________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
[૪૫]
ભીમદેવના દરબારમાં મોકલ્યો હતો. તે લેકના પ્રત્યુત્તર રૂપે જેનાચાર્ય સુપ્રસિદ્ધ શ્રીમાન સુરાચાર્યજીએ મહારાણું ભીમદેવને એક ઉત્તમ ક રચી આપી રાજા ભેજના દરબારમાં રવાના કર્યો હતો. તે ક વાંચી રાજા ભોજ ભારે ખુશી થયા હતા. સુરાચાર્યજીની વિદ્વત્તાની પરીક્ષા કરવા અને સ્વસભાના સાક્ષરવરે સાથે વાદવિવાદ કરાવવા સુરાચાર્યજીને માળવા દેશ પધારવા રાજા ભોજે આમંત્રણ કર્યું. આમંત્રણને સૂરીશ્વરે સ્વીકાર કર્યો. વિહાર કરી ત્યાં પધાર્યા. ભોજે તેમનું સન્માન કર્યું. સૂરીશ્વરે ભોજની સર્વ સભાને જીતી લીધી. બાદ સૂરીશ્વરજી સ્વસ્થાનમાં પધાર્યા. પિતાની સભાને પરાજય થયો જાણે રાજા ભોજ સુરાચાર્ય ઉપર ખૂબ ચીડાણા અને તેમને કેદ કરવાની દુષ્ટ ભાવના પ્રગટી. આ વાતની ધનપાલને ખબર પડતાં સૂરીશ્વરજીને ચેતાવી દીધા. અને વેષ પરિવર્તન કરાવી પિતાને ત્યાં બોલાવી લીધા. અને છેવટે સમયસૂચકતા વાપરી અણહિલપુર પાટણ તરફ વિહાર કરાવી દીધું. અને ભોજના દુષ્ટ કાવત્રાથી તેમને બચાવ્યા. આ બાબતમાં વિશેષ હકીકત પ્રભાવક ચરિત્રમાં આવતા સુરાચાર્યના પ્રબંધથી જાણવી.
ધનપાલ અને મહેન્દ્રસૂરિનું સ્વર્ગગામન–દિવસે દિવસે હવે ધનપાલની વૃદ્ધાવસ્થા વધતી ગઈ. સંસારની ઉપાધિથી નિવૃત્ત થવા મનભાવના પ્રગટ થઈ. છેલ્લી જીંદગી બસ ધર્મ સાધનમાં જ પસાર કરવી, સંસારના કોઈ પણ આરંભસમારંભ કાર્યમાં ભાગ લેવો નહીં, વગેરેમાં સુદ્દઢ થઈ ધનપાલ પણ્ડિતે ગુરૂ મહારાજ પાસે પરલેક સાધવા ભૂપતિ બેજ પાસે આજ્ઞા માગી. ઘણું જ હર્ષ પૂર્વક મહારાજાએ અનુમતિ આપી. બાદ સ્વગુરૂરાજ શ્રીમદ્ મહેન્દ્રસૂરીશ્વર પાસે પરમહંત મહાકવિ ધનપાલે ગૃહસ્થપણામાં રહી સંલેખન કરી. ત્યાં તીવ્ર તપથી કાયાને તપતાં, કર્મદલને પીલતાં, નિરતિચારપણે શુદ્ધ સમ્યકત્વ પાળતાં, શ્રત પારગામી સ્થવિર મુનિવરે પાસે કાળ નિર્ગમન કરતાં પ્રાંતે સર્વસ્વ ત્યાગ કરી, દેહને છોડી, સૌધર્મ દેવલોકમાં સીધાવ્યા. તે સમયે ઉભય લેકમાં કલ્યાણકારી એવું તેનું અદ્દભુત-અલૌકિક પાંડિત્ય જોઈ સંતોષ પામતાં મહેન્દ્રસૂરિ પણું અનશન પૂર્વક સ્વર્ગલોકમાં સીધાવ્યા. ત્યારથી આ સાહિત્ય વાટિકા સિદ્ધસારસ્વત પરમહંત મહાકવિ ધનપાલથી સૂની પડી.
ઉપસંહાર–જન્મથી જૈન નહીં, છતાં પુરૂષોના સત્સંગમાં આવતાં ધર્મનું સાચું સ્વરૂપ સમજતાં, જીવનને પલટાવતાં, દઢ સમ્યકત્વધારી થતાં, પ્રાણાંતના ભોગે પણ ધર્મ શ્રદ્ધાથી નહીં ડગતાં, ગમે તેવા પ્રસંગે ઉપસ્થિત થાય, ગમે તેટલી કસોટી થાય, ગમે તેટલું દુઃખ પડે, તેને બહાદુરીથી ભોગવી આદર્શ જીવન જીવી ભાવી પ્રજાને પિતાની વિદ્વત્તા સમપ ધનપાળ પરલોકમાં સિધાવ્યા. તે મહાપુરૂષના ચરિત્રનું ખુબ મનન કરી સૌ સ્વઆત્મામાં સદ્દગુણો ઉતારે, અને અન્ય પ્રાણીઓને ધર્મમાર્ગમાં જોડે એ જ શુભ ભાવના.
સમાસ
For Private And Personal Use Only