Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 375
________________ ૩૪૭ (૬૦) સૂત્ર - ૩૯:- કાળનું પ્રમાણ निरुद्धत्वात् । અર્થ :- અત્યંત સૂક્ષ્મક્રિયાવાળા અને સર્વજઘન્ય ગતિવાળા પરમાણુને પોતાના અવગાહન ક્ષેત્ર (એક આકાશપ્રદેશ)ને ઓળંગવામાં લાગેલો જે કાળ, તે સમય કહેવાય છે. તે અનિર્દેશ્ય છે. તેને પરમર્ષિ કેવલજ્ઞાની ભગવન્તો પ્રત્યક્ષ જાણી શકે છે. પરંતુ નિર્દેશ કરી શકતા નથી. કારણ કે અત્યંત અલ્પ એવા એક સમયના ગાળામાં વાણીનો પ્રયોગ શક્ય નથી. એક સમયને સ્કૂલદષ્ટિએ સમજાવતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે, કોઈ સશક્ત યુવાન જીર્ણવસ્ત્રને એક સાથે ફાડે, તે ક્રિયામાં તે વસ્ત્રનો એક તાંતણો તૂટ્યા પછી બીજો તાંતણો તૂટે છે. તે બે વચ્ચેનો કાળ આપણી દષ્ટિએ બહુસૂક્ષ્મ જણાય. કારણ કે જીર્ણવસ્ત્ર એકસેકંડ કરતાં પણ ઓછા કાળમાં ફાટી જાય છે. તે વસ્ત્રમાં કેટલા તાંતણા હોય? દા.ત. ૨00 કે ૫00. એક તાંતણો તૂટ્યા પછી જ બીજો તૂટે છે, અને ક્રમસર જ પછીના તાંતણા તૂટે છે. એટલે એકથી બીજો તાંતણો ૧ સેકન્ડના ૫૦૦માં ભાગમાં તૂટે એમ ગણાય. શાસ્ત્રમુજબ આ બે તાંતણા તૂટવા વચ્ચે પણ અસંખ્યાત સમય થઈ જાય છે. તેથી સમય કેટલો સૂક્ષ્મ છે તે સમજાશે. આવા નિશ્ચિત અસંખ્ય સમય = ૧ આવલિ (જુઓ લેખ-૨૧ પૃ. ૧૧૩). ૪૪૪૬ ૩૪૫૮ આવલિકા = ૧ શ્વાસોચ્છવાસ (પ્રાણ) ૧ ઉચ્છવાસ + ૧ નિશ્વાસ = પ્રાણ ૭ પ્રાણ = ૧ સ્તોક, – ૭ સ્તોક = ૧ લવ, ૭૭ લવ = ૧ મુહૂર્ત,> ૩૦ મુહૂર્ત = ૧ દિવસ રાત્રિ (૨૪ કલાક) પક્ષ, માસ, વર્ષ, યુગ (૫ વર્ષ), અને ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ 3७७८

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410