Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 377
________________ (૬૦) સૂત્ર - ૩૯ - કાળનું પ્રમાણ ૩૪૯ (૪) સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ :- (૨)માં બતાવેલા અસંખ્ય ટૂકડા સો-સો વર્ષે કાઢતાં પ્યાલો ખાલી થાય, તેના સમયો સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ. (૫) બાદર ક્ષેત્રપલ્યોપમ :- હવે તે વાલાઝને સ્પર્શેલા જેટલા આકાશપ્રદેશ (દરેક વાલાઝને અસંખ્ય આકાશપ્રદેશ સ્પર્શલા) હોય, તેને બહાર કાઢતાં જે સમય લાગે છે. તે બાદર ક્ષેત્રપલ્યોપમ. (૬) સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ :- અને વાલાઝને સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા સર્વ આકાશપ્રદેશ (એટલે કે પ્યાલાના સર્વ આકાશપ્રદેશ) સમયે સમયે ખાલી કરતાં જે સમય લાગે તે સૂક્ષમ ક્ષેત્રપલ્યોપમ. ૬ પ્રકારના સાગરોપમ કાળનું સ્વરૂપ: ઉપરના દરેક, છએ પલ્યોપમને ૧૦ કોટાકોટી (૧૦૧૫)થી ગુણતાં જે આવે, તે છ પ્રકારના સાગરોપમ થશે. આ જગતમાં દ્વીપ અને સમુદ્રોની સંખ્યા રા સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમ (૨) જેટલી શાસ્ત્રોમાં કહી છે. સૂમ અદ્ધાસાગરોપમ (૪) થી દેવ, નરકના આયુષ્ય, કર્મસ્થિતિ, કાયસ્થિતિ, પુદ્ગલસ્થિતિ વિગેરે મપાય છે. સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ (૬)થી પૃથ્વી આદિના જીવોનું પ્રમાણ જાણી શકાય છે. ૧૦ કોડાકોડી (૧૦૫) સૂક્ષ્મ અદ્ધાસાગરોપમનો ઉત્સર્પિણી, અને તેટલો જ અવસર્પિણી કાળ જાણવો. ૨૦ કોટાકોટી સાગરોપમ૧ કાળચક્ર (૧ ઉત્સર્પિણી+૧ અવસર્પિણી) અનંત કાળચક્ર = ૧ પુદ્ગલપરાવર્ત ભૂતકાળ = અનંત પુદ્ગલપરાવર્ત. (ભૂતકાળના સમયો, સિદ્ધના જીવો કરતાં અસંખ્યગુણ છે. ભવિષ્યકાળના સમયો કરતાં ભવ્યજીવો અનંતગુણ છે.) ભવિષ્યકાળ = ભૂતકાળ કરતાં અનંતગુણ છે. (ભવ્ય જીવો કરતાં

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410