Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ સૂત્રનું વાંચન કરી નિર્વાહ કરનારા ચિત્યવાસીઓને દ્રવ્ય સંબંધીનું સીધુ નુકશાન થાય તેમ હતું એટલે તેઓ પિતાને આશ્રીત એવી અંધ શ્રદ્ધાવાળી સમાજની સહાયતાપૂર્વક પજવી શકે તેમ હતું. આ સ્થિતિ જોઈ આચાર્ય મહારાજેએ શાંત ( Passive ) ઉપાય અજમાવેલે. સૂત્રના વાંચને અર્થે શ્રાવકો દ્રવ્ય ખર્ચતા હતા તે દ્રવ્યનો ઉગયો. પિતાના ખાનગી અને અંગત ( Private and personal) વપરાશમાં લેવાનો ઉપદેશક વર્ગને અધિકાર નહોવાનું બતાવવાને બદલે એમ ખ્યાલ ઉભો કર્યો કે, આગમના મામ્ય અર્થે શ્રાવકે સોનામહોરો, રૂપા મહોરો મૂકે છે તે જ્ઞાન ખાતા અર્થે વાપરવી જોઈએ. આવી રીતે એક પદ્ધતિમાં સમાયેલા નુકશાનની જગોએ તેજ પદ્ધતિમાં લાભની યોજના કરી. આવી પદ્ધતિપૂર્વક કામ લેવાથી ચૈત્યવાસીઓથી સીધી રીતે ખળભળાટ કરવાનું ઓછું થાય. એક તરફથી ચિત્યવાસીઓ દ્રવ્યનો ઉપયોગ પોતાના ખાનગી ઉપયોગ માટે કરે અને બીજી તરફ શુદ્ધ ચારિત્રધારીએ, દ્રવ્યને મુદલ અડકયા વિના તેનો ઉપયોગ જ્ઞાનમાર્ગ કરાવે એવું જોઈને સમાજ સ્વાભાવિક રીતે શુદ્ધ ચારિત્રધારીઓ તરફ આકર્ષાય એ દેખીતું છે. આવી રીતે આ શાંત (Passive) ઉપાય કામે લગાડી પૂર્વાચાર્યોએ આ પદ્ધતિનો ઉપયોગ સન્માર્ગે કરાવી, ચૈત્યવાસીઓને અંગત સ્વાર્થ લેકેને સમજાવ્યો હતો. આ ચર્ચા ઉપરથી, પૂર્વના આચાર્ય મહારાજાએ કેવા સુંદર આશયપૂર્વક, ગદ્વહન આદિ ક્રિયાનું નિરૂપણ કર્યું હતું તે જોઈ શકાશે. તેમજ શ્રાવકેથી સૂત્ર ન વંચાય એવી માનીનતા કેવા પ્રકારે ઉત્પન્ન થઈ હતી અર્થાત તેઓનો આગમવાચનનો હક કેવી રીતે પડતો મૂકાયો હતો તે પણ જોઈ શકાશે. સૂત્રને માટે જ નહિ પણ કોઈ પણ સાહિત્યને માટે અધિકારીયોગ તો જોવાયજ છે, પરંતુએ અધિકારીગનું નિરૂપણ કરતાં ખાસ સંજોગોથી ઉત્પન્ન થયેલા ખાસ કારણોને, દેશ કાળાદિના સંજોગો બદલાય ત્યારે વિચારવાની ખાસ ફરજ આપણું શીરપર આવી પડે છે. ચૈત્યવાસીઓના પ્રસંગથી ઉત્પન્ન થયેલ સંજોગોને અનુસરી અધિકારી યોગ્યતામાં ચારિત્રધર્મનું વિશેષ આરોપણ થયેલું; અને તેથી શ્રાવકોને આગમવાચનને હક, પરિણામે (consequently) ૫ડતો મૂકાયેલ. આ સંજોગે હાલના દેશ કાળાદિના ન હોઈ, અમે સમાજને સવિનય પૂછવા રજા લઈએ છીએ કે હવે બદલાયેલા સંજોગોમાં આપણી માનીનતાને વિશાળ ( Broad ) કરવી યોગ્ય ધારવી કે નહીં ? જૈનશાસનની હેલના થતી અટકાવવા માટે આગગ પ્રકાશનની કેટલી બધી જરૂર છે? આટલી ઐતિહાસિક તપાસ લીધા બાદ, આગમનું વાચન ગૃહસ્થ-શ્રાવક વર્ગને ઘટે નહીં એવી સમજાવટના સંબંધમાં અમો વિશેષ જણાવવા રજા લઈએ છીએ કે, આ પરંપરાકથનના ઈતિહાસમાં સૂક્ષ્મતાપૂર્વક જવા જેટલો અહીં અવકાશ નથી, તેમ શાસ્ત્રવિવાદનું આ સ્થળ નથી, અને સ્થળ હોય તે પણ શાસ્ત્રવિવાદનું હમેશાં બન્યું છે તેમ કોઈ દિવસ ફળ આવી શકતું નથી. આ પરંપરાકથન સ્વીકારનાર સમુદાય-યાદ રહે કે, સ્થાનકવાસી સમુદાય આ કથનને સ્વીકારનાર સમુદાય નથી. પ્રત્યે અમો એટલું જ કહેવા રજા માંગીએ છીએ કે, આ પરંપરાથનનું પિષણ કરવામાં આપ જેમ આપની જિનપ્રભુ પ્રત્યેની ભક્તિ માનો છો, તેમ અમે પણ તે પ્રભુના વચનામૃતોનો લાભ સર્વજગતને અપાવવામાં તેમજ તેઓશ્રીના

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48