________________
ર૫
છે કે નહીં ? પશ્ચિમભણીની ભાષાઓના અભ્યાસીઓ આપણે મુનિરાજે છે કે ગૃહસ્થ વર્ગ ? ભવિષ્યમાં પણ આપણે મુનિરાજે ઈગ્લીશ, ફ્રેંચ, જર્મન આદિ પશ્ચિમ ભણીની ભાષાઓના અભ્યાસીઓ થવાને નજીકમાં સંભવ છે કે ગૃહસ્થ વર્ગ થવાનો વિશેષ સંભવ છે? જે ગૃહસ્થ વર્ગ થવાનો વિશેષ સંભવ હોય તો જેનાગમનાઅભ્યાસીઓ જે ગૃહસ્થ વર્ગ જાતે પોતે જ ન હોય તો જેનાગમ વિરૂદ્ધ લખાએલા લેખોનું ખંડન ( Refutation ) તેઓ કેમ કરી શકે ? જે એવી દલીલ કરવામાં આવે છે, તેવા લેખો બહાર આવે ત્યારે ગૃહસ્થ વર્ગ મુનિરાજેની સહાયતાથી તેના ખંડનો કરવાં. આ વાત એવી છે કે જેમ કોઇ ન્યાયની અદાલતમાં એક મુકરદમ ચાલતું હોય અને બચાવ કરનારે કાયદા કાનુનની સહાદતને આધાર બીજા ઉપર રાખવાનું હોય તેના જેવી છે. જે માણસ પોતે જ કાયદાથી વાકેફ છે તે જેવો બચાવ કરી શકે તેવો બચાવ, જે માણસ કાયદાની સાહદાનો આધાર બીજા માણસ ઉપર રાખીને કરે તેવો થાય ખરો ? વળી હાલના-જે જમાનામાં પિતાના નિર્વાહ માટે માણસેએ જીવતોડ મહેનત કરવાની છે ત્યારે આવા પ્રકારનો લાંબો માર્ગ કામ આવી શકે તેવું પણ નથી.
હાલના પ્રગતિના જમાનામાં નવા નવા અનેક વિચાર–નવી નવી અનેક ચળવળ થાય છે. કોઈ સમયે પણ કલ્પના કે સ્વપ્નમાં આવી ન શકે તેવા પ્રયત્ન-મંથન થાય છે. આવા જમાનામાં સમાજના બની શકે તેટલા સભ્યોએ જૂદી જૂદી દિશાઓમાં તૈયાર થઈ રહેવાની જરૂર છે. યુરોપ, અમેરિકામાં અનેક ધર્મપરિષદો ભરાય છે. આપણું જે નિયો પણ હવે પૂર છુટતી તે દેશોમાં પ્રવાસ કરે છે. ધારો કે, બર્લીન કે વિયેનામાં એક સર્વધર્મપરિષદ ભરાયું હોય. ત્યાં આગળ, મરહુમ શ્રી. વીરચંદ ગાંધી કે મરહુમ મી, ગોવીંદજી મેપાણી જેવા ધર્મઅભ્યાસવાળા જેન ગૃહસ્થો હાજર હોય અને કોઈ પાશ્ચાત્ય વિદ્વાન જૈન કે જેનાગમ સંબંધી વિચારો બતાવતા હોય, અને તેમાં જૈન દ્રષ્ટિએ ઘણું પ્રતિકૂળ હોય. આવા પ્રસંગે, હાજર રહેલા જૈન ગૃહસ્થને આગમ સંબંધીનું જ્ઞાન હોય તો તેના રદીઆઓ આપી શકે કે નહીં ?
વળી, ધારો કે, એક જૈન ગૃહસ્થ ચિકાગો કે લંડનની યુનિવર્સિટીની એકાદ કલેજમાં જઈ ચઢે, અને ત્યાં મીટ બર્નના Religions of India નામક પુસ્તકમાંથી આચારાંગદિ સૂપર વિવેચન ચાલતું હોય; અને આચારાંગને જગતના સાથી કંટાળા ભરેલા સાહિત્ય તરીકે ઓળખાવાતું હોય, તે જે તે જન ગૃહસ્થને આગમનું જ્ઞાન હય, તે તે વખતે તે ભૂલ ભાગી, આચારાં દિને ચમત્કાર ન બતાવી શકે છે ,
હમણાં, વિલાયતમાં “ Encyclopedia of Religions” એક કંપની તરફ થી તૈયાર કરવામાં આવે છે. આ એક જગતના સર્વ ધર્મોના અનેક વિષય સંબંધીને કેલ છે. આ કાષ–સંગ્રહમાં જૈન ધર્મ સંબંધમાં વિષય લખવા માટે છે. હર્મન જેકૅબીને રોકવામાં આવ્યા છે. ધારો કે, તેવું લખવા માટે જૈન ગૃહસ્થ વિદ્વાનને આમં ત્રણ આપવામાં આવે, અને “ જૈનાગમ સંબંધમાં અત્યાર સુધી પશ્ચિમ ભણીના લેખકેએ કરેલી ભૂલ ” સંબંધી વિવેચન લખવાનું તેને કહેવામાં આવે તે શું તે જૈન ગૃહસ્થ એમ કહેવું કે “અમે જૈન ગૃહસ્થને જૈનાગમ વાંચવાનું બંધ છે એટલે મને આ ગમનું કાંઈ જ્ઞાન નથી. એટલે મારામાં લખવાની આવડત નથી ?” . * *