Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 396
________________ ૩૬૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૬૩) સૂત્ર - ૪૪ :- જીવના યોગ અને ઉપયોગ પરિણામ - જીવના જ્ઞાનગુણનું વીર્યગુણ દ્વારા પ્રવર્તન, તે ઉપયોગ છે. -- જીવ, mય (કોઈપણ પદાર્થ) ને જાણવામાં તન્મય બને, તે જ્ઞાનોપયોગ છે. - અશુદ્ધ ઉપયોગ, અને શુદ્ધ ઉપયોગ. -- ઉપયોગની શુદ્ધિ, અને સ્થિરતાની વૃદ્ધિથી, જીવ સર્વજ્ઞ અને વીતરાગ બને છે. યોજાયો નીવેષ ૪૪ અર્થ : જીવોમાં યોગ અને ઉપયોગ બે પરિણામ આદિમાન છે. રૂપી (પાંચ) અને અરૂપી (એક) એ બે પ્રકારના દ્રવ્યોમાં ક્રમસર આદિમાન અને અનાદિમાન પરિણામ સામાન્ય દૃષ્ટિકોણથી છે. વિશેષ દષ્ટિકોણથી એટલે કે આંતરિક રીતે બંનેમાં બંને પરિણામ છે. તે બતાવ્યું. હવે આ સૂત્રમાં અરૂપી દ્રવ્યો મધ્યે જીવનો આદિમાન પરિણામ યોગ અને ઉપયોગ છે, તેને સમજીએ. યોગ:- પુદ્ગલદ્રવ્યના સંબંધથી જીવમાં ઉદ્ભવતો વીર્યનો પરિણામ વિશેષ (એટલે કે જીવના વીર્યગુણની વિશિષ્ટ અવસ્થા કે રૂપાંતર કે પ્રવર્તન) જેનાથી પુદ્ગલદ્રવ્યના સંબંધ પ્રત્યે જીવ સક્રિય બને છે. તેને યોગ કહેવાય છે. ઉપયોગ :- જીવના જ્ઞાન (જાણવું) અને દર્શન (જોવું) ગુણનું વિર્યગુણ દ્વારા કોઈપણ વસ્તુને જાણવા કે જોવા માટે) થતું પ્રવર્તન (કે સક્રિયતા કે જાડાણ) તેને ઉપયોગ કહે છે.

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410