Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 402
________________ ૩૭૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રંગાયેલો અનાદિનો મલિન ઉપયોગ, તે કર્મ મંદ પડવાથી કંઈક અંશે શુદ્ધ બને છે. ઉપયોગમાં કંઈક અંશે શુદ્ધતા, નિર્મળતા આવતી જાય છે. એટલે અહીં આત્માનો બાળકાળ પુરો થઈ આત્માના યૌવનકાળમાં પગ માંડે છે. મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે ૪થે ગુણસ્થાનકે અમુક અંશે અશુદ્ધ ઉપયોગથી સર્વથા મુક્ત બની, સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ સુધી પહોંચવા માટેની સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરે છે. અહીં આત્માના યૌવન કાળનો વાસ્તવિક પ્રારંભ થાય છે. અહીં વાસ્તવિક ધર્મસાધના કે આત્માનો વિકાસ વિધિસર શરૂ થાય છે. તે પછી ૫ મે ગુણઠાણે મોહનીયકર્મના બીજા વિભાગ એવા ચારિત્ર મોહનીયકર્મના થોડા અંશો જાય છે, છકે સર્વઅંશો, ૭મે પ્રમાદની અશુદ્ધિ પણ જાય છે, ૮મે અપૂર્વ સ્થિરતા, ૯મે હાસ્યાદિ જતાં સ્થૂલકષાયયોગ, એટલે મોહનીયના છેલ્લા અંશો જતાં શુદ્ધતા અત્યંત થઈ. ૧૦મેથી ક્ષપકશ્રેણીવાળો ૧૨મે જતાં સૂક્ષ્મકષાયો પણ નાશ પામતાં, સંપૂર્ણ મોહનીયકર્મનો નાશ થતાં, ૧૩મે આત્માનો ઉપયોગ પરમશુદ્ધ બને છે. તેથી સાધના સંપૂર્ણ થાય છે, હવે બાકીના ભવોપગ્રાહીકર્મ નિશ્ચિતક્રમે તે જ ભવને અંતે પૂર્ણ થતાં આત્મામુક્તિપદ પામે છે. ઉપયોગની સ્થિરતાનો કાળ, અંતર્મુહૂર્ત : સંસારી (છદ્મસ્થ-સર્વજ્ઞસિવાયના) કોઈપણ જીવને કોઈપણ વસ્તુનો ઉપયોગ અંતર્મુહૂર્ત સ્થિર હોય છે. તેથી વધુ કોઈપણ જીવને સ્થિરતા હોતી નથી. તે પણ મોટેભાગે, સામાન્યથી ૦, ૦ા કે ૧-૨ સેકંડ ઉપયોગ સ્થિર રહેતો હોય છે. કેટલીક એકાગ્ર અવસ્થામાં તેથી વધુ સેકંડો કે મીનીટો રહેતો હોય. સામાન્ય આપણો અનુભવ છે કે ઇન્દ્રિયના સુખો કે ભૌતિક અનુકૂળતાઓમાં એ ઉપયોગ વધુ અને પુણ્ય અને ધર્મના વિષયમાં આ સ્થિરતાનો ગાળો ઓછો હોય છે. જો તે સ્થિરતાનો ગાળો વધુ મીનીટો અને અંતમુહૂર્ત સુધી પહોંચી જાય તો આત્મા સઘળા ઘાતીકર્મનો ક્ષય કરી સર્વજ્ઞ બની જાય. ઉપયોગની શુદ્ધતા

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410