Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 378
________________ ૩૫૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અનંત ગુણ, ભવિષ્યકાળ છે.) આ હકીકત ઉપરથી એટલું સમજી શકાશે કે, જેટલો ભૂતકાળ પસાર થઈ ગયો તેના કરતાં અનંતગુણ ભવિષ્યકાળ હંમેશાં બાકી રહેવાનો છે. જૈનતત્વજ્ઞાનમાં કાળના પરમ સૂક્ષ્મઅંશથી માંડી સૌથી મોટા એકમની પણ યુક્તિસંગત, સુવ્યવસ્થિત વિગત આપી છે. -- આધુનિક વિજ્ઞાન મુજબ કાળનું વર્ણન: વર્તમાનમાં સિનેમા, મુવી વિગેરેમાં ૧ સેકંડના ૧૬થી ૨૦ ચિત્રો લેવાના હોય છે. ત્યારે તેને જીવંત જેવું જોઈ શકાય છે. તેને ધીમી ગતિએ ચલાવવામાં આવે તો ટૂંકા ગાળાની ક્રિયાને સ્પષ્ટ જોઈ શકાય છે. તે કાળની સૂક્ષ્મતાનો ખ્યાલ આપે છે. ૧૯૬૦માં કેટલાક અલ્પજીવી કણો શોધાયા હતા તેનો અડધો જીવનકાળ માત્ર ૧-૩ સેકંડ હતો. બીજા પણ કેટલાક અણુઓ અલ્પકાળ જીવંત (સ્થિર) રહે છે. Polonium - ૨૧૨નું અડધુ જીવન ૧૦ સેકંડ સ્થિર રહ્યા. કાચની નળીમાં કેટલાક અણુઓ પ્રકાશની ગતિ જેટલી ગતિથી ફરતા હોય છે. જે રચાય પછી અને તૂટે તે પહેલા ૩ સેમી.નો લીસોટો બનાવતા હોય છે. તે ૧ સેકંડના ૧૦૫ જેટલો રહે છે. મીલી, માઈક્રો, નેનો, પીકો, ફેન્ટો, એટો, અને પ્લાન્કસેકન્ડઃ વર્તમાનમાં કાળનો સૂક્ષ્મતમ ગાળો પ્લાન્ક સેકંડ કહેવાય છે. જે ૧૦ સેકંડ જેટલો છે. કંઈક અંશે માપી શકાય તેવો સમયનો ગાળો એટો સેકન્ડ છે. જે અબજનો પણ અબજમો ભાગ થાય છે. એટલે કે ૧૦ સેકંડ થાય. તે માપવા માટેના અત્યંત જટીલ સાધનમાં ઉત્પન્ન થતો લેસર પ્રકાશનો ઝબકારો ૨૫૦ એટો સેકંડ ટકે છે. જોકે પ્લાન્ક સેકંડ કરતાં તે ઘણો મોટો

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410