Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 393
________________ ૩૬૫ (૬૨) સૂત્ર-૪૨-૪૩:- પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર... ચાલુ હોય છે. જીવોના શરીરોમાં પણ આ ક્રિયા થયા કરે છે. વધતા શરીરમાં ઓછા પુદ્ગલો છૂટા પડે છે, અને વધુ જોડાય છે. જયારે રોગ કે વૃદ્ધાવસ્થામાં વધુ છૂટા પડે છે અને ઓછા જોડાય છે પરંતુ વિશ્વના સઘળા પુદ્ગલપદાર્થોમાં જોડાવા અને છૂટા પડવાની ક્રિયા એક ક્ષણ પણ અટક્યા વિના સતત ચાલ્યા જ કરે છે. આ વસ્તુ જૈનતત્ત્વજ્ઞાન ભારપૂર્વક જણાવે છે અને તેથી તેને માટે પ્રયોજાયેલો શબ્દ સાર્થ છે. પુદ્ગપૂરણ, અને ગલ =ગળવું. (જુઓ પૃ. ૪૫થી ૪૮) જેનું પુરાવું અને ગળવું. ભેગા થવું. અને વિખરાવું, સતત ચાલ્યા કરે તેને પુદ્ગલ કહે છે. વર્તમાન વિજ્ઞાન પણ તેના પ્રયોગની મર્યાદા મુજબ આ વસ્તુને સ્વીકારે છે. Mass (matter) (ભૌતિક પદાર્થ-પુદ્ગલ)માંથી energy (ઉર્જા)માં અને energyમાંથી massમાં રૂપાંતર થયા કરે છે. mass અને energyનો ફુલ જથ્થો સ્થાયી રહે છે. એ ભૌતિકશાસ્ત્રનો મૂળભૂત નિયમ છે. જૈનતત્ત્વજ્ઞાન આ વસ્તુને બહુ વ્યાપક રીતે અને સૂક્ષ્મતાથી નિરૂપણ કરે છે અને તેનું વિસ્તારથી વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે. આધુનિક વિજ્ઞાન પ્રારંભમાં ઇલેકટ્રોન, પ્રોટીન અને ન્યૂટ્રોનએ અને તે પછી ૯૨ મૂળભૂત Primary element માનતું હતું. એ માન્યતામાં હજી એવા નવા કણો તેઓ શોધતા જ રહે છે. તેઓની માન્યતા મુજબ, આ મૂળભૂત કણોના જુદા જુદા રાસાયણિક સંયોજનોથી દરેક પદાર્થો રચાય છે. જૈનતત્ત્વજ્ઞાન મુજબ પુદ્ગલપદાર્થનો અંતિમકણ જેને “સૂક્ષ્મ પરમાણું કહે છે, તેવા અનંત સૂક્ષ્મપરમાણુંઓ વિશ્વમાં છે. તે સઘળાનું મૂળસ્વરૂપ એક સમાન જ છે. તે પરમાણુંઓના સંયોજનની વિવિધ પ્રકારની પદ્ધતિઓ હોવાને કારણ પદાર્થો વિવિધ પ્રકારના સર્જાય છે. કોઈપણ પુદ્ગલપદાર્થ, તેના અંતિમ સૂક્ષ્મ પરમાણુંઓમાં વિભાજિત થઈ જાય. અને તે પછી, અને નવેસરથી સંયોજન થાય ત્યારે સંયોજનની પદ્ધતિ મુજબના, બીજા નવા કોઈપણ પદાર્થનું સર્જન થઈ શકે છે. આવી

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410