Book Title: Jain Satyaprakash 1940 03 SrNo 56
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૫ આપણાં શાસ્ત્રો પ્રમાણે આ દુનિયા અને આ માનવસ્વભાવ અનાદિ કાળથી ચાલ્યાં આવે છે તે મૂર્તિની ભાવના પણ અનાદિ કાળથી ચાલી આવે છે એમ કહેવામાં જરાય ખોટું નથી. આ માટે થોડાંક દૃષ્ટાંત જોઈએ. એક સાવ અબુઝ બાળક છે. એની બુદ્ધિ ખીલી નથી. સારાસાર સમજવાની વિવેક શક્તિને એનામાં વિકાસ નથી થયો. છતાં એ અમુક ચિત્રો ભેગાં કરવા ટેવાય છે. અમુક ચિ સંગ્રહી રાખવામાં એને આનંદ આવે છે. અને એ ચિત્રોમાંનાં જુદાં જુદાં ચિત્રો તરફ એ જુદી જુદી લાગણી અનુભવે છે. કોઈ ચિત્ર જોતાં એનામાં શૂરાતનને સંચાર થતો લાગે છે, કોઈ ચિત્ર એને ગગનગામી બનાવવા માગતું હોય એમ લાગે છે; કેાઈ ચિત્ર જોઈ એ અતિ વિનમ્ર બનતું હોય એમ ભાસે છે. એટલું જ શા માટે? કેાઈ ચિત્ર એને પ્રાણસમું પ્યારું લાગે છે અને તે તેનું જીવથી ય અધિકપણે જતન કરવા મથતું હોય એમ લાગે છે. જેનું હદય સ્ફટિક જેવું નિર્મળ છે અને જેના ઉપર કશી છાપ પડી નથી તેના ઉપર આ મૂંગા ચિત્રો ચીતરામણ કરે છે એ શું છે ? એક વિદ્યાર્થી છે. એને ધર્મશાસ્ત્રોની કશી ગતાગમ નથી. પિતાના સ્નેહીની કે મિત્રની છબી જોઇને એનું હૈયું નાચી ઉઠે છે. પિતાના પિતાના વૈરીનું ચિત્ર જોઈ એના હૈયામાં વરાળો ઉઠવા લાગે છે. આ શાનું પરિણામ છે? એક યુવાન દંપતિનું યુગલ છે. ભોગ વિલાસ અને આનંદ સિવાય એ કશું ય સમજતું નથી. એકબીજાથી અળગા પડવામાં એકબીજાને અપાર વેદના થતી હોય તેમ લાગે છે. આવી વેદના પ્રસંગે એકબીજાનું ચિત્ર એકબીજાની દુઃખની લાગણીને હળવી બનાવે છે. એક સામાન્ય કાગળના ટુકડા ઉપરનું ચિત્ર અજબ જાદુ પાથરે છે. એ ટુંકડાનું તે જીવની જેમ જતન કરે છે. આ શું? એક વીર સૈનિક છે. મર્દાનગી અને વીરતા સિવાય એને બીજું કશું ભાન નથી. લડાઈના મેદાનમાં મેતને ભેટવા સિવાય બીજું કશું મળવાનું નથી એ તે જાણે છે છતાં એક લાકડી અને એક કપડાને ટુકડો એ બે સામાન્ય વસ્તુઓથી બનેલ ધ્વજ એને અજબ પ્રેરણું આપે છે. એ ધ્વજને જોઈને એ મરણની ભયંકરતા ભૂલીને યુદ્ધમાં ઘૂમવા લાગે છે. એ ધ્વજની આબરૂ જાળવવા એ આકાશ-પાતાળ એક કરે છે. એ શાથી? એક ગૃહસ્થ છે. પાકી ઉમરે પહોંચે છે. મરણ પથારીએ પડયો પડ્યો પિતાને પ્રિય વસ્તુનું દર્શન કરતો એ આરામથી પ્રાણ છોડે છે. બીજો એવું દર્શન ન મળતાં મુસીબતે મરે છે. આ શું? 1 એક સાધુ છે. એણે સંસારનો ત્યાગ કર્યો છે. આખી દુનિયા એને મન એક સરખી છે. કોઈને ખરાબ કે કોઈને સારું માનવા એ ઈન્કાર કરે છે. છતાં એ અમુક ભૂમિમાં કે અમુક સ્થળમાં વધુ પ્રફુલ્લિત બને છે. અમુક સ્થળ એને વધુ પ્રેરણા આપતું જણાય છે. આ શાથી? આ બધા દાખલાઓ એક જ વસ્તુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિ અને મૂર્તિની ભાવના પરસ્પર ખૂબ સંકસાયેલ છે. મનુષ્યપ્રકૃતિની સારી અને ખોટી બને લાગણીએને ઉશ્કેરવા ની તાકાત મૂર્તિમાં રહેલી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46