________________
એક અનેકાથ કૃતિ
[૫૯]
(૯) પૌરૂષ વર્ણન. (૧૦) વિનાયક વર્ણન. (૧૦૧) ગજ વર્ણન. (૧૨) ગજાગ્રેસરવર્ણન.
(૧૦૩) શિલ વિવર વર્ણન. (૧૦૪) જિનસમવસરણ વર્ણન. (૧૫) જ્ઞાન વર્ણન (૧૬) દર્શન વર્ણન. (૧૦૭ ચારિત્ર વર્ણન. (૧૦૮) યતિ વર્ણન.] (૧૯) વાલ્મટ મંત્રી વર્ણન. (૧૧૦) જૈન સિદ્ધાંત વર્ણન. (૧૧) સિદ્ધગતિ વર્ણન. (૧૧૨) વેશ્યાસક્ત વર્ણન [૧૧૩) જિનેશ્વર વર્ણન. (૧૧૪) જિન સ્તુતિ કરનારનું વર્ણન.] (૧૧૫) શ્રી ઋષભદેવ વર્ણન (૧૧૬) ભરત ચક્રવર્તી વર્ણન
ઉપરના ૧૧૬ અર્થ કરવામાં તેઓશ્રીએ મુખ્યત્વે કરીને પિતાના ગુરુવર્ય શ્રીમ૨ કરિના રચેલા “
સિદ્ધહેમ વ્યાકરણનાં સૂત્રનો છુટથી ઉપયોગ કરે છે. વળી તેઓ શ્રીએ જુદા જુદા અર્થો ઘટાવવામાં પિતાની એક વૈયાકરણી તરીકેની તથા ઈતર દર્શનનાં શાસ્ત્રના કડા અભ્યાસી હોવાની પણ કેટલીક ઉપમાને ઘટાવીને સાબિતી આપી છે.
ઉપર્યુંકત અર્થો પૈકીના ૩૧ મા અર્થ મધ્યેનું કુમારપાળ નૃપ વર્ણન, ૪૧ મા અર્થ મધ્યેનું શ્રીહેમચંદ્રસૂરિનું વર્ણન તથા ૧૦૮મા અર્થ મથેનું વાડ્મટ મંત્રીનું વર્ણન એતિહાસિક સામગ્રી પૂરી પાડે છે. ૮૦ મા અર્થ મધ્યેનું આંગણાનું વર્ણન તે વખતના રીતરીવાજની કાંઈક સામગ્રી રજુ કરે છે. ૮૫ મા તથા ૮૮ મા અર્થ મધ્યેનું વણિનું તથા અહંભકત (શ્રાવક)નું વર્ણન બંને વચ્ચેના મહદંતર દર્શાવે છે જ્યારે ૭૩ મા અર્થમાં વાત્સ્યાયન મહર્ષિનું પૌરાણિક દંતકથામાં દર્શાવેલું સ્વરૂપ રજુ કરે છે, વાચકોની જાણ ખાતર ઉપર્યુક્ત ઉપમાનેનું મૂળ સંસ્કૃત વિસ્તારભયથી અત્રે રજુ ન કરતાં એકલું ગુજરાતી ભાષાંતર જ રજુ કરવું યોગ્ય ધારેલ છે, જે ઉપરથી આવી કૃતિઓનું કાંઈક મૂલ્યાંકન થઈ શકશે તે માટે આ લેખ લખવાનો પ્રયાસ સફળ માનીશ. અતિહાસિક વર્ણને પ્રમાણે
(૩૧) કુવારપાળ નૃપ વર્ણન કવિના મુખ આગળ બેઠેલા આ કુમારપાળ નરેશ્વર સાથે આ ચૈત્ય સામ્યતા ધરાવે છે, કે કુમારપાળ? ચરમ સ્વયંભૂરમણ સમુદ્ર સમાન ગંભીર, વેદક્તિથી તેમ જ સત્કર્મોથી પ્રતિષ્ઠા મેળવેલ, અથવા પિતાના પરિજનોમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ. પ્રાણિઓને અનુકૂલ નશીબની માફક વાંછિતાર્થ આપનાર, સેવકોથી પ્રિય કરાએલ અથવા સેવકોને પ્રિય કરનાર અને સર્વ ગુણોને સમુદ્ર
(૪૧) શ્રી હેમચંદ્રાચાર્ય વર્ણન શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજ સાથે આ વિહાર સામ્યતા ધારણ કરે છે. શ્રીમચંદ્રાચાર્ય કેવા છે? ક્ષોર સમુદ્રની પરે ગંભીર, સકલ વેદ અને સકલ શાસ્ત્ર શ્રવણ કરવાથી અને પચાચરનું પાલન કરનાર હોવાથી સમસ્ત દુનિયામાં ધન્યવાદને પ્રાપ્ત થએલા. સમગ્ર સંધમાં દાતા અથવા જેને સમૃદ્ધિ-પ્રતિષ્ઠા મેળવેલી છે એવા અથવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપન કરવાથી મહાન ઉદય પ્રાપ્ત કરેલા. અથવા સર્વજ્ઞની સિદ્ધિ માટે
૧૦૩ થી ૧૮ તથા ૧૧૩ અને ૧૧૪ના અર્થો [ કપમાને ] પ્રતમાં નહિ હેવાથી - પ્રસ્તામાં છપાવી શકયા નથી,
www.jainelibrary.org
Jain Educarestimentational
* For Private & Personal Use Only