________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવપૂજાની રીત
લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી પ્રતિમા શું ચીજ છે, તેની જરૂરિયાત માનવામાં ક્યાં ક્યાં કારણે છે ? વગેરે બીના - આ માસિકના ગયા અંકમાં જણાવ્યા બાદ હવે તે પ્રભુદેવની પ્રતિમાની પૂજાની રીતને
અંગે જણાવીએ છીએ-ગુણાધિક પુરૂષોને પૂજ્ય માનીને જે બહુ માન સહિત તેમની સેવા કરવી, તે પૂજા કહેવાય. તેને બે ભેદ છેઃ તે આ પ્રમાણે (૧) દ્રવ્યપૂજા અને (૨) ભાવપૂજા. તેમાં જલ, ચંદન, ફલ, ફૂલ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્યથી જે પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય. ભવ્ય જીવોએ આનો ક્રમ સમજવાને માટે નીચે જણાવેલા નિયમો યાદ રાખવા જોઈએ.
૧–પરિમિત જલથી સ્નાન કરવું. અશુચિ અવસ્થામાં પૂજા કરવાથી આશાતના દેવ લાગે. આ મુદ્દાથી એટલે અશુચિને દૂર કરવા માટે સ્નાન કરવું. સ્નાન કરવાના પ્રસંગે શરૂઆતમાં નિર્જીવ સ્થાનની તપાસ કરવી. ત્યારબાદ ખપ પૂરતા પાણીથી પરનાળવાળા બાજોઠ ઉપર બેસીને સ્નાન કરવું. પરનાળની નીચે રહેલી કુંડમાં સ્નાનનું પાણી પડે તે સ્નાન કરીને જયણા પૂર્વક તડકે નિર્જીવ સ્થલે છુટું છુટું નાંખવું.
૨-પૂજાનાં વસ્ત્રો ફાટેલાં ન હોય, તેમજ અશુદ્ધ પણ ન હોવાં જોઈએ. એટલે નહાઈને અખંડ ચોખાં વસ્ત્ર પહેરીને દહેરે જવું. રસ્તામાં અશુદ્ધિ જણાતી હોય તો જલથી પગને શુદ્ધ કરીને મંદિરમાં નિસહી કહી દાખલ થવું. જિનમંદિરના જરૂરી કાર્ય તરફ લક્ષ્ય દઈને તેની યોગ્ય વ્યવસ્થા કરીને બીજી નિસીહી કહીને ગભારામાં દાખલ થાય, અને દ્રવ્યપૂજા શરૂ કરે. મોર પીંછીથી નિર્માલ્ય પુષ્પ વગેરેને દૂર કરીને વિધિપૂર્વક અભિષેક કરે, ત્યારે જન્માવસ્થાની વિચારણ કરે. પછી અખંડ શુદ્ધ અંગ લૂહણથી પ્રભુના શરીરને સાફ કરીને નવઅંગ પૂજાના દુહા બેલીને અનુક્રમે (૧) જમણે અંગુઠે, ડાબો અંગુઠે (૨) એ પ્રમાણે બંને ઢીંચણે (૩) કાંડે (૪) ખભે (૫) મસ્તકે (૬) કપાલે (૭) ગળે (૮) હૃદયે (૯) નાભિએ પૂજા કરવી. એમ ક્રમસર પૂર્વે જણાવ્યા મુજબ અષ્ટપ્રકારી પૂજા વગેરે કરીને ત્રીજી નિસીહી કહીને ચૈત્યવંદન કરવા રૂપ ભાવપૂજા કરવી. અહીં દશત્રિક વગેરેની બિના ખાસ યાદ રાખવી જોઈએ. તે શ્રી ચૈત્યવન્દન ભાષ્ય વગેરેમાંથી જોઈ લેવી. આ પૂજાના જેવી રીતે (૧) દ્રવ્યપૂજા (૨) ભાવપૂજા એમ બે ભેદો છે, તેમ અપેક્ષાએ (૧) અંગપૂજા (૨) અગ્રપૂજા (૩) ભાવપૂજા એમ ત્રણ ભેદે પણ શ્રી ધર્મ સંગ્રહ વગેરે ગ્રંથમાં જણાવ્યા છે. તેમાં પ્રભુદેવની પ્રતિમાની ઉપર જે પુષ્પ ચઢાવવા, ધૂપ ઉખેવ, ચંદનાદિ પદાર્થોનું વિલેપન કરવું, આભરણુ પહેરાવી આંગી રચવી, એ અંગપૂજા કહેવાય, અને પ્રભુની આગળ સાથિયે કરે, નૈવેદ્ય ફલ મૂકીએ, એ અગ્રપૂજા કહેવાય. તથા પ્રભુગુણોની સ્તુતિ કરવી, સ્મરણ, ચિંતવન કરવી, એ ભાવ પૂજા કહેવાય. આ સંબંધિ વધુ બિના શ્રી શ્રાદ્ધવિધિ, ઉપદેશ તરંગિણ વગેરે ગ્રંથમાંથી જોઈ લેવી.
પૂજાનું ફલા પ્રભુની પૂજા કરવાથી, પાપનો નાશ થાય છે, દુર્ગતિનાં દુઃખ ભોગવવા પડતાં નથી, આપત્તિને નાશ અને પુણ્યનો વધારો થાય છે, લક્ષમી વધે છે, આરોગ્ય મળે છે, લોકમાં જશકીર્તિ પ્રશંસા વધે, અને દેવગતિના અને મોક્ષનાં સુખ પણ મળે છે. આ વાત ધ્યાનમાં રાખીને ભવ્ય છાએ ત્રિકાલ પૂજા કરી માનવ ભવ સફલ કર.
For Private And Personal Use Only