Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૨૬/૨૭૬૦ તા. ૨૭-૨-૨૦૦૧ થાય કે જૈનોના તીર્થંકર અદ્ભૂત ! બીજા સાથે સરખામણી ન થાય. તેમના સિદ્ધાંતો અદ્ભૂત ! ભગવાનના મહોત્સવ, ઉત્સવ, વરઘોડા વિનો હેતુ એ છે કે લોકો જૈનધર્મની અભિમુખ થઈ જાય. રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ? મહાવીર સંસાર સુધારક હતા, તેમ લખાણો લખાયા. મેં તેઓનો અભિપ્રાય માંગ્યો જાહેર થતી બાબતો તરફ વારંવાર ધ્યાન ખેચ્યું. અને તેમાં ઉજવણીનો આખો કાર્યક્રમ બન્યો તે જોતાં મેં તેમને જણાવ્યું કે કાં તમે આ કાર્યક્રમમ થી ખસી જાવ અથવા તો આ કાર્યક્રમનો વિરોધ કરો ત્યારે તેમને મને જણાવ્યું કે તમારા અને અમારા વિચારોમાં ફેર છે. શાત્ર ફરમાવે છે કે સાધુ અને શ્રાવકના આચારમાં ફેર હોય પરંતુ વિચારમાં તો ત્રણ કાળમાં ભેદ ન હોય. સંર ૫૨ છોડવાના વિચારમાં તમારો મતભેદ હોય ? આટલી મોટી ખાઈ છે. અમારી સામે નિવેદન કરે છે, સમજવાની મહેનત કરતા નથી. વિધિ અમારો સિદ્ધાંતને સારી રીતે પ્રચાર કરવો તે માટે છે. તેનાથી ઉલ્ટી રીતે ભગવાન મહાવીર કે તેઓના સિદ્ધાંતો ઓળખાય તો તે બરાબર છે ? અ રેહંત પરમાત્માઓના ધર્મની પ્રભાવનાની વાત આવે તો એકલા સાધુ કે એકલા શ્રાવક ન કરી શકે પરંતુ બે ભેગા થાય તો જ થાય. અારી પાસે જ્ઞાન અને તમારી પાસે શું હોય ? ધન. જ્ઞાન ખરચીએ અને તમે ધનની કોથળી સાચવી ૨ ખો તો શું થાય ? વિરોધ કરવો પડે તો કર્યા વગર ચા નહિ. સાધુ ભગવાને કહેલ સમ્યગજ્ઞાન મૂકે અને તમે ન ખરચો તો જ કામ થાય. આ૪ના પેપરોમાં આપણી સાચી વાત બતાવવી હોય તો કેટલા પૈસા જોઈએ ? આજે છાપાં કેટલા..? કેટલી ભાષામાં..? બધી ભાષામાં આપણે આપણા વિચારો મૂકવા હોય તો કલ્પના કરો કે કેટલા પૈસા જોઈએ ? અકાળમાં પ્રચાર કરવો હોય તો વાસ્તવિક કોટિનો, સારી સ્થિતિ અને સારા પ્રમાણમાં કરવો જોઈએ. પ્રાર બરાબર થાય તો હું ખાત્રી આપું છું કે જે લોકો ખોટી રીતે કરવા માંગે છે તેને બેસી જવું પડે. ન જૈ કુળમાં જન્મેલા જૈન ન બની શકે તો બીજાને જૈન બના રવા કઠીન છે. પરંતુ બીજા એટલું તો માનતા આ કાળમાં આ છાપાઓમાં સારો પ્રચાર કરવવો હોય, ધર્મના અંગને સારૂં કહેવરાવવું હોય તો ધાર્યા પૈસા ખરચો તો પ્રચાર સારો થશે. આપણે કાંઈ ૨૫૦૦મો નિવાર્ણ કલ્યાણક વિશેષ તરીકે ઉજવતા જ નથી. આપણે ત્યાં તો દરેકે દરેક ભગવાનના દરેક કલ્યાણકોની ઉજવણી કરવી તે ન બની શકે તો આ અવસર્પિણીકાલમાં થયેલા ભગવાનોના દરેક કલ્યાણકોની ઉજવણી કરવી અને તે ય ન બની શકે તો જેમના શાસનમાં છીએ તેમના દરેક કલ્યાણકની ઉજવણી કરવી. આજે નિવાર્ણ કલ્યાણકની ઉજવણી તો દર સાલ થાય છે કોક જગ્યાએ પાંચે પાંચ કલ્યાણકોની પણ ઉજવણી થાય છે. ૨૫૦૦નું વર્ષ વિશિષ્ટ કોટિનું કેમ ઉજવે છે તેની ખબર નથી. દર સાલ પાંચે કલ્યાણકો ઉજવાય તો તે ઉજવવા તમારી પાસેથી ઢગલા જોઈએ. ૪૩૫ આપણે શું કરવું જોઈએ તે તો જોઈશું પરતું જે ખરાબ રીતે થઈ રહ્યું છે તે અટકી જાય તેનો પ્રયત્ન કરવાનો છે અમારે શી રીતે ઉજવણી કરવી તે તો શાસ્ત્રમાં લખેલ જ છે. અસલમાં તે ૨૫૦૦મું વર્ષ છે ૨૫૦૧નું નિહ. તે રીતે આપણે શકય પ્રયત્ન કરીશું. ભગવાન મહાવીર કે તેમના શાસનના સિદ્ધાંતો ખોટી રીતે બહાર ન પડે, તેમનો નિર્વાણ મહોત્સવ શ્રી તીર્થંકર ભગવંતોની શોભારૂપે ઉજવવો જોઈએ. આજની સરકાર ડંખીલી છે. સાથે બેસનાર વિરુદ્ધ થાય તો તેની ય ખબર લેવાય છે. રાજવિદ્ધ વાત કરવી તો કાયદાની ચુંગાલમાં ન આવીએ તેમ બોલવું પડશે. રાજતંત્રે કહ્યું કે જૈનોને ઠીક લાગે તેમ કરે. અમારે તમારા ધર્મ સાથે લાગતું વળગતું નથી. જૈનો જો આવો કાર્યક્રમ ઘડે તે બરાબર નથી. ભગવાન મહાવીરનો કે તેમના સિદ્ધાંતનો પ્રચાર થાય તેમાં વિરોધ છે તેવું નથી. માત્ર પ્રચાર એવો ન થવો જોઈએ કે જેથી ખોટી ગેરસમજ થાય. અત્યારે તો જે ખોટું થઈ રહ્યું છે તે અટકાવવાના પ્રયત્ન ચાલુ છે પછી શું કરવું તે હવે જોઈશું. કળશ :

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 354