________________
દષ્ટિને તરત જોવામાં આવે તેમ છે. . દાખલા તરીકે, વેબર સાહેબે જર્મનભાવામાં નીચે પ્રમાણે લખે છે તેનું ખંડન થઈ શકે તેમ છે –
“આટલું વિસ્તારથી કહ્યા પછી આપણે બીજા સવાલ વિષે જઈ શકીએ. આ સવાલ સંબંધી ટુંક વિવેચન કરીશું. તે સવાલ એ છે કે જૈનોના સિદ્ધાંત સાથે ઉત્તર તેમજ દિક્ષણ તરફના શ્રધ્ધાના પવિત્ર ગ્રંથને શું સંબંધ રહે છે? જેમ જેમ આપણી તપાસ વધતી જશે તેમ તેમ આ વિષય પર થોડો થોડો પ્રકાશ પડતો જશે. પ્રસ્તુત સવાલનો નિર્ણય આપણે ફતેહથી ત્યારેજ કરી શકીએ કે જ્યારે આપણે મૂળ ગ્રંથોને જ સરખાવવાની સ્થિતિમાં આવીએ.
“સિદ્ધાંતમાં રહેલા અર્થની નીચલી તપાસ પહેલાં મૂળ ગ્રંથ કે જે સિદ્ધાંતોના ભાગ તરીકે વર્તમાનકાળમાં ગણવામાં આવે છે તેનું ખરૂં બંધારણ શું છે તે આપણી પાસે રજુ કરે છે. આ તપાસમાં બુરે રાખેલો ક્રમ સ્વીકારવામાં આવ્યો છે (જુઓ ઉપરપૃષ્ઠ ૨૨૬) બીજુ તેમાં આપેલ તારીખોના નિર્ણય પરથી આ તપાસથી કેટલાક અતિશય અગત્યના સવાલ જેવા કે દરેક અકેકા અંગના લેખનકાલ અને જૈન ધર્મના સ્થાપકના જીવનવૃતાંત પર ઘણું પ્રકાશ પડશે એવી રીતે મેં જૈનોના ધર્મસાહિત્ય પર પ્રયાસ કર્યો છે.
“ જેનું ધર્મ સાહિત્ય વિસ્તારમાં અપરિમિત છે એટલું જ નહિ પરંતુ તેની એકસમાનતા અને બુદ્ધિવિષયક શિથિલતા માટે પ્રખ્યાત થયેલ છે. .
આ સંબંધે વધારે ખાત્રીવાળી હકીકત બર્લિનની યલ લાયબ્રેરીના સંસ્કૃત અને પ્રાપ્ત હસ્તલિખિત પ્રતોના મારા કૅટલૅગના બીજા ભાગમાં માલુમ પડશે. આ કૅટલૅગ અત્યારે પ્રેસમાં છપાય છે. ૧૮૭૬ માં પ્રસિદ્ધ થએલ અગે અને ઉપાંગેની કલકત્તા અને મુંબઇની આવૃત્તિઓમાં કમનસીબે ફક્ત ૧૦ મા અંગ અને બીજા ઉપાંગની આવૃત્તિઓનો જ ઉપયોગ કરી શક્યો છું. - “ આ પ્રસ્તાવનાને અંતે એટલું કહેવાની રજા લઇશ કે મારો અંગત અભિપ્રાય હજુ સુધી એ છે કે જેનો બાધે શાખાઓમાંની એક જુનામાં જુની શાખા છે, જૈનધર્મ સ્થાપક સંબંધીની પુરાણ કથા બુદ્ધ શક્યુમુનિ પિતાના સિવાય બીજી વ્યક્તિ સંબંધી થોડું વર્ણન આપે છે. તે વ્યક્તિના તેમાં આપેલા નામને બદ્ધ દંતકથામાં શાક્યમુનિના સમકાલિન પ્રતિસ્પર્ધાઓમાંના એકના નામ તરીકે ગણેલ છે. હું કહું છું કે આ સત્ય વાત, મારા અભિપ્રાય પ્રમાણે જૈન ધર્મ તે ફક્ત દ્ધ ધર્મની જૂનામાં જૂની શાખાઓમાંની એક શાખા છે એ અનુમાનની સાથે અસંગત થતી નથી. મને એમ સ્પષ્ટ દીસે છે કે જૈન ધર્મના સ્થાપકને બુદ્ધના એક પ્રતિસ્પર્ધિ ગણવાથી સાંપ્રદાયિક તિરસ્કારથી જન્મ પામેલ એક ધર્મસંપ્રદાયને જાણી બુજીને અસંમત ગણીએ છીએ એવું સારી રીતે મનાશે. બદ્ધ અને જૈન એ બંને ધર્મના પિરાણિક ગ્રંથોમાં તે તે ધર્મના સંસ્થાપકોના જીવનવૃત્તાંત અને જીવનશ્રમ સંબંધી મળી આવતી સમાનતાઓની સંખ્યા અને ઉપગીતા ઉપલા મતથી વિરૂદ્ધ મત ની કોઈ પણ દલીલોને તેડી પાડે છે. જે આપણે વિચારીએ-અહિં મેં પાછળ પાને જે કહ્યું છે તે હું ફરીવાર કહું છું–કે જૈનો પોતેજ જેમ કહે છે તે પ્રમાણે જે જૈન