Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ [૨૪] શ્રી જન સત્ય પ્રકાશ શા છે. વળી આ ભંડારમાં ગણિત, જ્યોતિષ, વાસ્તુ, સામુદ્રિક, સ્વપ્ન, શુકન, વૈદક, અર્થશાસ્ત્ર, મેધમાલા, પ્રશ્નચૂડામણિ, રાજનીતિ, આસદ્ભાવ, અધ્યાત્મ વગેરે શા પણ છે.” આ સાંભળી સિદ્ધરાજને પણ પોતાના રાજ્યમાં નવા વ્યાકરણની રચના કરાવી તેને પ્રચાર કરવા તેમજ નવા નવા ભંડારમાં સકલ શાસ્ત્રને સંગ્રહ કરવાનો વિચાર થશે. આથી તેણે સકલ પંડિતને બેલાવીને પૂછ્યું કે ગુજરાતમાં એ કોઈ પંડિત નથી કે જે નવું વ્યાકરણશાસ્ત્ર રચી ગુજરાતની કીર્તિને ચોમેર ફેલાવે ? આ વખતે સર્વ વિદ્વાનોએ કહ્યું કે શ્રી હેમચન્દ્રાચાર્ય સમર્થ છે. આથી સિદ્ધરાજે શ્રી હેમચંદ્રસૂરિજીને પ્રાર્થના કરી કે ભગવંત એક નવું વ્યાકરણશાસ્ત્ર બનાવી અમારી મનોરથ પૂરા કરી કે જેથી વિશ્વજને ઉપર ઉપકાર થાય, મને કીર્તિ મળે, આપને યશ મળે અને પુર્ણ થાય. આના પ્રત્યુત્તરમાં સૂરિજીએ જણાવ્યું કે રાજન, આવા કાર્યમાં પ્રેરણું તે અમારા ઈષ્ટને માટે જ છે, પરંતુ તે કાર્યમાં ઉપયેગી વ્યાકરણનાં આઠ પુસ્તકો કાશ્મીરદેશમાં સરસ્વતી ભંડારમાં છે, તે માણસે તારા મં કે જેથી વ્યાકરણશાસ્ત્ર સારી રીતે રચી શકાય. આથી શબ્દ શાસ્ત્રની સર્વ સામગ્રી રાજાએ ઉત્સાહપૂર્વક મેળવી આપી અને શ્રી હેમચન્દ્રસૂરિજીએ નવા વ્યાકરણની રચના કરી અને તેનું નામ પ્રેરક અને ક્તના સ્મારકરૂપે “સિદ્ધહેમ” રાખ્યું. તેના બત્રીશ પાદ અને પ્રત્યેક પાને પ્રાન્ત સિદ્ધરાજના વંશનું વર્ણન કરતા કો મૂકી ઉભયની કીર્તિને ઉજજવળ બનાવી. સિદ્ધરાજે પણ દેશદેશના ૩૦૦ લેખકને બોલાવી તેમની પાસે ત્રણ વર્ષ સુધી તેની અનેક નકલે લખાવી દેશદેશમાં તેને પ્રચાર કર્યો. વ્યાકરણની ૨૦ પ્રતિ ઉપનિબંધ (પ્રસ્તાવના) સહિત કાશ્મીર સરસ્વતી ભંડારમાં મોકલાવી, તેમજ અંગ, બગ, કલિંગ, કર્ણાટક, કચ્છ, કાન્યકુજ, કા િકામરૂપ, કુરુક્ષેત્ર, કેકણ, કૌશિક, ખસ, ગયા, ગૌ, ગંગાપાર, ચેદિ, જાલંધર, નેપાલ, પારસિક, બેડ, મહાબોધ, માલવન્સ, મુjડક, લાટ, સપાદલક્ષ, સિંહલ, સિંધુ, સૌવીર, હરિદ્વાર વગેરે દેશોમાં પણ આ વ્યાકરણની લિખિત પ્રતે મોકલાવી. વળી તેના અધ્યયનને માટે કાયસ્થ જાતિના કાકલ નામના એક વિદ્વાનને, આચાર્ય એગ્ય અધ્યાપક તરીકે મુકરર કરી વિદ્યાર્થીઓને ભણાવવા માંડયા, જ્ઞાન પંચમીને દિવસે તેમની પરીક્ષા લેવાતી અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેને કિંમતી વસ્ત્ર, સુવર્ણનાં આભૂષણ વગેરે ઉપહારમાં આપવામાં આવતાં. આ રીતે શ્રી હેમચંદ્રસૂરિજીના વિકાસમાં સિદ્ધરાજના સ્વદેશાભિમાનથી ઉત્પન્ન થયેલ પ્રેરણા પણ મેટા હેતુરૂપ છે. ઉપર્યુકત કારણે સિવાય પણ તેમનામાં રહેલ અદ્વિતીય ગુરૂભકિત, અવસરચિત વાપટુતા, વાદિદેવસૂરિજીના નિકટ સહવાસથી પ્રાપ્ત થયેલ જ્ઞાન અને અનુભવે, બ્રહ્મચર્યનું અપૂર્વ પાલન, દીર્ધ દ્રષ્ટિએ કરેલ કુમારપાલ ભૂપાલ ઉપર ઉપકાર, વિધમી વિદ્વાનેની સમક્ષ જૈન તને સર્વગ્રાહ્ય શૈલીમાં બતાવવાની શકિત વગેરે પણ તેમના જીવનવિકાસમાં નિમિત્તભૂત છે. શ્રી કલિકાલ સર્વાના પ્રશંસકો અને તેવી મહાન વિભૂતિથી ભારતને ભૂષિત કરવાની આકાંક્ષા રાખતા સર્વ સહદ ઉપરનાં કારણે વિચારે અને તેવાં કારણે ઉત્પન્ન કરવા યેય કરે છા સાથે આ લેખ સમાપ્ત રવામાં આવે છે. Jain Education International For private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52