Book Title: Jain Satyaprakash 1940 03 SrNo 56
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહુનવવાદ લેખક- મુનિરાજ શ્રી દુરધરવિજ્યજી સમભિરૂઢ અને એવંભૂત નયનું સ્વરૂપ A ( ગતાંકથી ચાલુ) [ ગતાંકમાં પર્યાયાર્થિક ચાર નવમાંથી ઋજુસૂત્રનય અને શબ્દનય એ બે નયનું સ્વરૂપ વિચાર્યું. હવે બાકીના બે સમભિરૂઢ નય અને એવંભૂત નયનું સ્વરૂપ વિચારીએ. ] સમભિરૂઢ નય અને એવંભૂત નયનું સ્વરૂપ સમજતાં પૂર્વે આપણે જાણવું જોઈએ કે એ બન્ને નો એક રીતે શબ્દનયના ભેદ છે, અર્થાત શબ્દનયની માન્યતા સાથે આ બન્ને નયની માન્યતાને ગાઢ સમ્બન્ધ છે. ફક્ત ફેર એટલો જ છે કે શબ્દનયને વિષય વ્યાપક એટલે વિસ્તારવાળો છે અને આ બન્ને નયનો વિષય અનુક્રમે વ્યાપ્ય એટલે ઓછા વિસ્તારવાળે છે. માટે પ્રથમ આપણે થોડું શબ્દનું સ્વરૂપ જોઈએ—– ચાર પ્રકારના શબ્દો–શબ્દ નયમાં બતાવ્યા પ્રમાણે આપણને શબ્દના અર્થનો નિશ્ચય આઠ પ્રકારે થાય છે. જે અર્થોને આપણને નિશ્ચય થાય છે તે અર્થને બતાવનારા જે શબ્દો તે ચાર પ્રકારના છે તે આ પ્રમાણેઃ ૧. યૌગિક શબ્દો, ૨. રૂઢ શબ્દ, ૩. યોગરૂઢ શબ્દો અને ૪ યૌગિકરૂઢ શબ્દો. યૌગિક શબ્દાનું સ્વરૂપ –યોગ એટલે અવયવ, તેને અધીન જે શબ્દોની શક્તિ છે તે શબ્દ યૌગિક શબ્દો કહેવાય છે. અર્થાત્ શબ્દનાં પ્રકૃતિ, પ્રત્યય, ઉપસર્ગ વગેરે અવયવો છે તે અવયવો જે અર્થને સમજાવે તે જ અર્થને જે શબ્દો સમજાવે છે તે શબ્દોને યૌગિક શબ્દ કહેવામાં આવે છે. જેમકે પાક શબ્દ છે તેને અર્થ રસોઈઓ થાય છે. તે પાચન શબ્દમાં ધાતુરૂપ પ્રકૃતિ છે અને એ પ્રત્યય છે. તેમાં પન્ન ધાતુનો અર્થ ગુdg (પચધાતુ પાક કરવો એ અર્થને છે) એ પ્રમાણે વ્યાકરણથી પકવવું અથવા રસોઈ કરવી એ થાય છે. અને અન્ન પ્રત્યયને અર્થ કર્તા થાય છે. એટલે ઉત્તરાતિ-જ્ઞાત્રઃ એ પ્રમાણે નિરુક્તિથી જે પકાવતા હોય અર્થાત્ રસોઈ કરતો હોય તે પાચક કહેવાયએટલે જ શબ્દના છૂટા છૂટા જે અવયવો તેનો અર્થ જ એ થયો કે રસોઈ કરનાર અને તે જ અર્થ પાવલ શબ્દ પણ સમજાવે છે. માટે પચવી શબ્દ યૌગિક શબ્દ કહેવાય છે. એ પ્રમાણે બીજા શબ્દો પણ જે અવયવાર્થ અથવા નિરુક્તિથી અર્થને સમજાવતા હોય તે યૌગિક શબ્દો કહેવાય છે. રૂઢ શબ્દોનું સ્વરૂપ-રૂઢિ–એટલે સમુદાયશક્તિ. તે સમુદાયશક્તિથી જે શબ્દો પોતાને અભિમત અર્થને સમજાવે છે તે શબ્દ રૂઢ કહેવાય છે અર્થાત્ જે રાબ્દો અવયવ શક્તિથી નિકળતા અર્થની અપેક્ષા રાખ્યા સિવાય સ્વતંત્રપણે પિતાના અર્થને સમજાવે છે, તે શબ્દ રૂઢ કહેવાય છે. ઉદાહરણ તરીકે જે શબદ લઈએ. તે જે શબ્દનો અર્થ વૃષભ થાય છે. જે શબ્દના અવયવોમાં રજૂ ધાતુ અને તે પ્રત્યય છે, મૂત્રે જ એ પ્રમાણે વ્યાકરણથી જ ધાતુનો અર્થ ગતિ કરવી એવો થાય છે અને તે પ્રત્યય કર્તા અર્થને છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46