Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 345
________________ (૫૫) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદનો સિદ્ધાંત (૫૫) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદનો સિદ્ધાંત ૩૧૭ નયવાદ :- ‘સ્યાદ્વાદ,' ને ‘અનેકાન્તવાદ', ‘અપેક્ષાવાદ,’ કે ‘નયવાદ’ પણ કહેવાય છે. → સુનય અને દુર્રય → નિશ્ચયનય અને વ્યવહારનય. (અર્પિતાનર્પિત સિદ્ધે: રૂશા) → નયવાદ :- સ્યાદ્વાદને, અનેકાન્તવાદ, અપેક્ષાવાદ, કે નયવાદ પણ કહેવાય છે : સ્યાદ્વાદનો સિદ્ધાંત કોઈપણ વસ્તુના દરેક પાસાને યથાર્થ રીતે ઓળખાવનાર છે. દરેક વસ્તુના અનેક નહિ પરંતુ અનંત પાસા, ધર્મો કે અવસ્થાઓ હોય છે. તેમાંથી કોઈપણ એક જ પાસાને સ્વતંત્ર રીતે સમજવા તેને નય કહેવાય. अनन्तधर्माध्यासितं वस्तु एकेन नयेन नयन्ति इति नया: અર્થ :- અનંત ગુણધર્મ(અવસ્થાઓ)વાળી વસ્તુને, એક જ દૃષ્ટિકોણ વડે ઓળખાવે તે નય. એટલે સ્યાદ્વાદને નયવાદ', ‘અપેક્ષાવાદ’ કે ‘અનેકાન્તવાદ’ પણ કહેવાય છે. જેને એક જ અન્ન (છેડો, દૃષ્ટિકોણ, મત) નથી પણ અનેક છેડા છે, તે અનેકાન્તવાદ. સ્યાદ્વાદમાં સઘળા નયો (મતો)નો સમવેશ થાય છે. નયમાં એક જ મત હોય છે. બધા નયોનું વર્ગીકરણ કરી સાતનયમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી જૈનતત્વજ્ઞાનમાં મુખ્યપણે સાત નય છે. તેનો વિસ્તાર કરતાં સાતસો અને તેથી વધુ અસંખ્યાત પણ થાય.

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410