Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ આવે ય સાધુ-સાધ્વીના પાચારદર્શક આચારાંગ મુત્રમાં કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંથી અમે થાડાક નિયમ જૈનેાના આચાર દર્શાવવા લઈએ છીએ. આ સાહિત્ય સમસ્ત જગત્માં સાથી અત્યંત કટાળા આપે તેવું છે; અને તે નાસ્તિક આચાર બાંધનાર ( શ્રી તીર્થંકર)ના લઘુગ્રંથના નિષ્કર્ષ આપીશુ તો બસ થશે. "" જૈન અને જૈનાગમ સંબંધમાં પશ્ચિમ ભણીના વિદ્વાનેએ ઘણું લખ્યું છે. એટલું બધું લખ્યું છે કે, નવીન રોશનીના જૈનેએ તેના ૧૬ મા ભાગ પણ લખ્યા નથી. અમે પશ્ચિમ ભણીના વિદ્વાનેાના જૈવિરૂદ્ધ લખાએલા લેખા અહીં ઉતારવા બેઠા નથી, કે અમે તે લેખા વિષે વિવેચન કરી આપણી જૈન લાગણીને તેમના તરફ ઉશ્કેરવા માગતા નથી, કેમકે અમે પાશ્ચાત્ય વિદ્વાનેાની પરિશ્રમ બુદ્ધિના પ્રશંસક છીએ. અમે તેએને ઉલ્લેખ એટલાજ માટે કરીએ છીએ કે, આગમા સાધુ મુનિથીજ વંચાય, ગૃહસ્થવર્ગથી ન વંચાય એવી માનીનતા હજી પણ કાયમ રાખવામાં જિનેશ્વરાની ભકિત છે કે, તેવી માનીનતા પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ કરતાં ફેરવવામાં જિનેશ્વરેાની ભકિત છે તેને જૈન સમાજ વિચાર કરી શકે. " શ્રી જિનામમ સંબધી અંગ્રેજી, ફ્રેંચ કે અન્ય પશ્ચિમ ભણીની ભાષાઓમાં લખાએલા લેખા આપણા મુનિ મહાશયાના વાંચવામાં–સમજવામાં વિશેષે આવે કે, કેળવાએલા ગૃહસ્થ વર્ગને વધારે વાંચવામાં આવે એ અમારા પહેલા પ્રશ્ન ગૃહસ્થથી આગમનુ વાંચન એકાંત ધટેજ નહી એવું માનનાર ” ને છે. આ વાતની કાઈથી પણ ના પાડી શકાશેજ નહીં... કે, જૈન મુનિરાજોની જે સંખ્યા હાલમાં છે તેમાં લગભગ સર્વ મુનિરાજે પશ્ચિમ ણુિની ભાષાઓના અભ્યાસી નથી. જ્યારે ગૃહસ્થ વર્ગમાંથી સંખ્યાબંધ મનુષ્યા અંગ્રેજી ભાષાના સારા સારા અભ્યાસીએ છે. ફ્રેંચ ભાષા તથા જર્મન ભાષા પણ યુનિ વર્સિટીમાં શિક્ષણ લેતાં ધણા વિદ્યાર્થીએ શીખે છે અને ભવિષ્યમાં શીખવાના. વસ્તુ સ્થિતિ જો આમજ છે, તે પશ્ચિમભણીના વિદ્વાનેાના જૈનગમ સંબધી કે જૈન ધર્મ સંબંધી લેખા જ્યારે પણ કેળવાએલા ગૃહસ્થ વર્ગના હાથમાં આવે ત્યારે તેઓના ઉપર તે લેખાની સારી અથવા માઠી અસર થાય કે નહીં ? પશ્ચિમ ભણીના લેખકાના વિચારેની અસર કેટલાક દાખલાઓમાં વિપરીત રીતે વખતે કેળવાએલા જૈન તરૂણા ઉપર ન પડે એ જોકે સંભવિત છે, પરંતુ કેટલાક લેખા તો એવા વિદ્વતા ભરી રીતે ચર્ચલા હાય છે કે જેની અસર કેળવાએલા તરૂણા તે શું, પરંતુ જીના વિચારાના મનુષ્યા ઉપર પણ પડયા વિના ન રહે. દાખલા તરીકે, પ્રેાફેસર વેબરને જર્મન ભાષામાં જૈનાગમ સબંધી લખાએલા નિબંધ. એ નિબંધ એટલા વિદ્વતા ભરી રીતે તેમજ ભાષાશાસ્ત્ર (Science of languages) અને ભાષાશાસ્ત્ર (Philology) થી લખાયેલા છે–જો કે તે જૈન માનનીતાએથી બહુ પ્રતિકૂળ છે-કે તે ખરેખર એક ચમત્કાર જ લાગે. એવા ચમત્કાર લાગે કે, કેળવાએલા તણેાના મન ઉપર એવી અસર થયા વિના રહે નહીં કે, આવી સૂક્ષ્મ વિદ્વતા આપણા મુનિરાન્તે કે ગૃહસ્થ વર્ગમાં હાવાને સંભવ નથી. આવી અસર થતી કયારે અટકે ? જ્યારે “આગમનુ વાંચન ગૃહસ્થ વર્ગને ધટે નહી એવી માનીનતા દૂર થઇને કેળવાએલા ગૃહસ્થ તણાને માટે જૈનાગમનું વાંચનની છુટ ઘટે ત્યારેજ કે નહીં ? પશ્ચિમ ભણીની ભાષાઓમાં જૈન કે જૈનાગમ વિરૂદ્ધ જે લેખા લખાય તેના ઉત્તરા વાસ્તવિક રીતે કાણું આપી શકે ? જેએ પશ્ચિમ ભણીની ભાષાઓના સારા અભ્યાસીએ

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48