________________
અંક ૯ ]
એક અનેકાર્થ કૃતિ રીતિરીવાજો દર્શાવતાં વર્ણન આ પ્રમાણે છે--
(૨૦) આંગણુનું વર્ણન તથા આ જિનાલય આંગણું સાથે સામ્યતા ધરાવે છે. કેવું આંગણું ? ગંભીર, વિદ્વાનોના બેસવાથી અને સારાં સારાં કામે થવાને લીધે માહાઓ મેળવેલું, સુંદર સ્ત્રીઓએ સ્વસ્તિક વગેરે રચના કરવાથી પ્રિય લાગે તેવું, અને ઘણું ગુણેથી અલંકૃત.
આ ઉલ્લેખ આપણને સાબીતી આપે છે કે બારમી સદીમાં પણ આજની જ માફક ગૂર્જર રમણએ પિતાના ગૃહાંગણોને રવસ્તિકાદિની સુંદર રચનાઓ કરીને દીપાવતી હતી, જે પ્રથા આજે પણ તેવીને તેવી જ હાલતમાં પ્રચલિત છે.
(૯૫) વણિકનું વર્ણન તથા આ દેવાલય વાણીયા સાથે સમાનતા ધરાવે છે. કે વાણી? ઘરાકોના શબ્દ સાંભળવામાં ગંભીર, બીજાને ઠગી લેવા સંબંધીના આચરણવડે દ્રવ્ય મેળવનાર, (ખેટાં, કાટલાં અને કૂડાં માપાં (તેલ) કરીને ઘી, તેલ વગેરે ઓછાં આપી, વધારે લઇને અન્યને મારી નાખવાની દાનતવાળે હોવાથી દયા વગરને, કંજુસ હોવાને લીધે પિતાની પત્નોને પણ આનંદ નહિ આપનાર કહ્યું છે કે
જિજ્ઞાતિ-જા રથ-દિશાન, શr : રતવાળા वैद्योऽपि किं दास्यति याच्यमानो, यो मर्तुकामादपि हर्तुकामः ॥
અર્થઅન્ય પાસેથી માગી લેનાર બ્રાહ્મણ, કાયસ્થ અને કિરાટકામાં દાનશક્તિ ક્યાંથી હોય? અને જે મરતા પાસેથી પણ પડાવી લેવાની દાનત રાખે તે વૈદ્ય પણ યાચકને શું આપે? એટલા માટે જ ગુણરહિત અથવા પૈસાટકાને અનેક વખત ગણવાવાળો.
(૨૭) અહંદુભક્ત (સથા શ્રાવક) તું વર્ણન તથા અરિહંત પ્રભુની પ્રતિમાને વંદન કરનારા ભકત સાથે આ ચૈત્ય સમાનતા ધરાવે છે. કેવો ભકત શ્રાવક? કોષ્ઠ આગમેના અર્થને ધારણ કરનાર હોવાથી ગંભીર, સદાચારી ગણુધરે, આચાર્યો વગેરે પાસેથી વ્રત ધારણ કરેલે, દાતા, પુરૂષો અને સ્ત્રીઓનું હિત કરનાર, તેથી જ દયા, દક્ષિણ આદિ હજાર ગુણોથી વિભૂષિત.
આ ગ્રંથકારે વાણીયા અને જિનેશ્વરદેવનો ભકત એવા શ્રાવકના ગુણો વચ્ચે જે મહદ્ અંતર બતાવ્યું છે તે ખાસ ધ્યાન આપવા યોગ્ય છે. પૌરાણિક દંતકથાના આધારે કરેલું વાસ્યાયન મહર્ષિનું વર્ણન–
(૭૩) વાસ્યાયન મહર્ષિવર્ણન તથા બુધ એટલે કામશાસ્ત્રના પ્રણેતા વાત્સ્યાયન મહર્ષિ સાથે આ ચૈત્ય સમાનતા ધારણ કરે છે. વાસ્યાયન ઋષિ સંબંધે પૌરાણિક દંતકથા એવી છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org