Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ પિ૨૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : શ્રી દેવચંદ્રસૂરિજ ચાંગદેવને લઇને ધંધુકાથી કર્ણાવતી (રતભતીર્થ) પધારે છે, અને મહામંત્રી ઉદયનને ત્યાં ચાંગદેવ રહે છે. ચાંગદેવના પિતા ધંધુકા આવ્યા બાદ પુત્ર સંબધી વાત જાણી ઘણું નાખુશ થાય છે, અને પુત્રનું દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરી, કર્ણાવતી જાય છે. ત્યાં ગુરૂ મહારાજના વચનથી તેને ક્રોધ શાન્ત થયા બાદ ઉદયન મંત્રી તેને પિતાને આવાસે લઈ જાય છે. ત્યાં ઉદયન મંત્રીના પુત્રની સાથે ચાંગદેવને રમતો જોઈ તેના પિતા ખુશી થાય છે. પછી પૂજા વગેરે કરી ચાંગદેવની સાથે ભોજન કરે છે. અવસરેચિત આદરથી સાષિત થયેલ તેની સમીપે મંત્રી પ્રમાણે ૫ સુસ્કાન કુતરા I ત્રણ લાખ સેનામહોર, પાંચ (રેશમી વસ્ત્ર અને વામ્ભટ્ટ અને આદ્મભટ્ટ એ બે પોતાના પુત્રો મૂકી તેને સ્વીકારવા અને ચાંગદેવને પિતાને આપવા માંગણી કરે છે. પુત્રનેહને આધીન ચાચીગ તે માંગણીને સ્વીકાર ન કરતાં મંત્રીને પૂછીને ચાંગદેવને લઈ ધંધુકા તરફ પ્રયાણ કરવા તૈયાર થાય છે, તેટલામાં સામે જ છીક થાય છે. આથી સરભુ શga મૃત્યુ સામી છીંક નિશ્ચયે મરણકારક થાય એ શુકનશાસ્ત્રના વચન અનુસાર ચાચિગ વિચારે છે કે આ ખરાબ શુકનથી મરણાંત દુઃખ થવાનો સંભવ છે. કદાચિત મારા મંદ ભાગ્યથી બેમાંથી એકનું અથવા બન્ને માર્ગમાં મરણ થાય, તે કરતાં આ ચાંગદેવને મંત્રીશ્વરને સે કે જેથી તેનું દર્શન અને મળ્યા કરે. એમ વિચારી પાછાવળીને મંત્રીને ચાંગદેવ સોંપવાની તેણે ઈચ્છા દર્શાવી. આ પ્રસંગે ઉદયને કહ્યું કે અમૂલ્ય એવો આ ચાંગદેવ મને અર્પણ કરવાથી મારી પાસે ઉચ્ચ સ્થિતિ મેળવી શકશે નહિ, માટે તેને ગુરૂ મહારાજને સૅપ કે જેથી વૈકટિક (રત્નવિશેધક) જેમ રત્નને મહામૂલ્યવાન બનાવે છે, તેમ ગુરૂ મહારાજ તેને સકલ કલા ભણાવીને સર્વોપરિ સ્થાન પર સ્થાપન કરે. મંત્રીના આ વચનથી યાચિંગે ચાંગદેવને ગુરૂમહારાજ પાસે ચારિત્ર અપાવવાનું નકકી કર્યું. મુહૂર્તની મહત્તા શ્રી હેમચંદ્રાચાર્યની ઉન્નતિમાં પૂર્વના ત્રણ પ્રસંગે નિમિત્તભત છે તેમ તેમની દીક્ષાને માટે નકકી કરેલ મુહૂર્ત પણ કારણભૂત સમજાય છે. તે મુહૂર્તને ઉલ્લેખ શ્રી હેમચંદ્રસૂરિ પછી બીજી જ શતાબ્દીમાં રચાયેલ પ્રભાવક ચરિત્રમાં નીચે પ્રમાણે છે माधे सितचतुर्दश्यां ब्राह्मे धिष्ण्ये शनेदिने ॥ १० ॥ धिष्ण्ये तथाऽष्टमे धर्मस्थिते चन्द्रे वृषोपगे। लग्ने बृहस्पतौ शवस्थितयोः सूर्यभौमयोः ॥ ११ ॥ આ દેટ કમાંના પ્રથમ કાર્ધમાં તિથિ, નક્ષત્ર અને વાર બતાવ્યાં છે. અને પછીના માં દીક્ષા સમયે ગ્રહ કયા કયા સ્થાનમાં હતા તે બતાવેલ છે. તેને અર્થ નીચે પ્રમાણે સંભવે છે— માહ શુકલ ચતુર્દશીને દિવસે, રોહિણી નક્ષત્ર અને શનિવાર તે, આઠમા સ્થાનમાં શુક્ર, ધર્મ ભુવનમાં વૃષ રાષિને ચંદ્ર, લગ્નમાં બૃહસ્પતિ (ગુર) અને શત્રુ (છઠ્ઠા સ્થાનમાં સૂર્ય અને મંગળ રહેતે છતે [ શ્રી હેમચંદ્ર સૂરિજી (ચાંગદેવ)ની દીક્ષા થઈ.] www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52