________________
૫૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અર્થ: બાદર પરિણામવાળા સ્કંધો આઠ સ્પર્શવાળા અને સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધો ૪ સ્પર્શવાળા હોય છે. વર્તમાન વિજ્ઞાને પુલના સંબંધમાં ઘણા આવિષ્કારો કર્યા, પરંતુ આ ગુણધર્મ સુધી પહોંચી શક્યું નથી. – આ વીસમી સદીના કહેવાતા વિજ્ઞાનવાદના જમાનામાં,
આત્મમુક્તિના માર્ગની સાધકદશા જ લુપ્ત પ્રાય થતી જાય છે, અને એ
ઘણી જ ભયંકર બીના છે. – ત્યાગ એ મોક્ષમાર્ગની સીડી છે. - પૂ.આ.વિજયરામચન્દ્રસૂ.મ.સા.
બુદ્ધ સાહિત્યમાં નિગ્રંથ જ્ઞાતપુત્ર (મહાવીર) અને તેમની મહત્તા વિષે ઉલ્લેખ આવે છે. મઝિમ નિકાય (PT.S.I.P 214)માં નિગ્રંથ સાધુઓ બુદ્ધને કહે છે કે, તેમના માલિક નાતપુત્ત સર્વ જ્ઞાતા હતા અને પોતાના અમર્યાદિત જ્ઞાનથી નાતપુત્તે તેમને જણાવ્યું છે કે, તે સાધુઓએ તેમના આગળા જન્મોમાં કયા પાપકર્મો કર્યા છે. સંયુક્ત નિકાય (PT.S, IMP 398) આપણને એવી માન્યતા જણાવે છે કે પોતાના શિષ્યો તેમના મરણ પછી
ક્યાં જન્મશે એ વસ્તુ સુવિખ્યાત નાતપુત્ત કહી શકતા અને જો ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અમુક વ્યક્તિનો ક્યાં જન્મ થયો છે એ પણ કહી શકતા. અંગુત્તર નિકાય વળી એવી માન્યતાનો ઉલ્લેખ કરે છે કે નિગંઠ નાતપુત્ત સર્વ સમજતા, સર્વ નિરખતા, તેમનું જ્ઞાન અમર્યાદિત હતું અને જે જે સમય દરમિયાન આપણે જાગતા હોઈએ, ઊંઘતા હોઈએ અથવા આપણો દુન્યવી વ્યવહાર ચલાવતા હોઈએ એ સર્વના તે સંપૂર્ણ જ્ઞાતા છે.
(Jainism the oldest living religion 428.5Hiel)
૧. નિર્ગઠનાતપુત્ત સર્વ વસ્તુઓ જાણે છે અને જુએ છે. સંપૂર્ણ જ્ઞાન અને શ્રદ્ધા હોવાનો દાવો કરે છે. કઠોર તપ કરી જૂના કર્મને નિર્મળ કરે છે અને નવા કર્મો પ્રત્યે ઉદાસ રહી તેમને અટકાવે છે. જ્યારે કર્મ અટકે છે ત્યારે દુઃખ અટકે છે. S.B.E. VOL XXII P. XVFF.