Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ ૧૮ હતા, તેઓ અનેક સારા અને નરસા ઉપાયોથી પૈસે કઢાવતા હતા, છતાં તેઓમાં સામાન્ય જૈન સમાજની એટલી બધી શ્રદ્ધા હતી કે, ચૈત્યવાસીઓની વિરૂદ્ધમાં કાંઈ પણ બોલવું કે વર્તન કરવું એ મોટું જોખમ ખેડવા બરાબર હતું. આવી સ્થિતિ હોઈ, ચૈત્યવાસીઓ પ્રત્યેથી સમાજનો લક્ષ ઘટે તેટલા માટે અનેક BU17 HERR 10451 24141 ( direct )242 24133421 (Iudirct) H (honest) ઉપાય લીધા હતા. ત્યવાસીઓ આગમનું વાંચન કરતા, અને શ્રાવકે પુકળ દ્રવ્ય આપતા હતા એ પૃથાને ફેરવવાને ઉપરના ધોરણને અનુસરી સીધા અને આડકતરા અનેક પ્રમાણિક ઉપાયો, આચાર્ય મહારાજેએ લીધેલા. અંધશ્રદ્ધાની નાડી બરાબર તપાસીને આચાર્ય મહારાજને ખાત્રી થઈ હતી કે, ચિત્યવાસીઓના ભયંકર કાબુમાં આવી ગયેલી સમાજને જો એમ કહેવા જઈશું કે, “આ ચયવાસીઓ ચારિત્ર ભ્રષ્ટ છે, એટલે તેઓ આગમને બંધ કરવાને લાયક નથી. તમારી પાસેથી પૈસા કઢાવવાને આ ધંધો લઈ બેઠા છે, તો તો તેઓ ( એટલે અંધશ્રદ્ધાવાળી સમાજ ) માનશે તે નહીં, પણ ઉલટા ખળભળી ઉઠી ત્રાસ આપશે.” આવી સ્થિતિ અનુભવી તેઓએ ( આચાર્ય મહારાજેએ ) ઘણોજ ડહાપણનો માર્ગ શોધી કાઢયો. આચાર્યમહારાજેએ મનુષ્ય સ્વભાવનું અવલોકન કરી કામ લીધું. કેટલીક વખતે અંધ શ્રદ્ધાથી નરસી (ખરાબ) સ્થિતિનું ભાન થતું નથી. પણ જ્યારે ખરાબ સ્થિતિની પડખે સારી સ્થિતિ ઉભી કરવામાં આવે છે ત્યારે, સારા નરસાને ભેદ ઓળખવાનું બંધ મનુષ્યો પણ શીખે છે. ચૈત્યવાસીરૂપ નરસી વ્યકિતઓના આચાર વિચારની પડખે, શુદ્ધ ચારિત્ર ધારી સાધુમહારાજના આચાર વિચાર મૂકાયાથી, શુદ્ધ ચારિત્રધારી સાધુઓ પ્રત્યે લક્ષ થાય એ કેવળ કુદરતી છે. આગમનું વાંચન કરવાને હક (Right) સત્તાની રૂએ પાતાને છે, અને તેના બદલામાં શ્રાવકે બે અમુક ધર્મનો આકાર આપી તેઓને દ્રવ્ય આપવાને બંધાએલા છે એવી દઢ માન્યતા ધરાવનાર ચૈત્યવાસીઓ આગમનું વાંચન કરવાને અધિકારી નથી એમ ઠસાવવા માટે જે આચાર્ય મહારાજે સીધે પ્રયત્ન કરે, તે ચૈત્યવાસીઓ પિતાની રાજસત્તા જેવી સમાજ ઉપરની સત્તાથી ત્રાસ આપે તેમ હતું, અને શ્રાવકો ફેરવાય તેમ નહોતું. આ સ્થિતિ હેઈ, આચાર્ય મહારાજેએ આડકતર ( Indirect ) પણ પ્રમાણિક (honest ) ઉપાય છે . તેઓએ શેાધેલ ઉપાય એ હતો કે, આગમના વાંચન અને શ્રવણના અધિકારી કોણ હોઈ શકે એ સંબંધીના કેટલાક મૂળ નિયમોને પુન્નરૂદ્ધાર કર્યો અને કેટલાક ઉપકારક નિયમો સમયાનુકળ કર્યા. એ નિયમો એવા સુંદર હતાં કે. જેથી સમાજનું ધ્યાન ચૈત્યવાસીઓ પ્રત્યેથી ખસી, જઈ, કુદરીત રીતે, શુદ્ધ ચારિત્ર ધારી મુનિરાજે પ્રત્યે ખેંચાય આ સંજોગોમાં જે નિયમો સ્થાપીત થયા તેમાં અમુક વર્ષની દીક્ષા પર્યાય વાળા સાધુ અમુક સૂત્ર વાંચી શકે, અમુક યોગહન આદિ ક્રિયા કર્યા પછી વાંચી શકે આદિ અનેક યોજનાઓ હતી. મનુષ્યસ્વભાવ એવો છે કે, નરસી અને સારી ચીજ સાથે ઉભેલી દેખાય ત્યારે બન્નેની સરખામણી કરી સારીને ગ્રહણ કરી નરસીને છોડી દે છે. આચાર્ય મહારાજેએ ઉપર કહ્યા તે નિયમો સ્થાપીત ક્ય એટલે તેનું શુદ્ધ ચારિત્રધારી સાધુઓથી પાલન થતું જોઈ સ્વાભાવિક રીતે સમાજને એમ મનમાં આવવા લાગે કે, આ સાધુઓ ચૈત્યવાસીઓ કરતાં આટલા બધા શુદ્ધ ચારિત્રધારી છે છતાં તેઓ અ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48