Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ ૬ એકન્તિક ન કહેવાય. ઘણા સુંદર અને પવિત્ર ચારિત્રવાન પુરૂષ પોતાનામાં આ નમવા યોગ્ય ચારિત્રગુણ પ્રકટાવે છે, છતાં તેઓમાં બુદ્ધિબળની મંદતા ન જ હોય એમ ન કહેવાય. શ્રાવક ચારિત્ર રહિત હોય છતાં બુદ્ધિબળમાં વિશેષ પણ હોઈ શકે. અર્થાત ચારિત્ર અને જ્ઞાન એ બન્ને પદાર્થોના વિષયો અને શક્તિ સ્વતંત્ર હોઈ જૂદા જૂદા પ્રકારે છે. ચારિત્ર અને જ્ઞાન બન્ને હોય તે તેના જેવું એક ઉત્તમ નહીં, પણ ચારિત્ર ન હોય ત્યાં જ્ઞાન હોવું નજ ઘટે એમ કાંઇ નિર્ણય ન ગણાય. વળી, શ્રાવક સમુદાયને આગમનું શ્રવણ માત્ર ઘટે અને સ્વતંત્ર વાંચન ન ઘટે એવી પરંપરા ચાલતી વાત, એકાંત સિદ્ધાંતરૂપ હોય એમ અમને બેસતું નથી. પંદર પ્રકારે “સિદ્ધ” થઇ શકે એવો જે અભિપ્રાય છે તેમાં ગૃહસ્થ લિંગે પણ “સિદ્ધપદ ” ની પ્રાપ્તિ થવા યોગ્ય કહી છે, તો પછી આપણને સ્વાભાવિક એ જાણવાની ઈચ્છા થવી ધટે કે, ગૃહસ્થતિ ગે સિદ્ધપદની પ્રાપ્તિ કરવા સુધીની દશાએ પહોંચેલ એવા ગૃહસ્થ પુરૂષોને આગમનું જ્ઞાન માત્ર શ્રવણરૂપે જ હોય અને સ્વતંત્ર વાંચનરૂપે ન હોય કે શું ? ગૃહસ્થલિંગે સિદ્ધપદની પ્રાપ્ત કરી શકવી એ તો અપવાદરૂપ વાત છે, પરંતુ આ ઉદાહરણ આપવાનો હેતુ માત્ર એટલો છે કે, શ્રાવકેને માટે ઉપર્યુક્ત ચાલતી પરંપરાની માનીનતા એકાંત સિદ્ધાંતરૂપ માનવાનું બની શકે તેમ નથી. ત્યારે એમ દલીલ કરવામાં આવશે કે, આ તમે વિચારો બતાવો છે તેવા વિચારો પૂર્વ પુરૂષોએ આ માનીનતા ઉત્પન્ન કરતી વખતે ધ્યાનમાં લીધા નહીં હોય ? અમે કહીએ છીએ કે જરૂર લીધાજ હોવા જોઈએ તેની માનીનતામાં ઘણું વજુદ છે, કેમકે એ વાત કેવળ સાચી છે કે જે પુરૂષ-મુનિરાજો–ને હમેશનો આગમ જ્ઞાનનો પરિચય છે, જે પુરૂષો આગમ જ્ઞાનના ખાસ અભ્યાસીઓ છે, વળી જેનું ચારિત્ર પવિત્ર અને વીતરાગતા ઉપજાવનારૂં છે તે પુરૂષ-મુનિરાજો દ્વારા આગમનું–શા માટે સર્વ ઍથેનું-જ્ઞાન થવાની તક મળે, તો તે મોટા ભાગ્યની વાત છે; પરંતુ તેવી તક, તે યુગ ન મળે, તો શ્રાવક સમુદાયને માટે એકાંત આગમન સ્વતંત્ર વાંચનની મના લાભદાયક છે એમ અત્યારના સંજોગોમાં તે લાગી શકતું નથી. અમને અહીં એમ કહેવામાં આવશે કે, શું તે વખતના સંજોગે અને અત્યારના સંજોગાંમાં ફેર પડી ગયો છે ? અમે કહીએ છીએ કે, બહુ મોટો ફેર સંજોગોમાં પડી ગયો છે. ગદ્વહન ક્રિયાની પૃથા અને 2 વિકેથી સૂત્રે ન વંચાય એવી માનીનતાની ઐતિહાસિક દષ્ટિએ તપાસઃઆગમના અભ્યાસની પાત્રતા વિષે પૂર્વે બંધાએલા નિયમો જે સંજોગોમાં ઘડાયા હતા તે સંજોગોમાં અને અત્યારના સંજોગોમાં ફેર પડી ગયો છે એવું બતાવવા પહેલાં, અમારે બે બાબતોની ઐતિહાસિક તપાસ રજા કરવી પડશે. એક બાબત એ છે કે, અમુક અમુક સૂત્રનો અભ્યાસ અમુક વખતના દીક્ષા પર્યાય વાળા સાધુઓ કરી શકે અને તેને માટે અમુક અમુક યોગદાન આદિ ક્રિયાઓ કરવી જોઈએ તેને લગતી છે; અને બીજી બાબત ભાવથી સૂત્ર ન વાંચી શકાય એવી માનીનતાને અંગે છે. અમો જાણીએ છીએ ત્યાં સુધી જૈનાગમના અભ્યાસી મુનિ મહારાજેનું કહેવું એવું છે કે, આગમના અભ્યાસ પૂર્વ મુનિ રાજેએ એકસ યે ગ્યતા મેળવવી જોઈએ એવી

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48