________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૬૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષીય
વળી કાઈ એકાદ મુનિની વાત હોય તેા. તેા કદાચ ગમે તેમ મનાવવાના પ્રયત્ન કરી શકાય, પણ આ તે પાંચ પાંચ મુનિરાજોને પ્રસંગ છે! શું એ બધાય ખરાબ હતા ? કે પછી એવું લખનાર કે માનનારે પેાતાની ખરાખીનેા પડછાયે એમનામાં માની લીધેા છે?
અમે માનીએ છીએ કે જો એ પાંચ પૂજ્ગ્યાએ કાઈ દુન્યવી લાલસાથી પ્રેરાઈને પેાતાને વેશપલટા કર્યાં હાત તા તેમણે અવશ્ય પેાતાના પૂર્વ સંપ્રદાયની કે પેાતાના પૂર્વીના ગુરૂની વગેાવણી શરૂ કરી હેાત. પણ વેશપરિવર્તન પ્રસંગે પ. પ્રવક શ્રી પન્નાલાલજી ( વર્તમાનના મુનિરાજ શ્રી પ્રમેાવિજયજી ) મહારાજે જે વક્તવ્ય કર્યું હતું તેમાં ન તે ક્યાંય સ્થાનકવાસી સંપ્રદાય પ્રત્યે રાષને એક શબ્દ છે કે ન તા પેાતાના પુત્રગુરુનું ઘસાતું કહેનારા એકે મેટલ ! ઉલટું તેમાં તે તેમણે પેાતાના પૂર્વગુરુનું ભારાભાર અહેસાન સ્વીકાર્યું છે.
ખરેખર, આ વક્તવ્ય એ વેશપરિવર્તન કરનારની ખાનદાનીના નમુનારૂપ છે. એ વક્તવ્ય એમના વેશપરિવર્તનના ઉજળિયાતપણાને રજુ કરે છે. અમે તે ચેસ માનીએ છીએ કે આજે નહીં તેા કાલે પણ એમનું આ કુંદનસમું શુદ્ધ પરિવર્તન પોતાના વિધીઓના દિલમાં પણ સદ્ભાવ પેદા કરશે જ કરશે ! સાચા ત્યાગ અને સયમ કદી અફળ નથી નીવડતા !
બાકી તેા ગમે તેવી વ્યક્તિ માટે ગમે તેવી વાતેા કરવી હોય તેા માત્ર કલમ, કાગળ અને સ્યાહીની જ જરૂર રહે છે. એના બળે પેાતાના વિવેક અને વિચારને વેગળા મૂકી માણુસ ધારે તેવું લખી શકે છે, પણ તેથી શું ? ભૂખ્યા માણસ ધરાયેલ માણસની ભારાભાર નિંદા કરે તેાય તેનું પેટ જરાય નહીં ભરાવાનું એ દીવા જેવી હકીકત છે.
સ્થાનકવાશી સંપ્રદાય બરાબર સમજી લે કે આવી મેહુદી વાતે કરવાથી કશે અ નથી સરવાના ! જે કાલ સુધી કુંદન હતું તે આજે કથીર થઈ ગયાની વાત કાના ગળે ઊતરશે ? ખરી વાત તા એ છે જે જે વ્યક્તિઓએ તટસ્થ વૃત્તિથી શાસ્ત્રોના અભ્યાસ કર્યાં છે તેમણે આવાં પરિવા આવકાર્યા છે. આજ પૂર્વે પણ આવાં અનેક પરિવર્ત ના થયાં છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે તેએ આવાં પરિવર્તનથી અકળાઈ ન જતાં તેમાંથી ધડે લે અને એનું ઊંડું મૂળ શેાધી તેને ઈલાજ ગેાતે ! અને આવી બેહુદી વાતા કરવાનું છેાડી છે !
પીઠપર પડતા લાઠીનેા માર લાઠીને વળગવાથી ન અટકે, એ માટે તે એના વીંઝનારની ગેાત કરવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે આ પરિવર્તન સ્થાનકવાસી સંપ્રદાયને પોતાના માની લીધેલ સિદ્ધાંતની સચાઈની શોધ કરવા પ્રેરે, કે જેણે આવાં પિરવત ને!
સરજાવ્યાં છે.
જ્યારે આમ થશે ત્યારે આવાં પરિવતના અકારાં નહી લાગે, આવકારદાયક લાગશે !
For Private And Personal Use Only