Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 394
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૩૬૬ પ્રક્રિયા વિશ્વમાં દરેક સમયે ચાલું જ છે. માટી, ઘાસ, વૃક્ષ, અનાજ, દૂધ, દહીં, ઘી ઇત્યાદિ, જો કે સ્કંધોના જ પરિવર્તનો છે. પરંતુ જો તે છૂટા, અસંયુક્ત પરમાણુંઓમાં વિભાજિત થઈ જાય, અને તે પછી નવેસરથી સંયોજન પામે તો, તે સંયોજનની પદ્ધતિ મુજબના કોઈપણ પ્રકારના નિશ્ચિત પદાર્થમાં રૂપાંતર પામી શકે. બહુ વ્યાપક રીતે વિચારીએ તો પૂર્વે જણાવેલી ૮ ઉપયોગી, અને કુલ-૨૬ વર્ગણાઓના પુદ્ગલ પરમાણુંઓનું એકબીજામાં સતત રૂપાંતર ચાલ્યા કરે છે. આપણે આજે લીધેલું ભોજન ભૂતકાળમાં પાણી, વાયુ, માટીરૂપે થયેલું છે. દેવ, નરક, તિર્યંચના ભોજનરૂપે, અને શરીરરૂપે, પણ થયેલું છે. અદૃશ્ય ભાષાવર્ગણા, તૈજસવર્ગણા, કાર્મણવર્ગણારૂપે પણ થયેલું છે. આ રીતે અનંત પરિવર્તનો થઈને આવેલું છે. વિવિધ સઘળા દરેક પદાર્થોનો મૂળભૂત અંશ ૫૨માણું એક સમાન છે, તેથી આ વસ્તુ શક્ય બને છે. તાત્પર્ય એ છે કે પુદ્ગલ પદાર્થ સતત પરિવર્તનશીલ હોવાથી તે (રૂપીદ્રવ્ય)નો પરિણામ જ આદિમાનૢ છે, તે એકસ્વરૂપે કાયમી હોતો નથી. દૃષ્ટિકોણભેદથી બધા દ્રવ્યોમાં, બંને પરિણામ ઘટે છે ઃ અરૂપી દ્રવ્યમાં અનાદિ અને રૂપીદ્રવ્યોમાં આદિમાન પરિણામ ઘટાવ્યો તે સ્થૂલ દૃષ્ટિકોણથી કે બાહ્યપરિવર્તન થવાના દૃષ્ટિકોણથી સમજવો. સૂક્ષ્મરીતે અથવા આંતરિક સ્વરૂપના દૃષ્ટિકોણથી રૂપી અને અરૂપી બંને દ્રવ્યોમાં બંને પરિણામ ઘટશે. દા.ત. ધર્માસ્તિકાય અરૂપી દ્રવ્ય છે, તેમાં બાહ્ય દૃષ્ટિએ અનાદિમાન પરિણામ હોવા છતાં, સૂક્ષ્મતાથી કે આંતરિક રીતે વિચારીએ તો, જ્યારે કોઈ જીવ કે પુદ્ગલની ગતિ થાય ત્યારે, સંપૂર્ણ ધર્માસ્તિકાયના (જીવ કે પુદ્ગલ જેટલા ક્ષેત્રમાં અવગાહીને રહેલું છે) તેટલા વિભાગમાં ગતિ સહાયકપણાનો

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410