________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ]
પ્રતિષ્ઠાનપુર કલ્પ
[ ર૩૭ ]
આવો મોટો કોપ કેના ઉપર છે? અહીં કોઈ રાજા, રાજપુરુષ, વીર અથવા કિલ્લે પણ નથી–એ પ્રકારે ચિંતા કરનારા તેઓ (લોકે) માં માલવરાજે મોકલેલે દૂત આવીને સાતવાહનને કહેવા લાગ્યોઃ હે કુમાર! તમારા ઉપર રાજા કેધિત થયા કરે છે. સવારે તમને મારી નાખશે તેવી યુદ્ધ વગેરે ઉપાય ચિંતવવાના વિચારવાળા તમારે થઈ જવું. તે દૂતનું વચન સાંભળીને પણ તે ભય વિના જ ખૂબ રમવા લાગ્યો.
અહીં પરમાર્થ જાણનારાં તે બે (તેના) મામાઓ પરસ્પરનાં દુર્વિકલ્પ છોડી દઈને ફરીથી પ્રતિષ્ઠાનમાં આવ્યા. પરચક્ર-બીજા રાજાની ચડાઈ જઈ પોતાની બહેનને કહ્યું-કે બહેન! જે દેવતાએ તને આ પુત્ર દીધો છે તેનું સ્મરણ કર, જેથી તે જ આને સહાયક થશે. તે પણ તે (ભાઈ)ના વચનથી પહેલાંનું નાગરાજનું વચન સ્મરણ કરીને માથે ઘડે મૂકીને તે જ નાગના રાજાનું આરાધન કર્યું. તે જ ક્ષણે નાગરાજ પ્રત્યક્ષ થઈને બ્રાહ્મણીને કહેવા લાગ્યો. “શા કારણથી તેં મને સંભાર્યો છે ?” તેણે પ્રણામ કરીને જેવું બન્યું હતું તેવું કહ્યું છો નાગરાજ બે-મારા પ્રતાપ હોવા છતાં (મારા જીવતાં) કેણ તારા પુત્રને પરાજય કરવાને સમર્થ છે? એ પ્રમાણે કહી તે ઘડે લઈને સરોવરમાં માંજીને અમૃતના કુંડથી અમૃત (લાવવા) વડે ઘડો ભરી લાવીને તે (બ્રાહ્મણી) ને દીધો અને કહેવા લાગ્યાઆ અમૃત વડે સાતવાહને બનાવેલા માટીના ઘડા, રથ, હાથી, અને પાયદલ સમૂહ પર છાંટજે; જેથી તે સજીવન થઈને શત્રુના સમૂહને નાશ કરશે. આ જ અમૃતનો ઘડે તારા પુત્રને પ્રતિષ્ઠાન રાજ્યમાં અભિષેક કરશે. પ્રારંભમાં વળી મારું સ્મરણ કરજે–એ પ્રમાણે બોલીને નાગરાજ પોતાના સ્થાને ચાલ્યો ગયો. તે બ્રાહ્મણ પણ તે અમૃતના ઘડાને લઈ પિતાને ઘેર આવીને તે વડે તે માટીના મોટા સૈન્ય પર તેણે અભિષેક કર્યો. સવારે દેવતાના પ્રતાપથી સજીવન થયેલું તે સૈન્ય સામે જઈને શત્રુની સાથે લડવા લાગ્યું. તે સાતવાહનની સેનાએ અવંતીરાજના સૈન્યને ભગાડી મૂક્યું. વિક્રમ રાજા પણ ભાગીને અવંતી ચાલ્યો ગયો. ત્યાર પછી સાતવાહનનો રાજ્યમાં અભિષેક કરાયો. પોતાના વૈભવથી વસ્તુસમૂહના ઉત્તમ નામને જેણે પરાભવ કર્યો છે એવું પ્રતિષ્ઠાન નગર, હવેલીઓ, ચૈત્યો, દુકાનોની પંક્તિ, ચૌટાં, કિલ્લાઓ અને ખાઈઓ વડે સારી રીતે વસેલું નગર બની ગયું. સાતવાહને પણ અનુક્રમે દક્ષિણાપથને કરજ વિનાનું બનાવીને તથા તાપી નદીના કિનારા સુધાના ઉત્તરાપથને સાધીને પોતાને સંવત્સર ચલાવ્યો, જેને તેમાં વસ્યા. આંખની શીતલતા ઉત્પન્ન કરે એવાં જિન મંદિર બંધાવ્યાં. પચાસ વીરેમાં પ્રત્યેકે પણ પિતા પોતાના નામ યુક્ત નગરની અંદર જ જિનચૈત્ય કરાવ્યાં.x
ઈતિ પ્રતિષ્ઠાપત્તનકલ્પ
-
-
* આ કલ્પ “ચતુર્વિશતિ પ્રબંધ”માં પણ આપવામાં આવ્યું છે.
For Private And Personal Use Only