Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 386
________________ ૩૫૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન છે, તે આ સૂત્રનું તાત્પર્ય છે. (કયાંય કશું સ્થાયી નથી, સિવાય પરિવર્તન) – સૂત્ર-૨૯, ૩૦, ૩૧ અને ૪૦ની સંકલના. પરિવર્તનોનો સ્થાયી આધાર: સૂત્રરમાં સત્નો સર્વસામાન્ય ગુણધર્મ (લક્ષણ) બતાવ્યો એટલે પાંચે ય દ્રવ્યોનો એક જ સાધારણ ગુણ જણાવ્યો. તે ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ સ્વભાવરૂપે છે. તેના દ્વારા એક મહત્વની વસ્તુ સૂચિત કરી કે દરેક પરિવર્તનોનો એક સ્થાયી આધાર હોય છે. સ્થાયી આધારના નિયંત્રણ હેઠળ સઘળા પરિવર્તનો થાય છે, તેથી જગતમાં સુવ્યવસ્થા ઘટે છે. પુદ્ગલદ્રવ્યમાં ચાહે ગમે તેટલા પરિવર્તનો થાય, પણ તે મૂર્તવાદિ, અને સ્પર્ધાદિ ૪ ગુણધર્મોને ક્યારેય છોડે નહિ. પ્રગટ ન દેખાતા હોય તો પણ અપ્રગટ (અનુત્કટ) પણે અવશ્ય હોય જ. તે અપ્રગટ ગુણો પ્રક્રિયાવિશેષથી પ્રગટપણે પણ અનુભવાય. તે પુદ્ગલ (ભૌતિક પદાર્થ)ના પર્યાયોમાં ગમે તેટલા રૂપાંતરો થાય, સ્પર્શદિ-૪ના ૨૦ પેટાભેદ (કઠીન, મૃદુ વિગેરે, તીખો ગળ્યો વિગેરે, લાલ, પીળો વિગેરે) અને તેની તરતમતાઓ (અત્યં કઠીન, ઓછો કઠિન, અતિતીખો, ઓછો તીખો, ઘેરોલાલ, આછોલાલ વિગેરે)ની અપેક્ષાએ નિશ્ચિત અનંતભેદોની મર્યાદામાં રહીને જ પર્યાયોના રૂપાંતરો કે પરિવર્તનો થાય. જો આવું ન હોય તો સર્વત્ર અવ્યવસ્થા સર્જાય. (જુઓ ઊર્જા વિષયકલેખો) એ રીતે જીવના પણ તેના પોતાના ગુણો અને પર્યાયો જે નિશ્ચિત છે. તેની મર્યાદામાં રહીને જ સઘળા પરિવર્તનો થાય છે. જીવ જ્ઞાનાદિ ગુણરહિત ક્યારેય ન બને, અને પુદ્ગલ કે બીજા કોઈ દ્રવ્યના ગુણો કે પર્યાયોને ધારણ ન કરે. જીવ સાવ-જડ બની જાય, કે જડ, જીવ બની જાય, ઈદ તૃતીય થઈ જાય, આવું ન બને. આ જ વાતને તે પછીના સૂત્ર-૩૦માં તદ્ધાવી નિત્ય (અર્થ:- તેનો અંતરંગ સ્વભાવ, મૂળભૂત સ્વરૂપ, નાશ પામતું નથી) બીજી રીતે જણાવી.

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410