Book Title: Jain Satyaprakash 1940 03 SrNo 56
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૩૪ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૫ અનાદિકાલથી ચાલ્યા આવતા મિથ્યાત્વ અને પ્રથમના ચાર કષાય (અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ)ના ઉપશમથી પેદા થએલ સમ્યકત્વને ઉપશમ સમ્યકત્વ કહે છે. અન્તરકરણુજન્ય અને સ્વશ્રેણિજન્ય એમ તેના બે ભેદો થાય છે. ત્રણ કરણની અપેક્ષાએ ઉપશમ સમ્યક્ત કહેવાય છે. તે ત્રણ કરણ નીચે પ્રમાણેના નામસ્વરૂપવાળાં જાણવાં. करणत्रयं तु यथाप्रवृत्त्यपूर्वानिवृत्तिरूपम् । યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણો છે, તેમાં આયુષ્ય સિવાય સાત કર્મની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન એમ કડાકોડી સાગરોપમાં સ્થિતિ કરીને કદીયે નહિ ભેદાએલ એવી રાગદ્વેષની સઘન-ગાંઠ આગલ આગમ કરાવનાર અધ્યવસાયને યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. અને તે ગાંઠને ભેદન કરનાર અપૂર્વ અધ્યવસાયને અપૂર્વકરણ કહે છે. અંતરમુદ્દત ઉદય અવસરવાલી મિથ્યાત્વસ્થિતિ જે ઉપર ભોગવવાની હતી તે પ્રથમ ભેગવી ઉપર ઉદય આવતીને અટકાવી મિથ્યાત્વના ઉદયને અટકાવનાર અંતરમુદ્દતની સ્થિતિવાળું કરણ અનિવૃત્તિકરણ કહેવાય છે. આ ત્રણ કરણથી જે સમ્યકત્વ થયું હોય તે સમ્યકત્વને કરણુજન્ય સમ્યત્વ કહેવાય છે અને શ્રેણિથી મિથ્યાત્વ અને પ્રથમના ચાર કષાયોને ઉપશમાવાથી જે ઉપશમ સમ્યકત્વ કહેવાય તે શ્રેણિજન્ય ઉપશમ સમ્યકત્વ કહેવાય છે. આ બન્ને સમ્યકત્વથી પડતાને સાસ્વાદન ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. मिश्रमोहनीयकर्मोदयादन्तर्मुहूर्त्तस्थितिकोऽर्हदुदिततत्त्वेषु द्वेषाभावो मिश्रगुणस्थानम् । यथान्नापरिचितनालिकेरद्वीपनिवासिमनुजस्यान्ने । अत्र जीवो नायुर्बध्नाति न वा म्रियते । अपि तु सम्यक्त्वं वाऽवश्यं याति । મિશ્રમેહનીય કર્મના ઉદયથી અંતરમુદ્દતની સ્થિતિવાલે અહંત ભગવાનના કથન કરેલા તત્ત્વમાં ઠેષને અભાવ તે મિશ્ર ગુણસ્થાનક કહેવાય. જેમ અન્નથી અપરિચિત નાલીએર દ્વીપના મનુષ્યને અનાજના વિષે રાગદ્વેષનો અભાવ હોય છે તેમ સમજવું. આ ગુણસ્થાનકમાં રહેલો જીવ આયુષ્ય બાંધતા નથી તેમ મરતો નથી. કિંતુ સમ્યકત્વ અથવા મિથ્યાત્વને જરૂર પામે છે. सम्यक्त्वे सत्यप्रत्याख्यानावरणकषायोदयेन सावद्ययोगात् सर्वथाऽविरमणमविरतसम्यग्दृष्टिगुणस्थानम् । उत्कृष्टतो मनुजभवाधिकषट्षष्ठिसागरोपमस्थितिकमिदम् । सम्यक्त्वं च भव्यसंज्ञिपञ्चेन्द्रियाणां निसर्गादुपदेशाद्वा भवति। उत्कृष्टतो. ऽपार्धपुद्गलपरावर्तसंसारावशिष्टानामेतद् भवेत् । जघन्यतस्तद्भवमुक्तिगामिनोऽपि । સમ્યકત્વની હયાતિમાં અપ્રત્યાખ્યાનવરણ કષાયના ઉદય વડે કરીને સાવદ્ય યોગથી સર્વથા નહિ અટકવું તેનું નામ અવિરત સમ્યક્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય. ઉત્કૃષ્ટથી આ ગુણસ્થાનકની મનુષ્યના ભવથી અધિક ૬૬ સાગરોપમની સ્થિતિ છે. ભવ્ય સંગ્નિ પંચેન્દ્રિયોને ઉપદેશથી અથવા સ્વભાવથી આ સમ્યકત્વ હોય છે. ઉત્કૃષ્ટથી અડધા પુદ્ગલ પરાવર્તન સંસાર જેને બાકી હોય તેને આ થાય છે અને જઘન્યથી તે તે ભવમાં મોક્ષે જનારને પણ હોય છે. આ ગુણસ્થાનકની જધન્ય સ્થિતિ અંતરમુદ્દતની હોય છે. (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46