Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 403
________________ (૬૩) સૂત્ર-૪૪:- જીવના યોગ અને ઉપયોગ પરિણામ ૩૭૫ અને ધ્યાનની સ્થિરતા માટે દર્શન, જ્ઞાન ચારિત્રના સઘળા કિયાકલાપનો વિસ્તાર છે. ઉપયોગની શુદ્ધિ, અને સ્થિરતાની વૃદ્ધિથી, જીવ અંતે સર્વજ્ઞ અને વીતરાગ બને છે : શ્રી જિનેશ્વર પરમાત્મા કથિત તત્ત્વોના શ્રવણથી, ગહન અને વિસ્તૃત વિચારણાઓથી વાસિત બનેલો આત્મા ઉપયોગની શુદ્ધિને કરે છે. તત્ત્વભૂત આત્મગુણો અને તેને અનુસરનારા આચાર, વિચારો પ્રત્યે અદ્વેષ, જિજ્ઞાસા, સુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ રૂપ યોગદષ્ટિના ૮ ગુણોને ક્રમસર આત્મસાત્ કરે છે. ઉપયોગની અશુદ્ધિ ઘટાડતો જાય છે. સમ્યક્ત પામ્યા પછી ઉપયોગની શુદ્ધિ અને સ્થિરતાની પૂર્વની પરિસ્થિતિ ઉલટાતી જાય છે. ધર્મના આચારોમાં ઉપયોગની શુદ્ધિ વધતી જાય છે. સર્વજ્ઞ કથિત જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારનું યથાર્થ રીતે આસેવન કરતાં કરતાં ધર્મધ્યાન, અને શુક્લધ્યાનમાં શુદ્ધ ઉપયોગની સ્થિરતાનો ગાળો વધતો જાય છે. શુક્લ ધ્યાનના પ્રથમ બે પાયાના અંતે ઉપયોગની સંપૂર્ણ, શુદ્ધતા પ્રાપ્ત કરી લે છે. અહીં જીવની સાધના પૂર્ણ થઈ જાય છે. છબસ્થ અવસ્થા નાશ પામે છે (વિયદૃછ૩મા). જીવ સર્વજ્ઞ અને વીતરાગ બને છે. સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરતાં મન, વચન, અને કાય-યોગનો પણ નાશ થાય છે. જીવ સદા શુદ્ધ ઉપયોગમાં સાદિઅનંતભાંગે પરમસુખમાં વર્તતો રહે છે. સર્વેજીવો ઉપયોગની શુદ્ધતાને પામો, સર્વે જીવો મુક્તિપદને વરો

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410