ટનેજ એકલા મહાત્મા તરીકે સ્વીકારતાં નથી. ત્યાંના લેાકેા, શ્રીમહાવીર સ્વામી, યુદ્ધ મહારાજ, ક્રાઇસ્ટ, મહેમદ પેગમ્બર, જરથાસ્થ, શ્રીકૃષ્ણ આદિ પુરૂષાને અસાધારણ પુરૂષા તરીકે ઓળખી તેમને માન આપે છે. જો આ પુરૂષોની ગ્રંથકૃતિઓની ઉપલક રચનાજ જોઇ હાત તા કદાપિ તેને તેવા અસાધારણ પુરૂષા તરીકે માનત નહીં. તેએના હૃદયા જોઇ તેમને અસાધારણ પુરૂષા માન્યાં છે, અને માને છે. આ ઉપરથી, ત્રાની બાહ્ય રચનાએ જેએને સાદી લાગતી હોય અને તેથી તેને ભરમ છે તેમ કાયમ રહેવા દેવા જોએ એમ જેએ માનતાં હેાય તે જોઇ શકશે કે, તેઓ ભય માત્ર એક કલ્પનારૂપે છે. એ ભગવાનના વચનેાનુ આંતર્સ્વરૂપ એવુંજ ઘટે છે કે, જે કાઈ દહાડા અશ્રદ્ધાળુ ન બનાવે, પણ પરમ ભક્ત બનાવે; એમ અમારી તે પાકી પ્રતીતિ છે. અમે ઉપર બાઇબલ સંબધી હકીકત દારી છે તેથી . અમને ખાટા સ્વરૂપમાં સમજવામાં નહીં આવે એમ અમે માનીએ છીએ. અમારે અભિપ્રાય માઅલને સર્વથી વિશેષ ઉપકારક છે એમ મનાવવાના નથી. પરંતુ અમારૂં કહેવાનું રહસ્ય એમ છે કે, માઈબલ એ સામાન્ય નીતિનું અને દંતકથાનું પુસ્તક લાગે તેવું છે છતાં સ્વધર્મની આધ શ્રદ્ધાથી જે તેને માનનારાઓ છે તે તેની સાદી રચના જોઇનેજ અશ્રદ્ધાળુ થઈ જતાં નથી ત્યારે જૈનસૂત્રેા તેા વિજ્ઞાન વિદ્યા ( Science ), તત્વજ્ઞાન ( Philosophy) અને નીતિ — Morality )થી ભરપુર છે, તેની બાહ્ય પદ્ધતિથી માહાત્મ્ય ઘટવાના મુદ્દલજ સંભવ નથી. આ રીતે આગમ પ્રકાશનથી બાળજીવાની દૃષ્ટિમાંથી માહાત્મ્ય ઘટવાના ભય રાખવેા અસ્થાને છે એમ જોવામાં આવશે. જ્યારે આગમા વિદ્વાનેા પાસે મૂકાશે ત્યારે ઉપર વર્ણવેલા લાભા થવાનેા સારી પેઠે સંભવ છે,

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48