Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 387
________________ (૬૧) સૂત્ર - ૪૦-૪૧ :- ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા. ૩૫૯ ગમે તેટલા પરિવર્તનો થાય. કે ઉથલપાથલો થાય. દરેક દ્રવ્યનો જથ્થો (તેના પ્રારંભિક સૂક્ષ્મ અવિભાજ્ય અંશો (elementy Particle નું પ્રમાણ) અને તેના ગુણો ક્યારેય નાશ પામતા નથી. તેઓમાં જે ફેરફારો રૂપાંતરો થાય છે, તે બધા બાહ્યરૂપના છે. આંતરિક મૂળરૂપ તો સતત સ્થિર (અવ્યયનિત્ય-શાશ્વત) અનાદિથી વર્તી રહ્યું છે. આ વાતને સમજવા સૂત્ર-૩૧માં સ્યાદ્વાદ સિદ્ધાંત, એટલે કે, વસ્તુને જોવાના દૃષ્ટિકોણનો સિદ્ધાંત સમજાવ્યો. એક દૃષ્ટિકોણથી જોવાથી કે વિચારવાથી વસ્તુ નાશવંત સ્વભાવવાળી લાગે, અને બીજા દૃષ્ટિકોણથી વિચારવાથી વસ્તુ શાશ્વતસ્વભાવવાળી લાગે. તે તે દૃષ્ટિકોણથી બંને સાચા છે. બધા દૃષ્ટિકોણનો સમન્વય, પૂર્ણ વસ્તુનું સ્વરૂપ ઓળખાવે છે. આ પ્રસ્તુત સૂત્ર-૪૧માં, તે બે સૂત્રની જ વાતને, જુદા શબ્દોમાં રજૂ કરી વધુ સ્પષ્ટ કરી ‘તેનો ભાવ તે પરિણામ છે.’ છએ દ્રવ્યોનું શાશ્વત અને નાશવંત સ્વરૂપ, તે જ તેનો પરિણામ છે. (વસ્તુ બદલાઈને અમુકસ્વરૂપે થવું (પરિણામ), તે તેનો (દ્રવ્યનો) સ્વભાવ છે.) તાત્પર્ય કે, ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ (સત સૂત્ર ૨૯)માં ત્રણેને એકસમાન ગણાવ્યો, નિત્યમાં (સૂત્ર-૩૦) શાશ્વતઅંશને મુખ્ય ગણાવ્યો, અને પરિણામઃ (સૂત્ર-૪૧)માં નાશવંત અંશને મુખ્ય ગણાવ્યો. તેમ જ બંને સ્થળે બાકીનાને ગૌણપણે વસ્તુના સ્વરૂપ તરીકે જ ઘટાવી, સમજાવી, વસ્તુતત્વનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. → જ્ઞાનગુણ, એ આત્મદ્રવ્યની મોનોપોલી છે : શ્રી તત્વાર્થ સૂત્રકારે વિશ્વને એટલે કે વિશ્વના ઘટકભૂત છ દ્રવ્યોને જુદા જુદા દૃષ્ટિકોણથી નિશ્ચિતરૂપે, અને સચોટ રીતે સમજાવ્યા છે. ગહન અર્થયુક્ત તેમજ સંક્ષિપ્તમાં સમજાવવાની ગ્રંથકારની શૈલી ખરેખર અદ્ભુત છે. આજની સી.ડી. (compact disk)માં સૂક્ષ્મ રૂપે માત્ર શબ્દોનો જ સંક્ષેપ થાય છે. શબ્દોના અર્થના ઉંડાણમાં જવા માટે જ્ઞાનગુણ જ કામ આવે છે. સી.ડી. ગમે તેમ તો ય જડ છે. જ્ઞાન, એ ચેતન આત્માનો જ,

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410