Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ [૮] શ્રી જૈન સત્ય પ્રકાશ એ વિવાદીની સાથે વિવાદ કરતા કદાચ તત્ત્વજિજ્ઞાસુ, સત્યવ્રત પુરૂષને વિના છલે જય પ્રાપ્ત થાય તે પણ, એ બિચારા લોકપૂજા કે સન્માનના અથી વિવાદીને ભયભારે પડે છે. લેકપુજા આદિ જે પૂર્વે મેળવ્યા હોય છે તે પણ મોળાં પડે છે. સામાન્ય લોકાદર તેના પ્રત્યેથી ઘટી જાય છે એટલે એ મહાદરિદ્રી અને અનુદાર વિવાદી, પિતાની હારને કબુલી સત્યને સ્વીકારે એ વસ્તુ એકાન્ત અસંભાવ્ય છે, પણ પોતાના લેપૂજા આદિને નુકશાન થતું જોઈ, તે પામર અભિમાની, સત્યવ્રત મહાપુરૂષની સાથે વેર બાંધે છે. અને એની-એના ધર્મના નિદા કરવાને તૈયાર રહે છે. એટલે એકન્દરે આવા વિવાદીની સાથે વાદ કરવાથી, જય મલે તે એના માનાદિની ક્ષતિથી અન્તરાય વગેરેના નિમિત્તભત તે તત્વચર્ચાને કરનાર બને છે. ધર્મની અવહેલના પણ આવા અભિમાનીના હાથે થવા સભંવ છે. સર્વને સુધાપાન જેમ વિષરૂપે પરિણમે છે તેમ તત્વ પમાડવાની જ એક ઇરછાથી તત્ત્વવાદનું સુધાપાન એવાઓને વિવરૂપે પરિણમે છે. માટે જ શુષ્કવાદની જેમ વિવાદ પણ ધર્મના અર્થ આભાઓને માટે તદન હેયકોટિને ગણાય છે. ધર્મવાદ એક લોકોપકારી વાદ એકન્દરે શુષ્કવાદ અને વિવાદ એ તત્ત્વચર્ચાના હેતુથી નિખાલસ આત્માઓને માટે વાદ નથી પણ વાદનું વિકૃત સ્વરૂપ એટલે વાદાભાસ છે. આ વાદાભાસને આ રીતિયે લંબા થી સમજ્યા બાદ, આપણે જે વાદની મહત્તાને અંગે અત્યાર અગાઉ ખૂબ જ વિસ્તૃત વિચારણા કરી, તે વાદનું સ્વરૂપ જાણી લેવું આવશ્યક છે. એ તત્ત્વવાદ કે ધર્મવાદથી ઓળખાતા વાદ ઉપરના બને વાદથી તદન નિરાળો છે. આ જ વાદ સાચેસાચો તરવા સમજાવનાર વાદ કહી શકાય, એટલે વાદનું સાચું સ્વરૂપ આ જ વાદમાં સમાયેલું છે. આ લોકોપકારી વાદના અધિકારી વગેરેના સ્વરૂપ વિષે શ્રી હરિભદ્રસુરિજી નીચે મૂજબ પ્રતિપાદન કરે છે – परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्वेन धर्मवादः उदाहृतः॥ આ લેકની બાહ્ય દૃષ્ટિ કરતાં, પરલોક અને આત્મદષ્ટિ વિષે જે વધુ મમત રાખ. નાર હોય, અપક્ષપાતી- કોઈ પણ પ્રકારને અભિનિવેશ યા બદ્ધાગ્રહવૃત્તિ જેના હૈયાને સ્પશંતી હેય, જે વિચારક ધીમાન અને સ્વકીય શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન ધરાવનાર હોય, આવા વાદીની સાથે વિચારોની આપ લે કરવી, એ વસ્તુતઃ બન્નેને માટે પરસ્પર હિતાવહ અને વસ્તુના સ્વરૂપને હમજવાને માટે અનુકૂલ કહી શકાય. શુષ્કવાદ અને વિવાદ જેમ, એકાન્તતયા અનર્થપ્રદ બને છે તેમ આ ધર્મવાદ સ્વ--પરને એકાન્ત ઉપકારક બને છે. પરલોકપ્રધાનતા જેનામાં હોય જ નહિ, જે આ લેકની અનાત્મ દષ્ટિમાં મુંઝાના હોય તે કઇ રીતિએ નિખાલસતા પૂર્વક ધર્મચર્ચા યા તત્ત્વચર્ચા કરવાને તૈયાર રહે? માટે જ પરોકને પ્રધાન માનનાર જ તત્ત્વવેષક બની શકે છે. પણ સાથે એવા તત્વોષકમાં મધ્યસ્થ-અનભિવેશતાની ખાસ અવશ્યક્તા છે. મધ્યસ્થતા સિવાય તત્ત્વચર્ચા યા વાદનું અતિમ શુભ આવી શકે જ નહિ. “મેં માન્યું તે જ યુતિ યુત છે આવા પ્રકારને આગ્રહ સેવનાર તત્વચર્ચાને માટે નાલાયક છે. કેમકે આગ્રહી આત્માઓની આતર, werSinelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52