________________
મુનિ મહારાજાને સર્વથી વિશેષ લાભ, અમારી આગમ પ્રકાશનની યોજનાથી સર્વથી વિશેષ લાભ કોને થવા યોગ્ય છે કે જેથી અમે આ પ્રવૃત્તિમાં ઉતરવા માગીએ છીએ, એવું અમને ઘણું સ્થળોએથી પૂછાયું છે. આના ઉત્તરમાં અમે એમ જણાવવા રજા લઈએ છીએ કે, આગમ શુદ્ધપણે મૂળ માગધી પાઠ અને સંસ્કૃત ટીકા તથા તે બંનેના ભાષાંતરો સહિત બહાર પડે, સર્વથી વિશેષ લાભ મુનિ મહારાજને મળવા યોગ્ય છે. જે મુનિ મહારાજનાં માગધી અને સંસ્કૃત એવાં હોય કે જેને ભાષાન્તરની જરૂર ન હોય તેઓને, અમે કહેવા રજા લઈએ છીએ કે, એ પ્રકારે લાભ મળશે કે, અનેક પ્રતાની મેળવણી કરી, જ્યાં જ્યાં પાઠાન્તરો હોય ત્યાં ત્યાં તે દાખલ કરી અમે પ્રકટ કરવા માગતા હોવાથી તેઓને અનેક પ્રતાનો લાભ મળવા ઉપરાંત, શુદ્ધ કરેલી–સંશોધિત કરેલી પ્રત તેઓ મેળવી શકશે. એટલું તો સર્વ કેાઈએ કબૂલ કરવું જોઇએ કે, લહીઆઓને હાથે લખાએલી પ્રત કરતાં, માગધી-સંસ્કૃતના જાણનાર વિદ્વાનોને હાથે શોધાયેલી પ્રતિ વધારે શુદ્ધ હેવીજ ઘટે.
જે મુનિરાજે માગધી અને સંસ્કૃતથી બહુ પરિચિત નથી, અથવા ઓછા પરિચિત છે તેઓને ભાષાન્તરે દેશ ભાષામાં-ગુજરાતીમાં થવાથી સમજવા સહેલા થઈ પડશે, અને તેથી તેઓ પોતે લાભ લઈ વ્યાખ્યાનાદિ દ્વારા સમુદાયને પણ લાભ આપી શકશે. અહીં એવી દલીલ કરવામાં આવે કે, દેશભાષામાં ભાષાન્તર થવાથી ગ્રામ્ય મુનિને ભેદ નહીં રહેતાં, ગમે તે મુનિ વાંચતાં વિચારતાં થશે, અને પરિણામે તેઓના હાથમાં જોઈએ તે કરતાં વધારે બળવાળું હાર આપવા જેવું થશે. અમોને આનંદ થાય છે કે, આવી દલીલ કરનારાઓને નિરૂત્તર કરવાને માટે અમારા પૂર્વના પૂજય આચાર્ય મહારાજેએ અમને સાધન આપવાની કપા કરી છે. આ વાત નવીન કહેવાની નથી કે, મૂળ માગધી પાઠના ગુજરાતી ભાષાંતર રબારૂપે પૂર્વના આચાર્ય મહારાજેએ કરેલ છે. પૂર્વના આચાર્ય મહારાજેએ ગુજરાતીમાં ટબા કાને અર્થ લખ્યા છે એવું જે ઉપયુક્ત માનીનતા ધરાવનારાઓને પૂછવામાં આવે, તે અમારી સાદી સમજણ પ્રમાણે તેઓની પાસે કાંઈ પણ ઉત્તર આપવાનું સાધન છે જ નહીં. શ્રી આચારાંગસુત્રના ગુજરાતી ટબાકાર પુરૂષ પ્રકાશે છે કે શ્રી આચારાંગનો ભાવ રબા ( ગુજરાતી ) માત્ર લોકના ઉપકાર ભણી લખીએ છીએ.” આજ ભાવમાં સર્વ પ્રકાર પુરૂષોએ પ્રકાશવા કૃપા કરી છે.
અમે પૂછવાની આજ્ઞા લઈએ છીએ કે, અત્યારે જેઓ એવી દલીલ કરે છે કે, ગુજરાતી કે બીજી દેશભાષામાં ભાષાન્તરો થાય, તે ગ્યતા અયોગ્યતા જોયા વિના ગમે તે મુનિ કે સાધુ, વાંચવાનું કરતાં ખરો આશય સમજી ન શકવારૂપ નુકશાન થાય તે દલીલ પૂર્વના આચાર્ય મહારાજે–કે જેઓએ શ્રીઆચારાંગ, શ્રીસૂત્રકૃતાંગ, શ્રી ભગવતીજી, શ્રીપણું આદિ અનેક અંગ ઉપાંગોના ગુજરાતી ટરબાઓ લખ્યાં છે તેને શું ધ્યાનસ્મ નહીં હોય? અમે માનીએ છીએ કે, પૂર્વ પુરૂષના આ દિશામાં પ્રયત્ન પછી, આવી દલીલ કરનારાઓ માત્ર પોતાના એક પૂર્વબદ્ધ ખ્યાલ-વાસિત વિચાર (prejudice) અને મનના ખ્યાલ (Sentiment) થી દોરાઈને જ આવી દલીલ કરે છે. પૂર્વના મહપુરૂષો કરતાં તેઓની વિચારણા કાણુ સંગીન ગણશે ?