________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તંત્રી સ્થાનેથી –
બેહદી વાતો
પોતાના વતું લની કોઈ વ્યકિત ગમે તે કારણસર એ વર્તુલનો ત્યાગ કરી બીજું સ્થાન શોધે ત્યારે એ વસ્તુ ના માનનારાઓને મનમાં દુઃખ થાય એ સાવ સ્વાભાવિક વાત છે, એવા દુ:ખ માટે કોઈને દોષ કે ઉપાલંભ ન આપી શકાય. પણ જ્યારે એ દુ:ખને અતિરેક થઈ જાય અને તેમાંથી ઉન્માદ પેદા થાય અને ભાન ભૂલ્યાની જેમ બકવાદ કરવામાં આવે ત્યારે જરૂર છે આકરા શબ્દ કહેવાને પ્રસંગ આવી પડે છે.
તાજેતરમાં શ્રી અમદાવાદ મુકામે, સ્થાનકવાસી સંપ્રદાયમાં ખૂબ લાંબા દીક્ષા પર્યાયનું પાલન કર્યા પછી પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજના સમુદાયના પાંચ મુનિઓએ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે સંવેગી દીક્ષા અંગીકાર કર્યાની ઘટનાથી સ્થાનકવાસી સંપ્રદાયના કેટલાક ભાઈઓ છેડાઈ પડ્યા હોય એમ લાગે છે અને તેથી તે સંપ્રદાયના વર્તમાનપત્રોએ કાગારોળ કરી મૂકી હોય એમ લાગે છે.
જે વ્યકિત વર્ષોનાં વર્ષો સુધી આપણી સામે રહી હોય અને ગઈ કાલ સુધી આપણે જેને આપણું પરમ પૂજ્ય તરીકે સ્વીકારતા હોઈએ તે પોતાના ઊંડા અભ્યાસ અને આત્મમંથનના પરિણામે આપણે આપણે માની લીધેલ વર્તુલને ત્યાગ કરે તો તેટલા માત્રથી એ વ્યકિતના બધાય ગુણ પરવારી જાય એમ ન બને ! તેમાંય વળી જ્યારે એ વ્યકિત ઊંડા અભ્યાસ અને આત્મમંથન પછી કેવળ વધુ આત્મવિકાસની ભાવનાથી જ સ્થાનાંતર કરે ત્યારે તો એ ગુણ પરવારવાના બદલે પાંગરવા લાગે છે. આવા પ્રસંગે દુરાશની કલ્પના કરવી કે બીજી આડીઅવળી વાત કરવી એ સાવ બેહૂદુ છે.
ઉપરનો પ્રસંગ બન્યા પછી સ્થાનકવાસી પત્રોએ એ પાંચે પૂજ્ય મુનિરાજોને અનુ
તરેહ તરેહની વાત કરવા માંડી છે. કોઈ કહે છે-આપણા સમાજનો સડો દૂર થાય છે. એ પાંચ આપણા સમાજમાં સડારૂપ હતા. કઈ વળી એમના શિથિલાચારની વાતો કરે છે. અમને લાગે છે કે જે રીતે આ આખો પ્રસંગ બન્યો છે તે જોતાં આવી બેદી વાત કરવી એ માણસાઈની ખાનદાનીને બટ્ટારૂપ છે.
આપણે ઘણી વખત જોયું છે કે–એક વ્યકિત પિતાની અશક્તિ કે સંસારી વાસનાએના કારણે દીક્ષા ન પાળી શકે અને વેશ છોડી ચાલ્યો જાય ત્યારપછી એ પિતાના ગુરૂ કે સાથી મુનિરાજે સંબંધી અનેક સારી બેટી વાતો કરી પિતાને ભૂલે બચાવ શોધે છે. પણ આખરે તો સાચી વાત બહાર આવ્યા વગર નથી રહેતી. આ જ પ્રમાણે
જ્યારે આ પાંચે પૂજ્યોએ સ્થાનકવાસી સંપ્રદાયને વેચ્છાથી ત્યાગ કર્યો ત્યારપછી તેમના શિથિલાચારની વાત કરવી કે તેમના સડારૂપ હોવાની વાત કરવી અને તેમાંથી મન મનાવવાનો પ્રયત્ન કરે છે તો ઘરને આગ લાગ્યા પછી તેને કૃષ્ણાર્પણ કરવા જેવું ગણાય. આવી બેહૂદી વાતોથી દુનિયા ભોળવાઈ જાય એમ માનવું ભૂલભરેલું છે.
For Private And Personal Use Only