Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 388
________________ ૩૬૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ગુણ છે. એ એક, અને એકમાત્ર આત્મદ્રવ્યની મોનોપોલી છે. તે જ્ઞાનગુણના વિકાસ અને પરિપૂર્ણતા સુધી પહોંચવાનો બીજો કોઈ ઉપાય નથી. પૂર્ણજ્ઞાની શ્રીઅરિહંત, અને શ્રીસિદ્ધ પરમાત્માઓની ઉપાસના કરવી, શબ્દોના અર્થના ઉંડાણમાં જઈ તેના તાત્પર્યને પામવું, અને તે તાત્પર્યને આત્મસાત્, કર્યો હોય તેવા, જ્ઞાનીગીતાર્થ ગુરુની ઉપાસના, તે જ પૂર્ણજ્ઞાની બનવાનો એકમાત્ર ઉપાય છે. – સારા રસ્તે ધન વાપરવું, એના કરતાં સાચા રસ્તે ધન કમાવવું એ આજના કાળનો બહુ મોટો પડકાર છે. – પેટ અને પેટીને થોડા ઊણા રાખો, નહીં તો અપચો થશે. - સુખી થવાનો શોર્ટકટ...ગમતું મેળવવું, એ નહિ પણ, જે મળ્યું છે એને ગમાડવું. - નાના નિમિત્તથી મોટી લડાઈ થાય, અને નાની સમજથી મોટા સમાધાન થાય. -> સમાજને સુધારતાં પહેલાં, આપણી સમજને સુધારવાની જરૂર છે. – આપણે જેને સાચવવા પડે છે એ છે પદાર્થો, અને આપણને જે સાચવે છે, એ છે પરમાત્મા. – મેં જે જોયું છે, એ જે મેં નથી જોયું તેમાં શ્રદ્ધા રાખવા પ્રેરે છે (એમર્સન) | – મરતાં પહેલાં જાને મરી. બાકી રહે તે હરિ – મોટીમોટી ભૂલોના મૂળમાં અહંકાર રહેલો છે. – અસત્યની ઉંમર લાંબી હોતી નથી. > જે બીજાને જાણે છે તે વિદ્વાન છે, પોતાને જાણે છે તે જ્ઞાની છે. – ભગવાનની સેવા અને ભક્તિ ભક્તના હૃદયમાં ભગવદાકાર વૃત્તિ ઉત્પન્ન થાય તે માટે છે. ભગવાનને આપણી ભકિતની જરૂર નથી, પણ ભગવાન પ્રત્યે આપણી પ્રીતિ વધારવા માટે ભગવાનની ભક્તિ કરવાનું વિધાન છે.

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410