Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 6
________________ પ્રકાશકીય નિવેદન ‘શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળા'નો આ ચોથો ગ્રંથ જૈન અને બૌદ્ધ મત ઃ સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો’ પ્રકાશિત કરતી વેળાએ અમે આનંદ અને કૃતકૃત્યતાની લાગણી અનુભવીએ છીએ. આ અગાઉ આ ગ્રંથમાળાનાં પ્રકાશિત થયેલાં બે પુસ્તકો ‘સામાયિકસૂત્ર' અને ‘જિનદેવદર્શન’ શ્રી મોહનલાલ દ. દેશાઈનાં જ લખેલાં હતાં, પણ એ પ્રકાશનો તે-તે ગ્રંથની સંપાદકને હાથે સંસ્કારાયેલી નવી આવૃત્તિઓ હતી. તે પછીનું ત્રીજું પુસ્તક વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા' શ્રી મોહનલાલ દેશાઈના જીવનચરિત્ર અને એમની લેખસૂચિ અંગેનું હતું. પણ આ ચોથો ગ્રંથ, લખાઈને આઠ દાયકાથી ય વધુ સમય સુધી અપ્રગટ રહ્યા પછી, સૌ પ્રથમ વાર જ પ્રકાશન પામે છે એથી જ કેવળ આનંદ નહીં, સાથે ધન્યતાની અનુભૂતિ થાય છે. આ અંગેનો મોટો જશ શ્રી મોહનભાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈને ફાળે જાય. એમણે એમના પિતાશ્રીના આ દાર્શનિક ગ્રંથની હસ્તપ્રત યથાવત્ જાળવી, એટલું જ નહીં, પણ એનો સમુદ્વા૨ ક૨વાનો નિશ્ચય કરી યથાર્થપણે પિતૃતર્પણ કર્યું છે. એમણે આખીયે હસ્તપ્રતની ઝેરોક્ષ-નકલ તૈયાર કરાવી શ્રી જયંતભાઈ કોઠારીને જોવા સારુ મોકલી આપી. શ્રી જયંતભાઈ તરફથી આ મહત્ત્વના ગ્રંથનું પ્રકાશન કરવાનું સંસ્થાને સૂચન થતાં એના ઉપર વિચારણા કરી સંસ્થાએ એ ગ્રંથ પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો. તે દરમિયાન પૂ. આચાર્યશ્રી વિજયપ્રધુમ્નસૂરિજી પણ આ ગ્રંથ જોઈ ગયા અને એમનો પ્રતિભાવ પણ એ જ હતો કે આવો સમૃદ્ધ ગ્રંથ પ્રગટ થવો જ જોઈએ. આ ગ્રંથનું સંપાદનકાર્ય પ્રા. કાન્તિભાઈ બી. શાહને સોંપવામાં આવ્યું. આખો ગ્રંથ જૈન અને બૌદ્ધ મત સંબંધી દાર્શનિક વિચારણાનો હોઈ અને આઠ દાયકા પૂર્વે લખાયેલો હોઈ એમાં શુદ્ધિવૃદ્ધિને અવકાશ હતો એમ જણાતાં, સંપાદકશ્રીના સૂચનથી ગુજરાત યુનિવર્સિટી ભાષા-સાહિત્ય ભવનનાં સંસ્કૃત વિભાગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. એસ્તેરબેન સોલોમનને ગ્રંથના પરામર્શનનું કામ સોંપ્યું. કેવળ સારસ્વતપ્રીતિથી એમણે એ કામ સ્વીકાર્યું અને યોગ્ય સમયમાં પૂરું કરી આપ્યું. આ ગ્રંથપરામર્શન માટે તેમજ પ્રાસ્તાવિક આવકાર-વચન લખી આપવા માટે અમે પૂ. આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને ડૉ. એસ્તેરબેન સોલોમન બન્નેનો અંતઃકરણપૂર્વક ઋણસ્વીકાર કરીએ છીએ. આ ગ્રંથની હસ્તપ્રત પૂરી પાડવા માટે શ્રી જયસુખભાઈનો, ગ્રંથના સંપાદન-પ્રકાશનના કાર્યમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે શ્રી જયંતભાઈ કોઠારીનો તેમજ ચીવટ અને ખંતથી આ ગ્રંથના સંપાદનની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળવા માટે તેમજ પરિશ્રમ લઈને ગ્રંથની વિષયસૂચિ તૈયાર કરી આપવા માટે પ્રા. કાન્તિભાઈ બી. શાહનો હૃદયથી અમે આભાર માનીએ છીએ. આ ગ્રંથના સંપાદન-પ્રકાશનમાં જેમની જેમની સહાય પ્રાપ્ત થઈ છે તે સૌ પ્રત્યે પણ આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ ૧૪-૧-૧૯૯૮ Jain Education International For Private & Personal Use Only ખાંતિલાલ જી. શાહ પ્રકાશભાઈ પી. ઝવેરી સુબોધરત્ન ચી. ગાર્ડી મંત્રીઓ www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 427