________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન
લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી
[ ગતાંકથી ચાલુ ] ઉપર્યુક્ત ગુણસ્થાનમાં પ્રથમ ગુણસ્થાન મિથ્યાત્વ છે જેનું સ્વરૂ૫ નીચે મુજબ સમજવું
मिथ्वात्वगुणस्थानञ्च व्यक्ताव्यक्तभेदेन द्विधिधिम् । कुदेवकुगुरुकुधर्मान्यतमस्मिन् देवगुरुधर्मबुद्धिर्व्यक्तमिथ्यात्वम् । इदश्च संक्षिपञ्चेन्द्रियाणामेव ।। - મિથ્યાત્વ ગુણસ્થાનના વ્યક્ત મિથ્યાત્વ અને અવ્યક્ત મિથ્યાત્વ એમ બે ભેદ છે. કુદેવ, કુગુરૂ અને કુધર્મમાંથી કોઈ પણ એકાદને વિષે દેવ, ગુરૂ અને ધર્મની બુદ્ધિ કરવી તે વ્યક્ત મિથ્યાત્વ કહેવાય છે અને તે સંપિચેંદ્રિયમાં હોય છે.
अव्यक्तो मोहोऽव्यक्तमिथ्यात्वम् । इदमनादि । व्यक्तमिथ्यात्वप्राप्तुरेव मिथ्यात्वगुणस्थानं भवेदिति केचित् । अस्य स्थितिभव्यजीवमाश्रित्यानादिसान्ता । सादिसान्ता च पतितभव्यस्य । अभव्यमाश्रित्यानाद्यनन्ता।
પૃથ્વિ, જલ, તેઉ, વાયુ, વનસ્પિતિ આદિની જેમ અવ્યક્ત મેહ એટલે જાણી ન શકાય તેવો મેહ જ્યાં જ્યાં હોય ત્યાં અવ્યક્ત મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વ અનાદિ કાલથી લાગેલું હોય છે. ત્યાર પછીથી વ્યક્ત મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, એટલે તે સાદિ કહેવાય છે. કેટલાકેની એવી માન્યતા છે કે વ્યક્ત મિથ્યાત્વની પ્રાપ્તિવાલાને જ મિથ્યાત્વ ગુણસ્થાનક હોઈ શકે છે. મિથ્યાત્વની સ્થિતિ ભવ્ય જીવને અનાદિસાન્ત અર્થાત્ આદિ નહિ પણ અંત જરૂર તેવી સમજવી, કારણ કે જાતિ ભવ્ય સિવાયના ભવ્યનું એક દિવસ જરૂર મેષ થવાનું છે અને તે મિથ્યાત્વથી મુક્ત થયા સિવાય થઈ શકે નહિ. માટે અનાદિ સાન્તને ભાગો લાગે. અને જે ભવ્ય સમ્યકત્વ પામીને પતિત થઈ મિથ્યાત્વ પામ્યા છે તેમને સાદિ સાન્ત મિથ્યાત્વની સ્થિતિ સમજવી. કારણ કે તેમના મિથ્યાત્વની આદિ પણ છે અને અંત પણ છે. અભવ્યને અનાદિ અનંતના ભાંગાએ મિથ્યાત્વ હોય કારણ કે તેમને કદીએ મિથ્યાત્વને છેડી ઉપરના ગુણસ્થાને આવવાને કે મોક્ષ પ્રાપ્ત કરવાનો સમય જ નથી મલવાને. ___ उपशमसम्यक्त्वपतितस्यानवाप्तमिथ्यात्वस्य सर्वथा यदपरित्यक्तसम्यक्त्वतयाऽवस्थानं तत् सास्वादनगुणस्थानम् । समयादिषडावलिकाकालपर्यन्तमिदम् ।
ઉપશમ સમ્યકત્વથી પતિત થએલ છે અને હજુ મિથ્યાત્વને પામ્યા નથી તે જ્યાં સુધી તેવી અવસ્થાને ધારણ રાખી શકે ત્યાં સુધી સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાન કહેવાય છે. તેની જઘન્ય સ્થિતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા કાલ છે. એ ઉપશમ સમ્યકત્વની વ્યાખ્યા નીચે પ્રમાણે સમજવી.
अनादिकालानुवृत्तमिथ्यात्वप्रथमकषायचतुष्कोपशमजन्यं सम्यक्त्वमुपशमसम्यक्त्वम् । तद्विविधम् । अन्तरकणजन्यं स्वश्रेणिजन्यं चेति । उपशमसम्यक्त्वं करणत्रयापेक्षम् ।
For Private And Personal Use Only