Book Title: Jain Satyaprakash 1940 03 SrNo 56
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org || ૨૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ ૫ “કાંજી વગેરેના તુચ્છ પાણીના ગળવાથી થતા દાહની શંકાથી મારા મુખમાંથી સરસ્વતી ચાલી ગઈ છે, તેથી શત્રુઓની લક્ષ્મી આકર્ષવામાં વ્યગ્ર છે હસ્ત જેને એવા હે રાજન ! હું કવિરાજ નથી.” સાર (સત્યપુર) તીર્થમાં-ધનપાલે ધારાનગરીનો ત્યાગ કરી પશ્ચિમ દિશા તરફ પ્રયાણ શરૂ કર્યું. ટુંક સમયમાં તે સપરિવાર સત્યપુર (સાચોર) તીર્થમાં આવી પહોંચ્યા. ત્યાં શ્રી મહાવીર સ્વામીનું ચૈત્ય જોઇને તેના આનંદને પાર રહ્યો નહીં. ભગવંતને ભક્તિભાવ સહિત નમસ્કાર કરવા પૂર્વક વિરોધાભાસાલંકૃત એવી હેવ નિભ૪” ઈત્યાદિ પાકૃતમય સ્તુતિ રચી મહાવીર વિભુની ઘણું જ હર્ષપૂર્વક સ્તુતિ કરી. બાદ ત્યાંજ નિવાસ સ્થાન કર્યું. સુખશાન્તિ પૂર્વક કવિરાજના દિવસો પસાર થવા લાગ્યા. રાજા ભેજને ખેદ–અમુક દિવસ વીત્યા બાદ રાજ ભેજે પરમહંત મહાકવિ ધનપાલને યાદ કર્યો, પરંતુ ધનપાલના ચાલ્યા જવાના સમાચાર સાંભળતાં મહારાજાને ખેદ થયો. તેને થયું વાણીની કકતાને લીધે ગયો તે ઠીક, પરંતુ સાક્ષાત સરસ્વતી સન્માન સત્યવાદી તેના જેવો અન્ય પંડિત કઈ છે જ નહીં. ધર્મ પણ્ડિતનું ધારામાં આગમન–પરમહંત મહાકવિ ધનપાત વિના ધારા નગરી શ્ન મૂન બની ગઈ. રાજસભા પણ ધનપાલ વિના નિસ્તેજ ભાસવા લાગી. ભેજને આ હૃદયમાં સાલવા લાગ્યું, દેશદેશાવરમાં પણ ધનપાલની ચાલ્યા જવાની વાત ફેલાણી. આમ ધનપાલ વિના ધારાનગરીના દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. એવામાં કૌલમતનો ધર્મ નામે પંડિત ત્યાં આવી ચડયો. આ ધર્મ નામે પરિડત કેણુ છે ? તેની પૂર્વ ઘટના શું છે? વગેરે ઓળખાણ વાચક વર્ગને કરાવી પડશે. લાટ દેશમાં જ્યાં નર્મદા નદીના તરંગો લેકને પાવન કરી રહ્યા છે, તે ભૃગુકચ્છ (હાલ ભરૂચ) નામે નગરમાં વેદ-વેદાંગ પારગામી અને જાણે સાક્ષાત શરીરધારી બ્રહ્મા હોય એ સુરદેવ નામે નામાંકિત વિપ્ર વસતો હતો. તેને નીતિપાત્ર અને દાનેશ્વરમાં સુપ્રસિદ્ધ સંતશિરોમણિ સાવિત્રી નામે સ્ત્રી હતી. તેમને ધર્મ અને શમ્મ નામે બે પુત્રો તેમજ ગોમતી નામે બાલિકા હતી. મોટો પુત્ર ધર્મ બચપનના ખરાબ સંસ્કારે, કુવ્યસને, શઠ મિત્રાચારી, વગેરેને લઈને સૂર્ય ને શનિશ્ચરની જેમ પિતાને સંતાપજનક નીવડવ્યો. જેમ જેમ ધર્મની મેટી ઉમ્મર થતી ગઈ તેમ તેમ તે વધારે બગડવા લાગ્યો. તેનાથી માતા-પિતા અત્યંત ત્રાસી ગયાં. પિતાએ છેવટની શીખ પણ દઈ દીધી. હે પુત્ર! તું ધન ઉપાર્જન કરીને લાવે તે જ ૪ આ “સત્યપુર” હાલ મારવાડમાં જોધપુર સ્ટેટમાં ભીન્નમાલ સમીપે આવેલું આપણું પ્રાચીન “સાર તીર્થ” છે. જ્યાં વીર નિ. સં. ૬૭૦ માં આચાર્ય મહારાજ શ્રી જજિગસૂરીશ્વર પ્રતિષ્ઠિત પિત્તળની શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા વિદ્યમાન છે. જગચિંતામણિકાર શ્રી ગૌતમ સ્વામીએ પણ આનો ઉલ્લેખ “ જગચિંતામણિ”માં કરેલો છે—“ કથs વીર વચરિમem" [ “સત્યપુરીના સ્વામી હે વીર ! જયવંતા વર્તા”] આ તીર્થ સંબંધી વિશેષ ઉલ્લેખ-“શ્રી જૈન સત્ય પ્રકાશ”ના “શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક”માં “સત્યપુર-સાચોર તીર્થ” શીર્ષક મુનિરાજ શ્રી જયંતવિજયજીના લેખના પૃ. ૩૩૮–૩૪૧ માં જોવા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46