________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
જેનામાં વિદ્વત્તા હોય, તે વાદી મારી સામે ઉપસ્થિત થઈ જાય. વિતંડાવાદમાં ધુરંધર એવો હું વાદ કરવાને તત્પર છતાં મહીતલમાં કોઈ પણ્ડિત જ નથી કે મારી સામે બોલી શકે. મને તે ખાત્રી છે કે જ્યાં હું બેલવા ઉભો થયો કે કઈ પણ એમ નહીં કહે કે હું વાદી છું.
નિરૂત્સાહ બની ગયેલી ભેજસભા–ધર્મ પંડિતનું વક્તવ્ય સાંભળી સમસ્ત સભા નિરૂત્સાહ બની ગઈ. સભાના મહાન પડિતો નીચી દષ્ટિ કરી શક સાગરમાં ડૂબવા લાગ્યા. અત્યારે કોઈની પણ તાકાત નથી કે ઉંચું મુખ કરી ધર્મ પણ્ડિત સામે બેલી શકે. બધાએ મૌનવ્રત સ્વીકાર્યું. મહારાજા ભેજ પણ ધર્મ પતિના વક્તવ્યથી દિગમૂઢ બની ગયા. અને અંતરમાં અત્યંત દુઃખ પામતા ચિંતવવા લાગ્યા–અરેરે, એક ધનપાલ વિના મારી સભા શૂન્ય જેવી ભાસે છે. જાણે પંડિતની પંડિતાઈ જ ચાલી ગઈ !
આમ હદયમાં વિચારમલિા ચાલી રહી છેએટલામાં મહારાજાને એક વિચાર સૂઝી આવ્યો કે કોઈ પણ હિસાબે અત્યારે ને અત્યારે જો ધનપાલ અહીં આવી જાય તે આ અભિમાની પડિતનો પ્રતિકાર થાય. બાકી તો કોઈ રસ્તો છે જ નહીં.
બાદ ધર્મપડિતને જણાવવામાં આવ્યું કે...હે વાદિરાજ ! અમારા મહાવાદી એકાએક બહારગામ ચાલ્યા ગયા છે. તેમને બોલાવવા રાજપુરૂષ જાય છે. અને એ આવે ત્યાં સુધી આપ અહીંયાં છે. એમ કહી સભા વિસર્જન કરી.
ચારે બાજુ ધનપાલની શોધ–લાગેલો પત્તો-તરત જ મહારાજા ભોજે પિતાના વિશ્વાસપાત્ર પુરૂષોને બેલાવ્યા, અને કહ્યું કે અત્યારે ને અત્યારે જ્યાં હોય ત્યાંથી ધનપાલને અહીં લાવો. ચારે તરફ ખૂબ શોધ કર્યા પછી છેવટે તેઓને આ સત્યપુર (સાચાર) નગરમાંથી તેમનો પત્તો મળ્યો. એટલે રાજપુરૂષો ત્યાં પહોંચ્યા. અને ધનપાલ પડિતને વિનયપૂર્વક સર્વ હકીકત નિવેદન કરી, બાદ ધનપાલે જણાવ્યું કે હું તીર્થની સેવામાં રહેલો છું એટલે આવી શકું તેમ નથી.
મહાકવિ ધનપાલના શબ્દો સાંભળી રાજપુરૂષે નારાજ થયા, અને વિલા મોડે ધારાનગરી તરફ પાછા ફર્યા. અને મહારાજાને યથાસ્થિત વૃત્તાંત નિવેદન કર્યું. ધનપાલને પત્તો મળ્યો એ સાંભળી મહારાજાને ઘણો જ હર્ષ થયો, અને સાથોસાથ નહીં આવવાના સમાચાર સાંભળતાં દુઃખ પણ ઉદ્દભવ્યું. બાદ ધનપાલ પણ્ડિતને પુનઃ નમ્રતાપૂર્વક પ્રિય અને મધુર વાણીથી ભેજે કહેવરાવ્યું કે-હે કવિરાજ ! મુંજ રાજા આપને પુત્ર સમાન માનતા તેથી આપ મોટા ભાઈ છે અને હું કનિષ્ઠ (નાન ) છું. માટે કનિષ્કના વચનથી આપ વડિલને શું રોષ હોય ?'
પૂર્વે પણ આપ જે હોવાથી આપને મુંજે ઉત્સગે બેસાર્યા હતા અને “શ્રી કુર્ચાલ સરસ્વતી”ના બિરૂદથી અલંકૃત કર્યા હતા. અત્યારે આપ આવો, નહીંતર એ કૌમતને પરદેશી પંડિત ધારાનગરીની સભાને જીતીને ચાલ્યો જશે. એ જે હૃદયમાં સાલતું હોય,
ને ધારાનગરીની કીતિ ચારે તરફ વધારવી હોય તે તરત જ ધારાનગરીમાં આવે. મહારાજાના રાજસેવકે પુનઃ સાચોર આવ્યા, અને પછી ધનપાલ પંડિતને ઉપર્યુક્ત વસ્તુ નિવેદન કરી. કવિવરના હૃદયમાં સ્વદેશ પ્રેમ પ્રગટયો. * વનનો રામમિક્ષ કપિ નહિ ?'
For Private And Personal Use Only